Home /News /lifestyle /તમારી ઉંમર 30 વર્ષ થઈ ગઈ? તો આ 4 વસ્તુઓના સેવનથી દૂર જ રહેવું, નહીંતર થઈ શકે આવી તકલીફ

તમારી ઉંમર 30 વર્ષ થઈ ગઈ? તો આ 4 વસ્તુઓના સેવનથી દૂર જ રહેવું, નહીંતર થઈ શકે આવી તકલીફ

30 વર્ષ બાદ આ વસ્તુઓના સેવનથી દૂર જ રહેવું

ઉંમર સાથે માનવ શરીર પણ બદલાય છે. વધતી ઉંમર સાથે જવાબદારીઓ વધે છે, જેના કારણે આપણે ઘણા કાર્યો કરવા પડે છે.

  ઉંમર સાથે માનવ શરીર પણ બદલાય છે. વધતી ઉંમર સાથે જવાબદારીઓ વધે છે, જેના કારણે આપણે ઘણા કાર્યો કરવા પડે છે. જોકે, તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવો એટલું સરળ નથી. જેથી આપણે જે ચાલે છે, તે ચાલવા દઈએ છીયે. પરંતુ આવું કરવું યોગ્ય નથી. ઉમર વધવાની સાથે ખાનપાનની અમુક આદતોમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. જેથી આજે અહી 30 વર્ષની ઉમર બાદ કઈ વસ્તુનું સેવન નુકશાન કરી શકે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

  વધતી ઉંમર સાથે તમારી જીવનશૈલીમાં પરિવર્તન લાવવું ખૂબ જ મહત્વનું બની જાય છે, કારણ કે, આપણા શરીર, આરોગ્ય અને ક્ષમતા પર તેની અસર થાય છે. 30 વર્ષની ઉંમર પછી વ્યક્તિના જીવનમાં ઘણા પરિવર્તન આવે છે. આ પરિવર્તનોની સાથે આપણે આપણા ખાનપાનની ટેવ પર પણ નિયંત્રણ લાવવાની તાતી જરૂર હોય છે. આ ઉંમરે પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ અને પૌષ્ટિક તત્વોથી ભરપુર ડાયટ લેવી જોઇએ. આજકાલ લોકો બહારના ફુડ્સ ખાસ કરીને જંકફુડ ખાવાની ટેવ વધારે ધરાવતા હોય છે.

  બર્ગર

  અમુક લોકોને સતત બર્ગર અને ફ્રેંચફ્રાઈસ ખાવાની ખુબ ટેવ હોય છે, જે તેમના માટે આગળ જતા સમસ્યા બની શકે છે. આ પ્રકારના ખોરાકમાં ઓમેગા -6 ફેટી એસિડ અને સોડિયમ જેવી વસ્તુઓનું પ્રમાણ વધુ હોય છે. આ બંને વસ્તુઓ શરીર માટે હાનિકારક છે. જેના કારણે હાર્ટ એટેક ઉપરાંત અન્ય ઘણી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. એક બર્ગરને પચવામાં લગભગ 24 થી 72 કલાક સુધીનો સમય લાગે છે. બર્ગરમાં રહેલા હાનિકારક ટ્રેંસફેટને પચાવવામાં શરીરને 51 દિવસ સુધી લાગી શકે છે.

  એનર્જી ડ્રિંક્સ

  શું એનર્જી ડ્રીંકથી ખરેખર એનર્જી વધે છે ? એનર્જી ડ્રીંક પીવાથી માનસીક અને શારીરીક ઉર્જા વધે અને વ્યક્તિ ખૂબ સ્પીડમાં કામ કરવા લાગે તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા નથી. એનર્જી ડ્રીંકમાં 100mlમાં 294mg કેફીન આવેલું હોય છે. જે અલગ અલગ બ્રાંડ પ્રમાણે બદલાતું રહેતું હોય છે. રીસર્ચ પ્રમાણે દિવસ દરમિયાન 400 mg સુધી કેફીન લેવામાં આવે તો તે વધારે નુકસાન કરતું નથી, પણ વ્યક્તિ એક દિવસમાં એકથી વધુ એનર્જી ડ્રિંક્સ પીતા હોય તો શરીરમાં કેફેનની માત્રામાં વધારો થાય છે. જે તેના શરીર માટે ખુબ જ હાનિકારક સાબત થાય છે. આ પ્રકારના એનર્જી ડ્રિંક્સના વધુ પડતા સેવનને કારણે દાંત અને હાડકાને પણ નુક્શાન થાય છે.

  લાલ માંસ

  લાલ માંસ કે જેને રેડ મીટ પણ કહેવામાં આવે છે. રાંધતા પહેલા જે માંસ લાલ હોય તેને લાલ માંસ તરીકે ઓળખવામાં આવે છે. તે મોટે ભાગે સસ્તન પ્રાણીઓનું માંસ હોય છે. લાલ માંસમાં ગૌમાંસ, ડુક્કરનું માંસ, ઘેટાં, મટન, બકરી, વાછરડાનું માંસ અને હરણનું માંસ શામેલ છે. આવા પ્રકારના માંસમાં કેલેસ્ટ્રોલનું પ્રમાણ ખુબ વધારે હોય છે. જે શરીરને નુક્શાન પહોચાડે છે. આ સાથે જ સોડિયમના વધુ પડતા પ્રમાણથી બ્લડપ્રેશરની સમસ્યામાં વધારો થાય છે. વિશ્વમાં લાલ માંસના સેવનથી કોલોરેક્ટલ કેન્સર તેમજ આંતરડાના કેન્સરનું પ્રમાણ વધ્યું છે, માંસનું સેવન પુરુષોમાં કોલોરેક્ટલ કેન્સરના વધતા જોખમ સાથે સંકળાયેલું છે. વધતી ઉંમર સાથે શરીરની પાચનક્રીયા અને પાચન શક્તિમાં પણ ઘટાડો થાય છે. જેના કારણે શરીર માંસ પચાવવામાં પણ અસક્ષમ રહે છે.

  સોડા ડ્રીંક્સ

  તમે જે કઈ પણ આહાર લો છો, તેની અસર તમારા દાંત અને પેઢા પર ચોક્કસપણે જોવા મળે છે. અમુક આહાર દાંતને મજબુત બનાવે છે, જયારે અમુક આહાર દાંતને નબળા પાડે છે. સોડા, ડાયેટ સોડા અને સ્વીટ ડ્રીંક્સ, એનર્જી ડ્રીંક્સ દાંતોની તંદુરસ્તીને ખુબ નુકસાન પહોંચાડે છે. આવો આહાર લેવાથી કાર્ડિયોવાસ્કુલર ડીસીઝ, મેદસ્વિપણું, ઈન્સ્યુલ્યીન રેઝિસ્ટન્સ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આ ડ્રીંક્સમાં જોવા મળતું એસીડ દાંતમાં કેવીટી પેદા કરે છે. બેક્ટેરિયા પણ ફેલાવે છે. અને દાંતના ઈનેમલના લેયરને પણ નુકસાન પહોચાડે છે. શરીરમાં એસીડીટી પણ પેદા કરે છે. સોફ્ટ ડ્રીંક્સ અને સુગર શરીર માટે ખુબ જ હાનિકારક છે. કોલ્ડ ડ્રીંક્સમાં સાયટ્રીક એસીડ જોવા મળે છે. જે ટૂથ ઈનેમલને નુકસાન પહોચાડે છે. દાંતનું કેલ્શિયમ ઘટી જાય છે. જેથી ડોક્ટર્સ એસીડીક પીણા પીધા બાદ તુરંત જ બ્રશ કરવાની સલાહ આપે છે. આ પ્રકારની કોલ્ડ ડ્રિંક્સ અને સોડાને કારણે બ્લડ પ્રેશરની સમસ્યામાં વધારો થાય છે અને તે લાંબાગાળે હાર્ટઅટેકનું પણ કારણ બને છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Health News, Health news gujarati, Healthy lifestyle, Lifestyle tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन