Home /News /lifestyle /AR Rehman Birthday: 25 વર્ષની વયે વિચારતા સ્યુસાઇડ કરવાનું, લક્ષણો જાણી લેશો તો કોઇની જીંદગી બચાવી શકશો
AR Rehman Birthday: 25 વર્ષની વયે વિચારતા સ્યુસાઇડ કરવાનું, લક્ષણો જાણી લેશો તો કોઇની જીંદગી બચાવી શકશો
એ.આર.રહેમાન ભણવામાં નબળા હતા.
AR Rehman Birthday: આજ રોજ એ.આર.રહેમાન પોતાનો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. રહેમાનના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ રહ્યા છે. જો કે પિતાના મૃત્યુ પછી એમને એક સમયે સ્યુસાઇડ કરવાનો વિચાર પણ આવ્યો હતો. તો જાણો તમે પણ આત્મહત્યા કરવાના વિચારો વ્યક્તિને ક્યારે આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સંગીતકાર એ.આર.રહેમાનનો આજે બર્થ ડે છે. 6 જાન્યુઆરી 1967ના રોજ એ.આર.રહેમાનનો જન્મ થયો હતો. આમ તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે એ.આર.રહેમાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, મારા જીવનમાં એક એવો તબક્કો આવ્યો હતો જેમાં તમને પોતાના જીવનનો અંત આણવાના વિચાર આવતા હતા. ઉલ્લેખનીય છે કે રહેમાને પીટીઆઇ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે 25 વર્ષ સુધી મને આપઘાત કરી લેવાના વિચારો આવતા હતા, કારણકે મેં મારા પિતાને ગુમાવી દીધા હતા. આ સાથે જ બીજી અનેક સમસ્યાઓ પણ ચાલી રહી હતી.
એ.આર.રહેમાનની એક વાત જાણીને તમને નવાઇ લાગશે કે રહેમાન ભણવામાં નબળા હતા. આ સાથે જ શિક્ષકોના ઠપકા અને ઓછા માર્ક્સ આવવાને કારણે તેઓ અનેક વાર શરમમાં મુકાતા હતા. આમ, જો વાત કરીએ તો અનેક લોકોના જીવનમાં કોઇને કોઇ ઘટના એવી બનતી હોય છે જેમાં વ્યક્તિ પોતે ક્યારેકને ક્યારેક નિરાશ થઇ જાય છે.
જાણો આત્મહત્યાના વિચારો કેમ આવી શકે છે
આત્મહત્યાના વિચારો અનેક લોકોના મનમાં આવતા હોય છે. જો કે આ પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પરંતુ જો તમે સામેની વ્યક્તિના આ વિચારોને ઓળખી કાઢો છો તો કોઇની જીંદગી બદલાઇ જાય છે. ઘણાં લોકોની લાઇફ સતત સ્ટ્રેસફુલ હોય છે જેના કારણે એમને આત્મહત્યાના વિચારો આવતા હોય છે. આ સમય એક એવો છ જેમાં પરિવારની સૌથી મોટી મદદ જોઇતી હોય છે.
આ સાથે જ જે વ્યક્તિના આ ટાઇપના વિચારો આવે છે તેઓ હંમેશા નિરાશાજનક વાતો કરતા હોય છે. એમની વાતો પરથી તમને જાણ થાય છે કે આનાં મગજમાં કંઇ ખરાબ ચાલી રહ્યું છે...આ સાથે જ મનમાં વિચારો પણ ખોટા ચાલી રહ્યા છે..એવામાં તમે એ વ્યક્તિને મળો અને એનું કાઉન્સિલિંગ કરીને કોઇનું જીવ બચાવી શકો છો.
જ્યારે વ્યક્તિને સ્યુસાઇડના વિચારો આવે ત્યારે એનું વર્તન વારંવાર બદલાતુ રહે છે. આ સમયે પણ તમે કોઇ વ્યક્તિને મદદરૂપ થઇને એને નવી જીંદગી જીવતા શીખવાડી શકો છો.
આ સાથે જ આત્મહત્યાના વિચારો પાછળ ડિપ્રેશન, ફેમિલીમાં કોઇનું અચાનક મોત, ગુસ્સો આવે ત્યારે કંટ્રોલ ના થવો, વ્યક્તિ કોઇ ત્રાસમાંથી પસાર થતી હોય..આ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. આમ જો તમે આ સમયે કોઇ પણ વ્યક્તિને મદદરૂપ થાવો છો તો એની જીંદગીમાં એક નવો મુડ આવે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર