Home /News /lifestyle /

Ask The Doctor: કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલામાં થ્રોમ્બોસિસ કઈ રીતે નિવારી શકાય? જાણો ડૉક્ટર પાસેથી

Ask The Doctor: કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલામાં થ્રોમ્બોસિસ કઈ રીતે નિવારી શકાય? જાણો ડૉક્ટર પાસેથી

ડૉ. મંજુ પુરીએ કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓના પ્રિમેચ્યોર બાળકોની શક્યતા બાબતે કહી આ વાત

લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજનાં પ્રસુતિ અને સ્ત્રીરોગ વિભાગના ડિરેક્ટર પ્રોફેસર અને HOD ડૉ. મંજુ પુરીએ કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓના પ્રિમેચ્યોર બાળકોની શક્યતા બાબતે કહી આ વાત

Ask The Doctor: છેલ્લા દોઢ વર્ષથી વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારી (Corona Pandemic)ના કારણે અનેક લોકોના મોત થયા છે. મહામારીના લીધે લોકો ભય અને અસલામતીના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જેના પરિણામે સમાજમાં દાવાનળનો જેમ ખોટી માન્યતાઓ ફેલાઈ છે. લોકો ખોટી પદ્ધતિનો ઉપયોગ કોરોનાની સારવાર અથવા બચાવ માટે કરી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોમાં જાગૃતિ (Awareness) આવે તે જરૂરી છે. જેથી કોરોના કાળમાં રસીકરણ (Covid Vaccination) સહિતના પ્રશ્નોના જવાબ આપવા અહીં પ્રયાસ થયો છે.

આ સપ્તાહની કોલમમાં નવી દિલ્હીના લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ (Lady Hardinge Medical College)નાં પ્રસુતિ અને સ્ત્રીરોગ વિભાગના ડિરેક્ટર પ્રોફેસર અને HOD ડૉ. મંજુ પુરી (Dr. Manju Puri)એ કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓના પ્રિમેચ્યોર બાળકો (Premature Babies)ની શક્યતા બાબતે વિગતો આપી હતી. કોરોનાગ્રસ્ત મહિલાઓમાં રક્ત ગંઠાઈ જવાની તકલીફની સારવાર કરી રીતે કરી શકે છે તે અંગે પણ ચર્ચા કરી હતી.

આ પણ વાંચો, Explained: વીજળીથી બચવા માટે જરૂર રાખો આ ખાસ કાળજીઓ

કોરોના સંક્રમણ દરમિયાન ગર્ભાવસ્થાના કારણે ક્રિટિકલ કેરની જરૂર વધે છે?
કોરોનાનું સંક્રમણ ગંભીર હોય તો ગર્ભવસ્થા દરમિયાન કેટલીક તકલીફ ઊભી થઈ શકે, ખાસ કરીને છેલ્લા ત્રણ મહિના દરમિયાન ચેપ લાગે તો આવું બની શકે. આવું ગર્ભવસ્થા સંબંધીત કેટલાક શારીરિક પરિવર્તન અને ગર્ભવતી મહિલાઓના ડાયાફ્રામ પર દબાણ લાવનાર ગર્ભાશયના કારણે થાય છે. જેના કારણે ઓક્સિજન સંતૃપ્તિ ઘટી શકે છે.

શું કોવિડ -19 સગર્ભા અને તાજેતરના ગર્ભધારણ કરનાર સ્ત્રીઓ પર સગર્ભા ન હોય તેવી સ્ત્રીઓની સરખામણીમાં ગંભીર તકલીફ અને મૃત્યુનું જોખમ વધારે છે?

હા. ગર્ભાવસ્થા દરમિયાન કોરોનાના કારણે ઉભી થતી મુશ્કેલીઓ માતા અને બાળક બંને માટે જીવલેણ હોઈ શકે છે.

કોરોનાની ભૃણ અને નવજાત પર શું અસર થાય છે?

માતાને વધુ તાવ અથવા હાયપોક્સિયા હોય તો તે લોહીમાં ઓક્સિજનના લેવલને નીચું લાવે છે. જે પ્રિટર્મ જન્મની સંભાવના વધારે છે. પ્રિમેચ્યુર જન્મેલા બાળકને ગંભીર અસર થઈ શકે છે. જો ફેફસા સંપૂર્ણ રીતે વિકસિત ન થયા હોય તો શ્વાસ લેવાની તકલીફ ઊભી થઈ શકે છે. અમુક સમયે આવા બાળકો ઓરલ ફીડ સહન કરી શકતા નથી. મગજમાં હેમરેજ થવાની શક્યતા રહે છે.

બીજી તરફ સગર્ભા માતા પર કોવિડ -19ની આડકતરી અસર પણ થઈ શકે છે. જો હોસ્પિટલોમાંથી કોરોનાના સંક્રમણ લાગવા અથવા ટ્રાન્સપોર્ટેશન ન હોવાના ડરને લીધે સારવાર કરવામાં મોડું થાય કે, કોરોના ફેસિલિટી ન હોવાના કારણે સારવાર ન મળે તેવા કિસ્સામાં બાળક અને માતાને પ્રતિકૂળ અસર થઈ શકે છે.

સગર્ભાની સારવારના વિકલ્પ તરીકે મોનોક્લોનલ એન્ટિબોડીઝનો ઉપયોગ કરવો જોઈએ?

જે સારવાર સુચવાઈ હોય, પુરાવા આધારિત હોય અને માતાને બચાવવા મહત્વની હોય તેને રોકવી ન જોઈએ. ફાયદાઓ જોખમથી વધુ હોવા જોઈએ. મોનોક્લોનલ એન્ટિબોડીઝ સહાનુભૂતિના આધારે આપી શકાય છે.

કોરોનાના શંકાસ્પદ અથવા ચેપગ્રસ્ત ગર્ભવતી મહિલા કે બાળકને જન્મ આપનાર દર્દીમાં થ્રોમ્બોપ્રોફિલેક્સિસનું નિયંત્રણ કઇ રીતે કરી શકાય?

ગર્ભાવસ્થા એ એવી સ્થિતિ છે, જે સ્ત્રીને થ્રોમ્બોસિસ તરફ દોરી જાય છે. જ્યારે કોવિડ -19 પણ થ્રોમ્બોસિસનો પૂર્વભાસ આપે છે. એસિમ્પટમેટિક સગર્ભા સ્ત્રીઓ અને હળવા કોવિડ થ્રોમ્બોપ્રોફિલેક્સિસ ધરાવતા લોકોને સારવાર સૂચવવામાં આવતી નથી. થ્રોમ્બોપ્રોફિલેક્સિસ ટ્રીટમેન્ટ બધી કોવિડ-પોઝિટિવ સગર્ભા સ્ત્રીઓ અને ફક્ત પ્રસૂતિ માટે આવનાર મહિલાને રૂટિન ટ્રીટમેન્ટ તરીકે આપવામાં આવતી નથી. અલબત્ત, જો ગર્ભાવસ્થા દરમિયાન મધ્યમથી ગંભીર કોરોના હોય તો થ્રોમ્બોપ્રોફિલેક્સિસ ટ્રીટમેન્ટ કોવિડ મેનેજમેન્ટનો એક ભાગ ગણાય છે.

આ પણ વાંચો, શિક્ષિકાએ 500 રૂપિયામાં બનાવ્યું Eco Friendly Cooler, જાણો તમે ઘરે બેઠા કેવી રીતે બનાવી શકો

સામાન્ય સંજોગોમાં પણ અમે થ્રોમ્બોસિસના જોખમ માટે અમારા બધા દર્દીઓનું જન્મ પહેલાંના સમય તેમજ જન્મ બાદના સમયનું મૂલ્યાંકન કરીએ છીએ. જો કોઈ મહિલાને હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ કે સ્થૂળતા ધરાવતા લોકોની જેમ થ્રોમ્બોમ્બોલિઝમનું ઊંચું જોખમ હોય અથવા IVF ગર્ભવસ્થા હોય કે હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવું ગંભીર સંક્રમણ હોય, તેવા કિસ્સામાં જ અમે થ્રોમ્બોપ્રોફિલેક્સિસની સારવાર પર વિચાર કરીએ છીએ. અમારે કોરોનાગ્રસ્ત સગર્ભા અને પોસ્ટપાર્ટમ સ્ત્રીઓ માટે થ્રોમ્બોપ્રોફિલેક્સિસની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે વધુ ધ્યાન રાખવું પડે છે.

જે રસીને માન્યતા મળી છે તે રસીના ટ્રાયલમાં સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ કરાયો નથી, તો શું ગર્ભવતી સ્ત્રીઓએ રસી લેવી સલામત છે?

શરૂઆતમાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓને કોઈપણ રસીના ટ્રાયલમાં સમાવાયા ન હતા. પરંતુ કેટલીક સ્ત્રીઓ એવી પણ હોઈ શકે છે કે જેમણે ટ્રાયલમાં ગર્ભવતી હોવાની જાણ વિના રસી લીધી હોય. મોડર્ના, ફાઈઝર અને જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસીના કિસ્સામાં તેઓએ આવી મહિલાઓની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ રસીએ માતા અથવા બાળકને નુકસાન પહોંચાડ્યું નથી. તેમજ હાલના સંજોગોમાં રસીકરણના ફાયદા તેનાથી સંબંધિત જોખમોથી વધુ છે. તેથી સરકારે સગર્ભા સ્ત્રીઓને કોરોના રસી આપવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો, OMG: મનુષ્યના પેશાબથી કંપનીએ બનાવી Beer, 50 હજાર લીટર યૂરિનનો કરવામાં આવ્યો ઉપયોગ

ગર્ભવતી સ્ત્રીએ કોવિડથી બચવા માટે બીજી કઈ સાવચેતી રાખવી જોઈએ?

સગર્ભાએ માસ્ક પહેરવું જોઈએ, ઘરે હોય ત્યારે પણ તેના પરિવારના સભ્યોથી ડિસ્ટન્સ જાળવવું જોઈએ. મહિલા ઘરમાં હોય ત્યારે પણ ઘરની બહાર જતા અન્ય સભ્યોના કારણે સંક્રમણ લાગી શકે છે. મહિલાએ કોરોનાથી બચવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. જેનાથી તે પોતાને અને બાળકને સંક્રમણથી બચાવી શકે છે. સીમંત જેવા સમારંભ ટાળવા જોઈએ.

આ પણ વાંચો, Paper Bag Day 2021: જાણો આ દિવસનો ઈતિહાસ અને પર્યાવરણ બચાવવા તેનું મહત્ત્વ



શું કોવિડ જન્મજાત ખામીનું કારણ બને છે?

આ બાબતે વધુ અભ્યાસની જરૂર છે. કોરોનાના કારણે જન્મજાત ખામી થતી હોય તેવા પુરાવા અત્યારે મળ્યા નથી. પરંતુ આપણી પાસેનો મોટાભાગનો ડેટા એવી સગર્ભાઓનો છે જેમને ગર્ભાવસ્થાના બીજા કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં કોરોના સંક્રમણ લાગ્યું હોય. જો ગર્ભાવસ્થાના પ્રારંભિક ભાગમાં માતાને સંક્રમણ લાગ્યું હોય તો સામાન્ય રીતે જન્મજાત ખામીઓ થાય છે. તેથી આ પ્રશ્નોના જવાબ માટે આપણને વધુ ડેટાની જરૂર છે.
First published:

Tags: Ask the Doctor, Coronavirus, COVID-19, Pregnancy, Pregnant woman, Premature Babies, Thrombosis

આગામી સમાચાર