Home /News /lifestyle /આડેધડ એન્ટિબાયોટિક્સ દવાઓ લેતા લોકો ચેતજો, અનેક ગંભીર સમસ્યાઓને નોંતરું, જીવ જોખમમાં ન મુકશો

આડેધડ એન્ટિબાયોટિક્સ દવાઓ લેતા લોકો ચેતજો, અનેક ગંભીર સમસ્યાઓને નોંતરું, જીવ જોખમમાં ન મુકશો

antibiotic medicine

ANTIBIOTICS: એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ અથવા બિનજરૂરી વપરાશ આરોગ્યની ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. જે નીચે મુજબ છે.

(બેંગ્લોરની એસ્ટર સીએમઆઈ હોસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસિનના સીનિયર કન્સલ્ટન્ટ ડો. બિંદુમથી પી.એલ. ના નિર્દેશનુસાર લખાણ)

એન્ટિબાયોટિક્સ એન્ટિમાઇક્રોબાયલ હોય છે. જેનો ઉપયોગ બેક્ટેરિયા સામે લડવા માટે કરવામાં આવે છે. જેનાથી બેક્ટેરિયાને મારી નંખાય છે અથવા તેની ઉત્પત્તિને દબાવી દેવામાં આવે છે. જોકે, ટેકનોલોજીના આગમન અને માહિતીની સરળ સુલભતાના કારણે ઘણા લોકો હવે પ્રિસ્ક્રિપ્શન વિના આ દવાઓ લેતા હોય છે, જેના કારણે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અને આડઅસરોને લગતા કેસોની સંખ્યામાં વધારો થયો છે.

એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ અથવા બિનજરૂરી વપરાશ આરોગ્યની ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. જે નીચે મુજબ છે.

આંતરડાના બેક્ટેરિયાને અપસેટ કરી શકે: ઘણા બેક્ટેરિયા આંતરડામાં સંતુલન જાળવવામાં મદદ કરે છે. તે યોગ્ય પાચન અને રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. તેને ગટ ફ્લોરા તરીકે ઓળખવામાં આવે છે. એન્ટિબાયોટિક્સના સેવન અથવા વધુ પડતા ઉપયોગથી આંતરડામાં અસંતુલન પેદા થઈ શકે છે અને આ બેક્ટેરિયાનો મોટો હિસ્સો નાશ પામે છે. જેના કારણે આરોગ્યને લગતી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ઝાડા: ઘણા લોકો બાળકોને સામાન્ય શરદી અથવા ફ્લૂની સારવાર માટે એન્ટિબાયોટિક્સ આપે છે. જે ઘણીવાર આડઅસરો ઊભી કરે છે. સીડીસી (સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન) દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, ઉધરસ અને શરદી વગેરે જેવા શ્વસન ચેપ માટે નિયમિતપણે એન્ટિબાયોટિક્સ લેતા બાળકો C ડિફ તરીકે ઓળખાતી બેક્ટેરિયલ એન્ટિબાયોટિક - રેજિસ્ટન્સ સ્ટ્રેન અંગે વધુ સંવેદનશીલ હોય છે. C ડિફ માનવ આંતરડામાં જોવા મળે છે અને તે ગંભીર ઝાડાનું કારણ બની શકે છે. આ બેક્ટેરિયાને કારણે દર વર્ષે હજારો બાળકો અને પુખ્ત વયના લોકોના મૃત્યુ થાય છે. એનાફિલેક્સિસ, સ્ટીવન જહોનસન સિન્ડ્રોમ, હેપેટોટોક્સિસિટી, નેફ્રોટોક્સિસિટી અને એરિથમિયાસ જેવી ઘાતક આડઅસરો પણ થઈ શકે છે.

ફંગલ ઇન્ફેક્શન: એન્ટિબાયોટિક્સ હાનિકારક બેક્ટેરિયાને મારવા માટે બનાવવામાં આવી છે. જો કે, તે ઘણીવાર ફંગલ ચેપથી બચાવવામાં મદદ કરતાં સારા બેક્ટેરિયાને પણ મારી નાંખે છે. આ કારણે એન્ટીબાયોટિકનું સેવન કરતાં લોકો મોટાભાગે મોં, ગળા અને યોનિ જેવા શરીરના અમુક ભાગોમાં ફંગલ ઇન્ફેક્શનનો શિકાર બને છે.

દવાની ક્ષમતા ઘટાડે: એન્ટિબાયોટિક્સ કેટલીક વખત અન્ય દવાઓને પણ અસર કરે છે. તે અન્ય દવાને રોગ સામે ઓછી અસરકારક બનાવે છે. દવા સાથે કોમ્બિનેશન દવા અથવા એન્ટિબાયોટિક્સની આડઅસરો કરતાં પણ ખરાબ હોય શકે છે. કેટલીક એન્ટિબાયોટિક્સ લીવરના ઉત્સેચકોને પ્રેરિત કરે છે, જે કેટલીક એન્ટિબાયોટિક્સ, કાર્ડિયાક દવાઓ, એન્ટિએપિલેપ્ટિક દવાઓ અને કોમ્બિનેશન દવાઓની ક્ષમતામાં વધારો અથવા ઘટાડો કરે છે.

એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ: એન્ટિબાયોટિક્સનો સતત ઉપયોગ કરવામાં આવે ત્યારે ટકી રહેવા માટે બેક્ટેરિયા તેમના બંધારણમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરે છે અથવા ચોક્કસ એન્ઝાઇમ્સ મુક્ત કરે છે. જેના કારણે અગાઉ દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાયેલ એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકાર વિકસે છે. ઉદાહરણ તરીકે, ટાઇફોઇડ, તાવ અને શ્વસન ચેપ માટે અગાઉ જે એન્ટિબાયોટિકનો ઉપયોગ કરવામાં આવતો હતો તે એન્ટિબાયોટિક રોગની સારવાર માટે હવે અસરકારક રહેશે નહીં. દા.ત. અગાઉ ક્ષય રોગ જેવા રોગો માટે 6 મહિના માટે માત્ર 3-4 દવાઓની જરૂર પડતી હતી, પરંતુ હવે પ્રતિકારના કારણે 1.5-2 વર્ષ માટે 9-11 દવાઓની જરૂર પડે છે.

એન્ટિબાયોટિક્સનું સેવન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

એન્ટિબાયોટિક્સનું સેવન કરતી વખતે તમારે કેટલાક ઉપાયો ધ્યાનમાં રાખવા જોઈએ.

સારા રિઝલ્ટ સાથે યોગ્ય પ્રમાણમાં એન્ટિબાયોટિક્સની વધુ સારી અસરકારકતા તરફ દોરી જઈ શકે છે અને થોડા દિવસોમાં વ્યક્તિને વધુ સારું લાગે છે. યોગ્ય સારવાર માટે પોતાની રીતે જ દવા કરવાના બદલે ડૉક્ટર પાસે જવું જોઈએ.

તમામ ચેપમાં એન્ટિબાયોટિક્સની જરૂર હોતી નથી. હળવી શરદી, ઉધરસ અથવા તાવ 1 કે 2 દિવસ સુધી ચાલે છે. જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી એન્ટિબાયોટિક્સથી સારવાર લેવી જોઈએ નહીં. સાદા ઝાડા, પેટમાં ગરબડ અથવા ઢીલા મળ માટે એન્ટિબાયોટિક્સની જરૂર ન પડી શકે, સિવાય કે તે બેક્ટેરિયલ ચેપને કારણે જટિલ ન હોય. વાયરલ ચેપ ડેન્ગ્યુમાં પણ એન્ટિબાયોટિક્સની જરૂર હોતી નથી. માત્ર સિસ્ટેમેટિક સારવારો માટે જ તેની જરૂર પડે છે; તાવ અને હાઇડ્રેશન પર નિયંત્રણ જરૂરી છે. લોહી, મળ, પેશાબ અથવા પસના કિસસમાં કેસ પર આધાર રાખીને સલાહ લીધા બાદ એન્ટિબાયોટિક્સ શરૂ કરવી.

આ પણ વાંચો: Health Special: Health Special: અચાનક આંચકી આવી જાય, ગંભીર માનસિક લક્ષણો દેખાય, મહિલાઓમાં વિચિત્ર બીમારીના લક્ષણો

એન્ટિબાયોટિક્સની હાનિકારક અસરોને ઘટાડવા માટે ચેપનો ભોગ બનેલા વૃદ્ધો, ડાયાબિટીસના દર્દીઓ અને સામાન્ય લોકોએ માસ્ક પહેરીને, હાથની સ્વચ્છતા રાખીને અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરીને પોતાની જાતને સુરક્ષિત રાખવી હિતાવહ છે. તેનાથી રસીકરણથી ચેપથી પણ બચી શકાય છે.
First published:

Tags: Antibiotic-Resistant, Health care