એપ્પલ બાસુંદી, સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ સુધારશે #Recipe

 • Share this:
  એપ્પલ બાસુંદી

  સામગ્રી :

  1 લીટર દૂધ
  1 કપ ખાંડ
  2 સફરજન
  2 ચમચી ઘી
  ચપટી ઈલાયચીનો પાવડર
  બદામ-પીસ્તાની કતરી

  બનાવવાની રીત :
  સફરજનની છાલ કાઢી તેના મોટા ટુકડા કરી લો. પછી એક કડાઈમાં ખાંડ અને થોડું પાણી નાંખી, એક તારની ચાસણી બનાવી તેમાં સફરજનના ટુકડા નાંખી 2 મિનિટ રાખી, ગેસ પરથી ઉતારી લેવું. સફરજન ઠંડા થાય પછી મિક્સરમાં તેની અધકચરી પેસ્ટ બનાવી઼ લો.
  પછી એક મોટી તપેલીમાં ઘી લગાડી દૂધ ઊકળવા મુકી દૂધમાં ઉભરો આવે પછી ધીમા તાપે દૂધ ઊકળવા મુકવું. થોડી-થોડીવારે દૂધ હલાવતા રહેવું જેથી તપેલીમાં દૂધ ચોટે નહી.દૂધ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં સફરજનની પેસ્ટ અને વધેલી ખાંડની ચાસણી નાંખી, 10 મિનિટ ઉકાળી ગેસ પરથી ઉતારી ઈલાયચી પાવડર અને બદામ અને પીસ્તાની કતરી નાંખી ફ્રિઝમાં મૂકી ઠંડી કરી સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ એપ્પલ બાસુંદી
  Published by:Bansari Shah
  First published: