બીમારીની સારવારમાં કઈ દવા કારગર? હવે AI તે પણ શોધશે, અલ્ઝાઈમર પર પ્રયોગ સફળ

પ્રતીકાત્મક તસવીર

 • Share this:
  જોખમી રોગોના ઈલાજ સારવાર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence (AI)) આધારિત પદ્ધતિનો ઉપયોગ કારગર નીવડી રહ્યો છે. તાજેતરમાં સંશોધકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પદ્ધતિથી અલ્ઝાઈમરના  (Alzheimer) ઈલાજ માટે બજારમાં ઉપલબ્ધ દવાઓમાંથી કઈ દવા વધુ અસરકારક છે તે શોધી કાઢ્યું હતું.

  ચાલુ ઉપચાર પદ્ધતિમાં ગંભીર રોગની સારવારમાં આ પદ્ધતિ વધુ ઝડપી અને સસ્તી પડશે. નબળી પડી રહેલી ન્યુરોડિજનરેટિવ સ્થિતિમાં પણ ફાયદાકારક નીવડશે. મહત્વની વાત એ છે કે, દવા કઈ રીતે અસર કરે છે, કેટલી અસરકારક છે તેનું માપન કરી ઉપચાર ઝડપી બનાવશે.

  હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધનકર્તા આર્ટેમ સોકોલોવે જણાવ્યું હતું કે, "અલ્ઝાઇમર રોગ માટે એફડીએ દ્વારા માન્ય દવાઓને ફરીથી પ્રસ્તુત કરવી તે સારો વિચાર છે. જે અસરકારક સારવારને વેગ આપવા માટે મદદ કરી શકે છે. માન્યતા મળી ગઈ હોય તેવી દવાઓ માટે પણ ક્લિનિકલ ટ્રાયલ્સમાં નોંધપાત્ર સંસાધનોની જરૂર પડે છે. અલ્ઝાઇમર રોગવાળા દર્દીઓમાં દરેક દવાનું મૂલ્યાંકન કરવું અશક્ય બને છે."

  બ્લડ પ્રેશરથી લઈને સુગરને પણ કંટ્રોલમાં રાખે છે ભગવાન શિવના પ્રિય બિલિપત્ર, જાણો તેના ફાયદા

  તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, " જેનાથી અમે દવાઓને પ્રાધાન્ય આપવાનું માળખું બનાવ્યું છે, ક્લિનિકલ અધ્યયને સૌથી વધુ સક્ષમ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી છે.

  નેચર કોમ્યુનિકેશનમક પ્રકાશિત થયેલા અભ્યાસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની આધારિત ડ્રગ રીપર્પસિંગ ઇન અલઝાઇમર ડિસિસ(DIRAD)નો ઉલ્લેખ કરાયો છે. એકત્રિત કરાયેલા બહોળા ડેટાનું આંકલન કરી પેટર્ન ઓળખવા આ પાસું મહત્વનું છે. જ્યારે કોઈ દવાનો ઉપયોગ થયો હોય ત્યારે દર્દીના મગજને શું અસર થાય છે તે ડીઆરઆઈએડી માપે છે.

  ત્યાર બાદ આ પદ્ધતિ શું ડ્રગ દ્વારા સંબંધિત ફેરફારો રોગની તીવ્રતાના મોલેક્યુલર માર્કર્સ સાથે સંબંધ કરે છે કે નહીં? તે નક્કી કરે છે. આ પદ્ધતિથી વૈજ્ઞાનિકોને મગજના સેલમાં નુકસાન કરનાર અને સુરક્ષિત કરનાર દવાને શોધવામાં પણ ફાયદો થયો છે.

  અલગ અલગ બીમારીઓ માટે એફડીઆઈ દ્વારા મંજુર કરવમાં આવેલી 80 દવાઓને સ્ક્રીનીંગ કરવામાં આવી હતી અને સંધિવા અને લોહીના કેન્સરની સારવાર માટે ઘણી વપરાતી દવાઓની યાદી જાહેર કરાઇ હતી.
  Published by:Kaushal Pancholi
  First published: