Ask The Doctor: કોરોનાગ્રસ્ત બાળકની સંભાળ લેતી વખતે માતાએ પોતાનું રક્ષણ કઈ રીતે કરવું?

ભુવનેશ્વર એઈમ્સના ડિરેક્ટર ડો. ગિતાંજલી

સ્તનપાન કરાવતી માતાઓ સુરક્ષિત રીતે રસી લઈ શકે છે.

  • Share this:
કોરોન વાયરસના કારણે સ્વાસ્થ્ય, શિક્ષણ અને આર્થિક સહિતના ક્ષેત્રે ફટકો પડ્યો છે. કોરોના વાયરસનો ડર લોકોમાં ઊંડે સુધી ઘર કરી ગયો છે.  ડર અને અસલામતીના કારણે અફવાઓ દાવાનળની જેમ ફેલાઈ રહી છે. પરિણામે ઘણા લોકો વાયરસ સામે લડવા માટે અસલામત, ખોટી પદ્ધતિઓને અમલમાં મૂકી દે છે. ત્યારે આજની કોલમમાં આરોગ્ય અને રસીકરણ બાબતે પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થયો છે.

ભુવનેશ્વરના એઈમ્સના ડિરેક્ટર ડો. ગિતાંજલી બટમાનાબને કોરોના કાળમાં મહિલાઓના આરોગ્ય સાથે સંકળાયેલી બાબતો પર પ્રકાશ ફેંક્યો છે. રસીકરણ પ્રક્રિયા દરમિયાન સ્તનપાન કરાવનાર સ્ત્રીઓએ કઈ રીતે પોતાનું ધ્યાન રાખવું અને કોરોના પોઝિટિવ બાળકોની માતાઓએ તેમના બાળકોની દેખરેખ કેવી રાખવી તે અંગે જાણકારી આપી છે.

સ્તનપાન કરાવતી મહિલાઓએ રસી લેતી વખતે શું ધ્યાન રાખવું?

સ્તનપાન કરાવતી માતાઓ સુરક્ષિત રીતે રસી લઈ શકે છે. બાળકને રસીકરણ કેન્દ્ર પર સાથે ન લઈ જવું. રસી લેવા જાઓ તે પહેલાં પૂરતું દૂધ કાઢી લો, જેથી તમારી ગેરહાજરીમાં કોઈ શિશુને પીવડાવી શકે. ડબલ માસ્ક અથવા એન -95 માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. રસી લઈ પાછા ફર્યા બાદ બાળકને અડકતા પહેલા સ્નાન કરી તમારા કપડાં બદલો.

સુરત: કોઝવેમાં સેલ્ફી લેતા ત્રણ મિત્રો પાણીમાં પડ્યા, બે જાતે બહાર આવ્યાં એકને સ્થાનિક તરવૈયાએ બચાવ્યો, વીડિયો વાયરલ

જો, તમે બાળક ઘરે મૂકીને રસી લેવા ન જઈ શકો, તો રસીકરણ કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને બાળક અન્ય લોકોના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખો.

શું માસિક સ્ત્રાવમાં હોય ત્યારે રસી લઈ શકાય?

માસિક સ્ત્રાવમાં હોય ત્યારે પણ સ્ત્રીઓ સુરક્ષિત રીતે રસી લઈ શકે છે. માસિક સ્રાવના કારણે રસીને અસર થાય કે રસીકરણથી માસિક સ્રાવને અસર થાય તેવા કોઈ વિજ્ઞાનિક પુરાવા નથી.

વડોદરા: કોરોના રસી અને માસ્ક અંગે ભ્રામક અફવાઓ ફેલાવતી ટોળકી ઝડપાઇ, લોકોને આ રીતે કરતા હતા ગુમરાહ

કોરોનાગ્રસ્ત બાળકોની સંભાળ લેતી માતાઓ પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે છે?

દર્દીથી અલગ રહેવું તે સંક્રમણથી બચવા સૌથી અસરકારક ઉપાય છે. પરંતુ જો બાળક નાનું હોય અને માતા પર આધારીત હોય તેવા કિસ્સામાં તો માતા પાસે તેની સંભાળ રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં બાળકની સંભાળ લેતી વખતે માતાએ N95 માસ્ક અને ફેસ શિલ્ડ પહેરવું આવશ્યક છે. માતાએ નિયમિતપણે હાથ ધોવા જોઈએ. માતાએ આરામ કરવો જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ. શ્વાસ લેવાની કેટલીક કસરત પણ બચવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત આદુ, હળદર જેવી કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી વસ્તુઓ પણ કવચ તરીકે કામ કરે છે. સૌથી અગત્યનો હેતુ શક્ય હોય તેટલી ઝડપથી રસી લેવાનો હોવો જોઈએ.

કોરોના કાળમાં મહિલાઓને રૂટિન મેમ્ગ્રામ્સ અને પેલ્વિક એકઝામ જેવી કાળજી રાખતી પ્રક્રિયા કરવી સુરક્ષિત છે?

મોટાભાગની હોસ્પિટલો સંક્રમિત હોય શકે તેવા વ્યક્તિના સંપર્કમાં રહેતી મહિલાઓને સંક્રમણથી બચાવવા માટે નિયમિત હેલ્થકેર સ્ક્રિનિંગ પ્રોગ્રામ્સ કરતી નથી. વધારે જોખમ હોય તો રૂટિન ચેકઅપ રદ્દ કરવું જોઈએ.

હમ નહિ રુકેંગે, નહિ ઝુકેંગે: અમદાવાદમાં BUના કારણે સીલ થયેલી દુકાનો બહાર જ વેપારીઓએ ધંધા શરૂ કર્યા

કોરોના કાળમાં મહિલાઓએ સ્વાસ્થ્ય પ્રત્યે કઈ રીતની કાળજી રાખવી?

ઘર માટે મહિલા પાયાનો પથ્થર છે. પરિવારની તંદુરસ્તીનો આધાર સ્ત્રીનું સ્વાસ્થ્ય છે. મહિલાઓએ રસી લેવી જોઈએ. તેણે હેલ્ધી ખાવું જોઈએ. નિયમિત કસરત કરવી જોઈએ. આરામ કરવો પણ ખૂબ જરૂરી છે. શ્વાસની કસરત, યોગ અથવા આનંદ આપે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ.

શું મહિલાઓ અને છોકરીઓ સામે મહામારીમાં વધુ જોખમો છે?

મહામારી અને લોકડાઉન દરમિયાન ઘરેલું હિંસા વધી હોવાનું રિપોર્ટ્સ કહી રહ્યા છે. આથી ઇમરજન્સીની સ્થિતિમાં મદદ કરી શકે તેવી વ્યક્તિના સંપર્કમાં મહિલાઓએ રહેવું જોઈએ. જ્યાં પુરુષો દારૂ પીધા પછી હિંસક બની જતા હોય એવા ઘરોમાં સ્ત્રીઓ પર જોખમમાં આવી શકે છે.
First published: