Home /News /lifestyle /શું તમે પણ છો મૂડ સ્વિંગ્સની સમસ્યાથી પરેશાન? તો આ આદતો અપનાવીને મેળવો છૂટકારો

શું તમે પણ છો મૂડ સ્વિંગ્સની સમસ્યાથી પરેશાન? તો આ આદતો અપનાવીને મેળવો છૂટકારો

પ્રતિકાત્મક તસવીર

મૂડ સ્વિંગની સમસ્યા મોટાભાગે સ્ત્રીઓ (Mood Swings in Woman)માં થતી હોય છે. પીરિયડ્સ, મેનોપોઝ અને પ્રેગનેન્સી દરમિયાન શરીરમાં હોર્મોનલ ચેન્જિસ આવે છે, જેના કારણે મૂડ સ્વિંગ વધારે થાય છે.

આજકાલની ભાગદોડ અને તણાવ ભરી જીંદગીમાં મૂડ સ્વિંગ્સ (Mood Swings) લગભગ દરેક વ્યક્તિ માટે મોટી સમસ્યા છે. ક્યારેક ખુશી, ક્યારેક ગુસ્સો તો ક્યારેક ઉદાસી જેવા અનેક શેડ્સ ક્ષણભરમાં તમને અનુભવાય છે, જેને મૂડ સ્વિંગ્સ કહેવાય છે. મૂડ સ્વિંગની સમસ્યા મોટાભાગે સ્ત્રીઓ (Mood Swings in Woman)માં થતી હોય છે. પીરિયડ્સ, મેનોપોઝ અને પ્રેગનેન્સી દરમિયાન શરીરમાં હોર્મોનલ ચેન્જિસ આવે છે, જેના કારણે મૂડ સ્વિંગ વધારે થાય છે.

ખાસ કરીને કોવિડ-19 બાદ લોકોમાં મૂડ સ્વિંગની સમસ્યા વધુ ગંભીર બની છે. મૂડ સ્વિંગ થવું એ સામાન્ય વાત છે, પરંતુ જો ઝડપથી મૂડ સ્વિંગ થાય તો તેને ગંભીરતાથી લેવું જરૂરી છે. વર્તનમાં ઝડપી પરિવર્તન માટે માનસિક અને હોર્મોનલ જેવા ઘણા કારણો હોઈ શકે છે. ચાલો જાણીએ કે મૂડ સ્વિંગને કેવી રીતે સ્વસ્થ આદતો (How to Control Mood Swings) દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

દિનચર્યા માટે બનાવો રૂટિન


જે લોકોને મૂડ સ્વિંગની સમસ્યા હોય છે તેઓએ દરરોજ માટે પોતાની દિનચર્યા નક્કી કરવી જોઇએ. હેલ્થલાઈન મુજબ, મૂડ સ્વિંગ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જ્યારે તે વ્યક્તિને વારંવાર ટ્રિગર કરે છે, ત્યારે તેના પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. જે લોકોને મૂડ સ્વિંગ્સ થાય છે તેઓ આખો દિવસ ખાવા-પીવા અને કામ કરવાની દિનચર્યા નક્કી કરી શકે છે. નિત્યક્રમ નક્કી કરવાથી તેમનો ગુસ્સો ઓછો થશે અને સમય અનુસાર વસ્તુઓ સેટ કરવાનું સરળ બનશે.

પૂરતી ઊંઘ લેવી જરૂરી


મૂડ સ્વિંગ્સ ધરાવતા લોકોને ઊંઘ ઓછી આવે છે. ઊંઘના અભાવે મૂડ સ્વિંગ પણ થઇ શકે છે. કોઈ પણ વ્યક્તિ માટે રાતની ઊંઘ જરૂરી છે, તેથી રાત્રે 6થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો.

ડાયટનું રાખો ધ્યાન


સંતુલિત અને સ્વસ્થ આહાર મૂડ સુધારવામાં મદદ કરી શકે છે. તે વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકાય છે જેમાં તેલ, મરચું અને મસાલા વધુ ન હોય. મરચાં કે મસાલાના વધુ પડતા ઉપયોગથી શરીર ગરમ થાય છે, જેનાથી ગુસ્સો અને અકળામણ વધી શકે છે. મૂડ સ્વિંગ્સથી છૂટકારો મેળવવા માટે આહાર પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.

તણાવથી રહો દૂર


તણાવને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. જો કે તણાવથી બચવું સહેલું નથી. પરંતુ જે લોકોનો મૂડ સ્વિંગ્સ હોય છે તેઓ તણાવથી દૂર રહેવાનું વધુ સારું રહેશે. તણાવ ઓછો કરવા માટે, સંગીત સાંભળવું, ચાલવું અથવા યોગ કરવા હિતાવહ છે.
First published:

Tags: Health care, Lifestyle

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन