Home /News /lifestyle /

Artificial Sweeteners: બજારમાં મળતા સોફ્ટ ડ્રિંક્સથી સ્ટ્રોક, હાર્ટ ડિસીસ અને મૃત્યુનો ભય- રિસર્ચ

Artificial Sweeteners: બજારમાં મળતા સોફ્ટ ડ્રિંક્સથી સ્ટ્રોક, હાર્ટ ડિસીસ અને મૃત્યુનો ભય- રિસર્ચ

ફાઈલ તસવીર- shutterstock.com

કૃત્રિમ મિઠાશ ધરાવતા પીણાં (artificial sweeteners) આપણી લાંબી ઉંમરમાં બાધા સમાન છે. નેશનલ હેલ્થ સર્વે (NHS)ના આંકડાઓ પ્રમાણે આજે દર 6માંથી એક વ્યક્તિની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ છે.

  Artificial Sweeteners Diet Drinks linked to Heart and Stroke Risk: સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે માણસની ઉંમર કુદરત નક્કી કરે છે, ઘણાખરા અંશે આ વાત સાચી પણ છે. પણ ઉંમર અને સેહત પર આપણી ખાણીપીણી અને ડાયટ પણ ખૂબ અસર કરે છે તે વાત નકારી શકાય એમ નથી. હિન્દુસ્તાન ન્યુઝઝપેપરમાં છપાયેલા આર્ટિકલ પ્રમાણે, હવે એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છો કો આપણા દ્વારા લેવામાં આવતા પીણાં પણ આપણી ઉંમર પર અસર કરે છે. આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે કૃત્રિમ મિઠાશ ધરાવતા પીણાં (artificial sweeteners) આપણી લાંબી ઉંમરમાં બાધા સમાન છે. નેશનલ હેલ્થ સર્વે (NHS)ના આંકડાઓ પ્રમાણે આજે દર 6માંથી એક વ્યક્તિની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ છે. વર્ષ 2050માં આ સંખ્યા ચારમાંથી એકની થઈ જશે. જો કે આપણે લાંબી ઉંમર બાબતે હેલ પ્રગતિ કરી રહ્યા છીએ, પણ કેટલાક એવા કારણો છે જે રિસ્કમાં વધારો કરી રહ્યાં છે. આમાં વ્યક્તિની લાઈફસ્ટાઈલ અને ડાયટને લગતા કારણો સૌથી વધુ છે.

  આ શોધ થકી જાણવા મળ્યું છે કે કેટલાક પીણાં તમારી ઉંમરમાં ઘટાડો કરી શકે છે સાથે જ સ્ટ્રોકના રિસ્કમાં વધારો કરી શકે છે. આ માટે જો તમે વધુ જીવવા માંગતા હોવ તો આવા પીણાંઓની પસંદગી સમજી વિચારીને કરજો.

  80 હજારથી વધુ મહિલાઓ પર કરવામાં આવી સ્ટડી

  બીએચએફ એટલે બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન (British Heart Foundation)ને જાણવા મળ્યું છે કે કૃત્રિમ મિઠાશ ધરાવતા પીણાં (artificially sweetened drinks)ના સેવન અને સ્ટ્રેક, હાર્ટ ડિસીસ અને મૃત્યુ વચ્ચે સીધો સંબંધ છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે એક દિવસમાં 2થી વધારે ડાયટ પીણાં પાનાર મહિલાઓમાં આ વાતનો સૌથી વધુ ખતરો હોય છે. આ તારણ 80 હજારથી વધુ મહિલાઓ પર કરવામાં આવેલી સ્ટડી પર આધારિત છે. આ 80 હજાર મહિલાઓએ વુમેન હેલ્થ ઈનિશિએટિવ સ્ટડી (Women’s Health Initiative Overview Study)માં ભાગ લીધો હતો. 50 થી 79 વર્ષની પોસ્ટમેનોપોઝલ મહિલાઓ પર આ સ્ટડી કરવામાં આવી હતી. આ રિસર્ચ ન્યૂયોર્કમાં એલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિન (Albert Einstein College of Medicine)માં કરવામાં આવ્યું છે. આમાં ભાગ લેનાર લોકોના સ્વાસ્થની 12 વર્ષ સુધી દેખરેખ કરવામાં આવી.

  આ પણ વાંચો: વાયગ્રાની જેમ અસર કરે છે આ 7 વસ્તુઓ, ડાયટમાં સામેલ કરવાથી પાર્ટનર થઈ જશે એકદમ હેપ્પી

  સ્ટડીમાં શું સામે આવ્યું

  એક ડાયટ ડ્રિંક (Diet Drink)ના માપ રૂપે 12 12 ફલૂડ આઉંસ કેન (355 ml માન્ય કેનના આકાર 330 mlથી થોડું મોટું)નો ઉપયોગ કરવામાં આવ્યો. સ્ટડીમાં મોટાભાગની મહિલાઓ (64.1%) એ કહ્યું કે તેમણે ક્યારેય પણ કે પછી અઠવાડિયામાં એક થી ઓછી વકત ડાયટ ડ્રિંક અને ડાયટ કોલા (Diet Cola)નું સેવન નથી કર્યું. માત્ર 5.1% (4,196 લોકો)એ એક દિવસમાં 2 અથવા વધારે કૃત્રિમ મિઠાશવાળા ડ્રિંક્સ (artificially sweetened drinks)નું સેવન કર્યું. આ મહિલાઓમાં મેદસ્વીપણાની અને ઓછી કસરત કરવાની સંભઆવના વધુ હતી, જો કે સ્ટડીના પરિણામોમાં એવા કારણોને ધ્યાનમાં લેવામાં આવ્યા જે હાર્ટ ડિસીસ અને સ્ટ્રોક જેવા ખતરાને પ્રભાવિત કરે છે.

  એક અઠવાડિયામાં એક અથવા ઓછા ડાયટ પીણાં પીનારી મહિલાઓની તુલનામાં દિવસમાં બે અથવા વધુ પીણાં પીતી મહિલાઓમાં સ્ટ્રોકનું રિસ્ક 23 ટકા સુધી વધુ જોવા મળ્યું. બીજી તરફ કોરોનરી હાર્ટ ડીસીસ (coronary heart disease)નો ખતરો 29 ટકા સુધી વદુ અને મૃત્યુની સંભાવના 16 ટકા સુધીની જોવા મળી.

  આ પણ વાંચો: Aloe Vera: વજન ઘટાડવાથી લઇને 200 200થી વધુ બીમારી સામે રક્ષણ આપે છે એલોવેરા શરબત

  ઈસ્કેમિક સ્ટ્રોકના ખતરામાં વધારો

  જ્યારે જુદા જુદા પ્રકારના સ્ટ્રોક માટે વિશ્લેષણ કરવામાં આવ્યું, તો એક દિવસમાં 2 કે વધુ પીણાં પીતી મહિલાઓમાં ઈસ્કેમિક સ્ટ્ર્રોક (ischaemic stroke)નો ખતરો 31 ટકા સુધી જોવા મળ્યો. ઈસ્કેમિક સ્ટ્રોક સૌથી સામાન્ય પ્રકારનો સ્ટ્રોક છે, જે લોહીના ગઠ્ઠા (blood clot blocking) જામવાને કારણે થાય છે. આ સ્ટ્રોકને કારણે મગજની ધમનીઓને અસર પહોંચે છે.

  સંશોધનકર્તાઓને રક્તસ્ત્રાવી સ્ટ્રોક (hemorrhagic stroke)નું કોઈ રિસ્ક જોવા નથી મળ્યું, આ સ્ટ્રોક મગજમાં રક્તવાહિનીઓ ફાટવાને કારણે થાય છે. કૃત્રિમ મિઠાશ ધરાવતા પીણાં (artificially sweetened drinks)નાં સેવનથી થતા વિવિધ પ્રકારના સ્ટ્રોક વિશે જાણવા માટે આ પ્રથમ સ્ટડી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Health Drink, Health News, Healthy diet

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन