પ્રેગનેન્ટ મહિલાના ઘરને સજાવો આવી રીતે, શાંત-હસમુખ બાળકનો થશે જન્મ

News18 Gujarati
Updated: February 6, 2018, 10:49 PM IST
પ્રેગનેન્ટ મહિલાના ઘરને સજાવો આવી રીતે, શાંત-હસમુખ બાળકનો થશે જન્મ

  • Share this:
વાસ્તુશાસ્ત્રમાં એવી અનેક વસ્તુઓ બતાવવામાં આવી છે જેનાથી લોકોના જીવનમાં ખૂબ સુધારો આવી શકે છે. જેમાં મહિલાઓ સંબંધિત અનેક વાતો બતાવવામાં આવી છે. જેનો અમલ કરવાથી તેમની લાઇફમાં સુખ આવી શકે છે. ગર્ભાવસ્થા કોઇ પણ મહિલાના જીવનમાં ખૂબ મહત્વ રાખે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રેગનન્ટ મહિલાઓની કાળજીને લઇને અનેક સાવધાનીઓ બતાવવામાં આવી છે. પરંતુ અનેકવાર કોઇ એવી ભૂલ તમારા સપનાઓને ચકનાચૂર કરી શકે છે. આ પરિસ્થિતિમાં જો વાસ્તુની કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો મહિલા અને બાળકોની તબિયત સારી રહે છે અને બાળક ગુણવાન અને બુદ્ધિશાળી બને છે.

મોરપંખ
મોરપંખ ભગવાન કૃષ્ણ સાથે સંબંધ ધરાવે છે. જેને કારણે તેને પવિત્ર માનવામાં આવે છે. એવામાં ઘરના મંદિરમાં અથવા ગર્ભવતી મહિલાના કમરામાં મોર પંખ રાખવાથી મા અને બાળકની તબિયત પર ખૂબ સારો પ્રભાવ પાડે છે.

ભગવાન કૃષ્ણ અને માતા યશોદા
ગર્ભવતી મહિલાના રૂમમાં ભગવાન કૃષ્ણ અને દેવી યશોદાની તસવીર લગાવવી જોઇએ. ધ્યાન રાખવામાં આવે કે આ પ્રકારની તસવીર પર ગર્ભવતી મહિલાની પ્રથમ નજર પડવી જોઇએ.

હસતા બાળકોની તસવીરગર્ભવતી મહિલાના રૂમમાં હસતા બાળકોની તસવીરો લગાવવાને ખૂબ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી બાળકોનો સ્વભાવ શાંત અને હસમુખ થાય છે.

ગુલાબી રંગની તસવીર
ગુલાબી રંગ ખુશી અને આનંદનું પ્રતિક માનવામાં આવે છે. એવામાં ગર્ભવતી મહિલાના રૂમમાં આ રંગની કોઇ મોટી તસવીર લગાવવી ખૂબ શુભ માનવામાં આવે છે,

સફેદ રંગની તસવીર
સફેદ રંગને શાંતિ અને સારા સ્વાસ્થ્યનું પ્રતિક માનવામાં આવે છે. આ રંગની કોઇ તસવીર અથવા શો પીસ રૂમમાં રાખવાથી માતા અને બાળકનું સ્વાસ્થ્ય સારુ રહે છે.

પીળા ચોખા
પીળા ચોખા શુભ સંકેત બતાવે છે. એવામાં ગર્ભવતી મહિલાઓના રૂમમા પીળા ચોખા રાખવા યોગ્ય છે જેનાથી બાળકો પર કોઇ પ્રકારની નકારાત્મકતાની અસર થતી નથી.

તાંબાની કોઇ વસ્તુ
તાંબું ખરાબ નજરો અને નકારાત્મકતાને દૂર કરી સકારાત્મકતાને વધારે છે. તાંબાની કોઇ વસ્તુ ગર્ભવતી મહિલાના રૂમમાં રાખવાથી રૂમમાં પોઝિટિવ એનર્જી વહેતી રહે છે.

વાસ્તુ દેવની મૂર્તિ અથવા તસવીર
અનેકવાર રૂમની ખોટી વાસ્તુ પણ મા અને બાળકો પર ખરાબ અસરો પાડે છે. એવામાં રૂમમાં વાસ્તુ દેવની મૂર્તિ અથવા તસવીર રાખવાથી તેની કોઇ અસર થશે નહીં.
First published: February 6, 2018, 10:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading