Home /News /lifestyle /શું દીપિકાને એરિથમિયા હાર્ટની બીમારી છે? આ લક્ષણો દેખાય તો થઇ જાવો એલર્ટ, જે હાર્ટ એટેકનો કરે છે ઇશારો

શું દીપિકાને એરિથમિયા હાર્ટની બીમારી છે? આ લક્ષણો દેખાય તો થઇ જાવો એલર્ટ, જે હાર્ટ એટેકનો કરે છે ઇશારો

દિપીકા પીડાઇ રહી છે આ બીમારીથી?

arrhythmia symptom: આજકાલ અનેક પ્રકારની બીમારીઓથી લોકો પીડાતા હોય છે. જો કે દીપિકા પાદુકોણને બેચેની જેવી તકલીફ થતા બીજી વાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે દીપિકાને એરિથમિયાહાર્ટની બીમારી છે. તો જાણો આ બીમારી વિશે તમે પણ.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની આ દિવસોમાં તબિયત સારી નથી. મોડી રાત્રે બેચેનીની ફરિયાદ પછી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. બીજી વાર દીપિકાની તબિયત ખરીબ થઇ છે, આ પહેલા જૂનમાં દીપિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે આ વિશે એક્ટ્રેસના પરિવાર તેમજ ફેન્ડ્સ તરફથી કોઇ પણ પ્રકારની ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. હાલમાં દીપિકાની તબિયત સુધારા પર છે. દીપિકાની તબિયતને લઇને આ સમાચાર સામે આવતા ફેન્ડ્સે રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જ દીપિકા જલદી આ બીમારીમાંથી સાજી થાય એ માટે ફેન્ડ્સ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દીપિકાને એરિથમિયા હાર્ટની બીમારી છે.

    જાણો એરિથમિયા હાર્ટની બીમારી વિશે


    એરિથમિયા હાર્ટની બીમારીમાં ધબકારા રેટ અને રિધમમાં પ્રોબ્લેમ્સ થાય છે. આ સમસ્યા આજકાલ નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળી રહી છે. આમાં બેઠા-બેઠા જ ગભરામણ, બેચેની તેમજ શ્વાસ ચઢવા લાગે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર હાર્ટના ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સમાં ગડબડ હોવાને કારણે હાર્ટ બ્લડ સર્કુલેશન પણ બગડે છે.

    આ પણ વાંચો: દીપિકા પાદુકોણને ફરી હોસ્પિટલમાં ભરતી કરાવી

    આ માટે આ બીમારીને કોઇ પણ વ્યક્તિએ ઇગ્નોર કરવી જોઇએ. જો તમે આ સમસ્યાને ઇગ્નોર કરો છો તો તકલીફ વધારે થાય છે અને તમે જતા દિવસે મોટી સમસ્યામાં સપડાઇ શકો છો.

    જાણો એરિથમિયા હાર્ટના લક્ષણો


    આ બીમારી થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણી વાર ઇમોશનલ બ્રેક ડાઉનને કારણે પણ આ સમસ્યા થતી હોય છે. આ સાથે કોલેસ્ટ્રોલ, હાઇ તેમજ લો બીપીનું પણ આ કારણ બની શકે છે. આ બીમારીના લક્ષણોમાં ઇન્ફેક્શન, તાવ, ડિપ્રેશન, તણાવ, ડ્રેગ્સ જેવા શરાબ, કેફીન, ભાંગ તેમજ તંમાકુ ખાવાથી અને વધુ પ્રમાણમાં એક્સેસાઇઝ કરવાથી પણ આ બીમારીનો ભોગ બની શકાય છે.

    આ પણ વાંચો: પગમાં બહુ થાય છે દુખાવો? ચાલવામાં પડે છે તકલીફ?

    એરિથમિયા હાર્ટની સારવાર કેવી રીતે થાય


    એરિથમિયા હાર્ટની તકલીફના લક્ષણો તમને દેખાય તો તમે પહેલા જ ડોક્ટરનો સંપર્ક કરો. આ માટે ડોક્ટર ઇસીજી, હાર્ટ મોનિટર, બ્લડ ટેસ્ટ તેમજ બીજી તપાસ કરીને સારવાર કરતા હોય છે.



    આ માટે જરૂરી છે કે તમે તમારી લાઈફ સ્ટાઇલમાં બદલાવ લાવો. આ સાથે જ જો તમને કોઇ વ્યસન છે તો તમારે એ બંધ કરવું જોઇએ જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Deepika Padukone, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन