Home /News /lifestyle /ઓ બાપ રે! ખૂબ જ ઝેરી હોય છે સફરજનનું બીજ, ખાવાથી થઇ શકે છે મોત
ઓ બાપ રે! ખૂબ જ ઝેરી હોય છે સફરજનનું બીજ, ખાવાથી થઇ શકે છે મોત
સફરજન ઉપરાંત એપ્રિકોટ, ચેરી, આડુ, પ્લમ જેવા ફળોના બીજ પણ જીવલેણ બની શકે છે.
Apple seeds : બીજ એટલું ખતરનાક હોય છે કે તેને ખાવાથી તમારો જીવ પણ જઇ શકે છે. જો કે જો તમે ભૂલથી એક કે બે બીજ ખાઇ ગયા હોય તો ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમે વધુ માત્રામાં તેના બીજ ચાવીને ખાધા છે તો તેનાથી તમારુ સ્વાસ્થ્ય લથડી શકે છે.
Apple Seeds Can Be Poisonous: કહેવામાં આવે છે કે દરરોજ એક સફરજનનું સેવન કરવામાં આવેતો આપણે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. પરંતુ આ ફળ જેટલું ફાયદાકારક છે, તેનું બીજ સ્વાસ્થ્યને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે. જી હા, વિશેષજ્ઞોએ જણાવ્યા અનુસાર, તેમાં કેટલાંક એવા તત્વો હોય છે જે વધુ માત્રામાં શરીરમાં જાય તો વ્યક્તિનું મોત પણ થઇ શકે છે.
સફરજનના બીજમાં એમિગ્ડાલિન (amygdalin)નામના પ્લાન્ટ કંપાઉન્ડ હોય છે જે સાઇડનાઇડ (Cyanide) રીલીઝ કરે છે. જણાવી દઇએ કે સાઇનાઇડ એક હાનિકારક ઝેર છે. જો માણસની ડાયજેસ્ટિવ સિસ્ટમમાં રહેલા એન્ઝાઇમના સંપર્કમાં તે આવી જાય તો વ્યક્તિ કોમામાં જઇ શકે છે અથવા તો તેનું મોત પણ થઇ શકે છે.
એક્સપર્ટ્સે જણાવ્યા અનુસાર સફરજનનું બીજ એટલું ખતરનાક હોય છે કે તેને ખાવાથી તમારો જીવ પણ જઇ શકે છે. જો કે જો તમે ભૂલથી એક કે બે બીજ ખાઇ ગયા હોય તો ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમે વધુ માત્રામાં તેના બીજ ચાવીને ખાધા છે તો તેનાથી તમારુ સ્વાસ્થ્ય લથડી શકે છે. ઓછી માત્રામાં સફરજનના બીજ ખાઇ લેવાથી ચક્કર, માથાનો દુખાવો, પેટમાં દુખાવો અથવા નબળાઇ જેવા લક્ષણો જોવા મળે છે.
ક્યારે બને છે જીવલેણ
જણાવી દઇએ કે 1 ગ્રામ સફરજનના બીજમાં 4 એમજી એમિગ્ડાલિન કંટેન્ટ હોય છે. જ્યારે તેમાં આશરે 0.6 એમજી સાઇનાઇટ હોય છે. જે ખૂબ જ ઓછુ છે. જ્યારે સાઇનાઇટનો 50થી 300 મિલિગ્રામ ડોઝ જીવલેણ સાબિત થઇ શકે છે. એટલે કે 85થી 500 સફરજનના બીજ ખાવાથી માણસનું મોત થઇ શકે છે અથવા તો તે કોમામાં જઇ શકે છે.
તમને જણાવી દઇએ કે સફરજન ઉપરાંત એપ્રિકોટ, ચેરી, આડુ, પ્લમ જેવા ફળોના બીજ પણ જીવલેણ બની શકે છે. જો કે આ બીજની ઉપર એક મજબૂત કોટિંગ હોય છે. જેનાથી એમિગ્ડાલિન તત્વ સરળતાથી બહાર આવી શકતા નથી અને તેની અંદર જ રહી જાય છે.
સાઇનાઇડ કેટલું નુકસાનકારક
હકીકતમાં સાઇનાઇડ પાચન તંત્રમાં રહેલા એન્ઝાઇમના સંપર્કમાં આવતા જ હાર્ટ અને બ્રેઇનને નુકસાન પહોંચાડવાનું કામ શરૂ કરી દે છે. તે શરીરમાં ઓક્સિજનનો સપ્લાય અવરોધે છે અને તેવામાં વ્યક્તિ કોમામાં જઇ શકે છે. વધુ સમય માટે કોમામાં રહેવાથી તેનું મોત પણ થઇ શકે છે. વધુ માત્રામાં સાઇનાઇડનું સેવન કરવામાં આવે તો તનાથી દિલની ધડકન વધી જાય છે અને બ્લડ પ્રેશર લૉ થઇ શકે છે. તેવામાં વ્યક્તિ બેભાન પણ થઇ શકે છે અને ધીરે ધીરે હાર્ટ અને બ્રેઇન કામ કરવાનું બંધ કરી દે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર