ટાલની જગ્યાએ લગાવો ડુંગળીનાં રસનો પ્રયોગ જુઓ શું કરશે ચમત્કાર
News18 Gujarati Updated: December 4, 2019, 11:21 PM IST

પ્રતિકાત્મક તસવીર
એક ચમચી બારીક વાટેલુ મીઠું, એક ચમચી કાળા મરી, પાંચ ચમચી નાળિયેરનું તેલ મેળવીને ટાલ પડેલી જગ્યા પર લગાડવાથી વાળ આવે છે.
- News18 Gujarati
- Last Updated: December 4, 2019, 11:21 PM IST
બેઠાડું જીવન અને ફાસ્ટફૂડની (fastfood) ટેવથી તમારુ શરીર વધે છે સાથે સાથે તમારા વાળ ( Hair) પણ ખરવા લાગે છે. આ જ કારણથી નાની ઉંમરે ટાલ પડવા લાગે છે. એટલું જ નહીં તાણ અને અન્ય માનસીક તકલીફો પણ વધવા લાગે છે. અમે તમને એવી કેટલીક ઘરગથ્થુ ટિપ્સ (home remedi) જણાવીએ જેનાંથી તમારી ટાલની સમસ્યામાંથી છૂટકારો મળી જશે.
ટાલની સમસ્યામાંથી છૂટકારો મેળવવાની ટિપ્સ
એક ચમચી બારીક વાટેલુ મીઠું, એક ચમચી કાળા મરી, પાંચ ચમચી નાળિયેરનું તેલ મેળવીને ટાલ પડેલી જગ્યા પર લગાડવાથી વાળ આવે છે.વાળ જ્યાંથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુંગળીનો રસ લગાવવાથી પણ વાળ આવવા લાગે છે.
સફેદ ખારો 20 ગ્રામ લઈ છ ગ્રામ કાગજી લીંબુના રસને ખલમાં પીસી લો. આ મિશ્રણને ટાલના ભાગે લગાવી દો. બે કલાક પછી સાબુથી ધોઈ નારિયળનું તેલ લગાવી દો. આ સસ્તો અને સરળ નુસખો ક્યારેય ફેલ નથી થતો.
વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા હોય તો લસણનો વધારે પ્રયોગ કરો.અડદની દાળને ઉકાળીને પીસી લો. અને તેને સુતા સમયે ટાલની જગ્યાએ લેપ કરો.
લીલી કોથમીરનો લેપ કરવાથી પણ વાળ આવવા લાગે છે
દાડમનાં પાનને પાણીમાં વાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલિયાપણું દુર થાય છે.
પા કપ ડુંગળીના રસમાં એક ચમચી મધ મિક્ષ કરવું અને આ મિશ્રણને વાળના મૂળમાં લગાવવું. વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે. સાથે જ ટાલ પર પણ વાળ ઉગશે.