કામેચ્છા મંદ પડી જાય તો સફરજન અને આદુ કરી શકે છે મદદ, અહીં જાણો કઈ રીતે

(Image, Credits: Shutterstock)

Sexual news- કોરોના મહામારી અને વ્યસ્ત લાઇફ સ્ટાઇલના કારણે ઘણા પુરુષોની કામેચ્છા (Libido) ઓછી થઈ છે. ઘણા કપલ કામેચ્છા ઓછી થઈ હોવાની ફરિયાદો કરે છે

  • Share this:
કોરોના મહામારી અને વ્યસ્ત લાઇફ સ્ટાઇલના કારણે ઘણા પુરુષોની કામેચ્છા (Libido) ઓછી થઈ છે. ઘણા કપલ કામેચ્છા ઓછી થઈ હોવાની ફરિયાદો કરે છે. આ સમસ્યાનો ઉકેલ પ્રકૃતિ પાસે છે. ઘણા કામોત્તેજક પદાર્થો કુદરતમાં સમાયેલા છે. જે પૈકીનો એક પદાર્થ છે આદુ (Ginger). સેક્સ ડ્રાઈવને વધારવા માટે આદુનો પ્રયોગ થતો આવ્યો છે. જોકે, આદુને જેમ જ સફરજન (Apple) પણ આ બાબતે શ્રેષ્ઠ વિકલ્પ છે. કામેચ્છા વધારવા માટે આદુનો ઉપયોગ ભારત સહિત એશિયામાં 4,000 વર્ષથી થતો આવ્યો છે. સંસ્કૃતમાં તેને શ્રીંગવેરા કહેવાય છે. આદુમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે. જે શરીરને ક્રોનિક રોગો સામે લડવામાં મદદ કરે છે. તે શુક્રાણુઓના DNA અને ગુણવત્તાનું રક્ષણ કરે છે.

સફરજનનો પ્રયોગ

સફરજનમાં ઘણા પોષક તત્વો હોય છે. જેથી સફરજન બીમારીઓને દૂર રાખે છે. બીમારીઓ સાથે લડવાની સાથે સફરજન કામેચ્છા વધારવા પણ મદદરૂપ બને છે. સેક્સ્યુઅલ હેલ્થ પર સફરજન ખાવાથી થતી અસર અંગે ઇટાલીમાં એક અભ્યાસ થયો હતો. જેમાં જાણવા મળ્યું કે, દર અઠવાડિયે બેથી વધુ સફરજન આરોગતી સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓની સરખામણીમાં વ્યક્તિગત અને આત્મીય બાબતે વધુ યૌન સંતુષ્ટ હોય છે. સફરજનમાં ફિમેલ સેક્સ હોર્મોન એસ્ટ્રાડીઓલ જેવા જ ફ્લોરીડઝીન તત્વ હોય છે. આ ઉપરાંત સફરજનમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી અને મિનરલ્સ મળી આવે છે. એકંદરે સફરજનને તમારા આહારમાં ઉમેરવાથી ફાયદો થશે.

આ પણ વાંચો - ખાંડની જગ્યાએ ખાવ દેશી ખાંડ, સ્વાસ્થ્યને થશે અનેક ફાયદાઓ

તમારા સામાન્ય ડાયટ પર ધ્યાન આપો

કામેચ્છા વધારતા ખાદ્ય પદાર્થોને મામલે ઘણા સવાલ ઉભા થાય છે. તત્કાલ કામેચ્છા વધારવાની વાત આવે એટલે ડોકટર્સ દ્વારા તેની અસરકારકતા પર સવાલ ઉઠાવવામાં આવે છે. દા.ત. તરબૂચ ખાવાથી પુરુષોના ટેસ્ટોસ્ટેરોન પર અસર થાય છે. જોકે, અસર અનુભવવા માટે કોઈ સામાન્ય પુરુષે એક દિવસમાં બેથી ત્રણ તરબૂચ ખાવા પડે.

ઉંમર વધવાની સાથે ગુપ્તાંગ સંકોચાય જાય છે. સ્ત્રીઓમાં મોનોપોઝ બાદ વાલ્વનું કદ ઘટે છે. જ્યારે પુરુષો ગુપ્તાંગના કદ અને ઈરેકટાઇલ ફંક્શન પર અસર થાય છે. આવી સ્થિતિ સામે લડવા માટે સંતુલિત અને એન્ટી ઓક્સિડેન્ટ ખોરાકની જરૂર પડે છે.
First published: