Home /News /lifestyle /

Yoga and skincare: કરચલી ઘટાડી, યુવાન બનાવામાં મદદ કરશે આ યોગાસન ટિપ્સ

Yoga and skincare: કરચલી ઘટાડી, યુવાન બનાવામાં મદદ કરશે આ યોગાસન ટિપ્સ

નિયમિત યોગ સ્કિન કેર માટે ઉત્તમ ઉપાય

Yoga For Life: આપણી બેઠાડુ જીવનશૈલી (Life Style) આપણને શારીરિક કસરતોથી દૂર રાખે છે, જેના કારણે અકાળે વૃદ્ધત્વ અને કરચલીઓ (Wrinkles) આવે છે. યોગ આસનો (Yogasan), પ્રાણાયામ (Pranayam) અને ધ્યાન પદ્ધતિઓ ત્વચાને શુદ્ધ, ઉત્તેજીત અને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે.

વધુ જુઓ ...
Health Tips: ઘણા લોકો એ બાબતથી અજાણ છે કે, સ્કિનકેર (Skin Care) પણ આપણા સ્વાસ્થ્યનો જરૂરી ભાગ છે. પરોપકારી, આધ્યાત્મિક ગુરુ, લાઇફસ્ટાઈલ  (Life style) કોચ, યોગ-પ્રેન્યુઅર અને લેખક ગ્રાન્ડ માસ્ટર અક્ષરના જણાવ્યા અનુસાર, જ્યારે આપણે સેલ્ફ કેર (Self Care) નથી આપતા, ત્યારે આપણું સ્વાસ્થ્ય બગડે છે. જેના કારણે ત્વચા પર ખીલ અને કરચલીઓ થાય છે.

"જેથી ચરબીયુક્ત, ઓઇલી અને પ્રોસેસ્ડ ફૂડ ટાળીને આહાર પર ધ્યાન આપવું મહત્વનું છે. આપણે આપણી ત્વચાને હાઇડ્રેટ કરવા માટે પાણીનો વપરાશ વધારી શકીએ છીએ અને જો સૂર્યના સીધા સંપર્કમાં આવવાનું હોય તો સારી ગુણવત્તાના સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકીએ."

"આપણી બેઠાડુ જીવનશૈલી (Life Style) આપણને શારીરિક કસરતોથી દૂર રાખે છે, જેના કારણે અકાળે વૃદ્ધત્વ અને કરચલીઓ (Wrinkles) આવે છે. યોગ આસનો, પ્રાણાયામ અને ધ્યાન પદ્ધતિઓ ત્વચાને શુદ્ધ, ઉત્તેજીત અને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે."

આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

1. બાલ બકાસન- બેબી ક્રેન પોઝ

રચના

- માર્જરિયાસનમાં તેનો પ્રારંભ કરો.

- તમારી કોણીને સપાટ રીતે નીચે રાખો.

- તમારી આંગળીઓ આગળ તરફ રાખો અને તેને અલગ અલગ ફેલાવો.

- તમારા શરીરનું બધું જ વજન તમારા ટ્રાઇસેપ્સ પર આવી જાય તે રીતે આગળ નમો.

- તમારા શરીરને સંતુલિત કરો અને ધીમે-ધીમે તમારા બંને પગ જમીન પરથી ઊંચ ઉઠાવો. બાદમાં તમારા બંને પગ સાથે લાવો.

2. અધોમુખ શ્વાનાસન

રચના

- તમારી હથેળીઓ ખભા નીચે અને ઘૂંટણને હિપ્સ નીચે રાખીને આસનની શરૂઆત કરો.

- હિપ્સને ઉઠાવો અને ઘૂંટણ તેમજ કોણીને સીધી કરીને ‘V’ આકાર બનાવો.

- હાથને સીધા રાખો અને માથું પગ તરફ નીચે ખેંચવું.

- શક્ય હોય તો જમીનને સ્પર્શતી પગની એડીઓ પૂરેપૂરી સ્ટ્રેચ કરો.

- શ્વાસ નોર્મલ રાખીને અને સ્પાઈનને સ્ટ્રેચ કરીને ફાઇનલ આસનમાં રહો.

- આસનમાંથી પાછા આવવું હોય, તો ધીમેથી પગ ઢીંચણમાંથી વાળો અને વજ્રાસનમાં આરામ કરો.

આ પણ વાંચો-સિદ્ધાર્થ પર ફક્ત શહનાઝનો જ હતો હક, જાહેરમાં કહ્યું હતું કે, 'તુ મારો છે અને મારો જ રહીશ'

3. હલાસન

રચના

- તમારી પીઠ પર ચત્તા સૂઈ જાઓ.

- હાથ શરીરને સમાંતર ફ્લોર પર રાખીને તમારા પેટના સ્નાયુઓનો ઉપયોગ કરીને તમારા પગને 90 ડિગ્રી ઉપર ઉઠાવો.

- તમારી હથેળીઓને ફ્લોર પર દબાવો અને તમારા પગને તમારા માથા પાછળ પાછા આવવા દો.

- તમારા અંગૂઠા પાછળના ફ્લોરને સ્પર્શ કરાવવા માટે તમારા મધ્ય અને નીચલી પીઠને ફ્લોર પરથી ઉપાડવા દો.

- તમારી છાતીને શક્ય તેટલી તમારી દાઢીની નજીક લાવવાનો પ્રયાસ કરો.

- આ આસાન દરમિયાન તમે પીઠને ટેકો આપવા માટે હથેળીનો ઉપયોગ કરી શકો છો.4. પાદહસ્તાસન

રચના

- આ આસન ઉભા રહીને કરવાનું છે.

- શ્વાસ બહાર કાઢો અને ધીમેથી તમારા ઉપલા શરીરને આગળની તરફથી હિપ્સથી નીચે લઇ જાવ અને તમારા નાકને તમારા ઘૂંટણ પર સ્પર્શ કરો.

- અને પગની બંને બાજુએ હથેળીઓ મૂકો.

- થોડી વાર આ સ્થિતિમાં રહ્યા પછી કપાળ ઘૂંટણમાંથી દૂર કરવું.

- બંને હાથ ધીમે ધીમે ઉપર લાવવા. કમરથી ઉપરનું શરીર જમીનને સમાંતર, હથેળી જમીન તરફ રાખવી.

આ પણ વાંચો-સિદ્ધાર્થની ટીમે જાહેર કર્યું સત્ય, શું ખરેખર ડોક્ટર્સે હેવી વર્કઆઉટ ઓછુ કરવા આપી હતી સલાહ

5. સર્વાંગાસન

રચના

- તમારી પીઠ પર સૂઈ જાવ.

- તમારા પગ, થાપા અને પીઠ ફ્લોર પરથી ઉપાડો.

- તમારા હાથને ફ્લોર પરથી ઉતારો અને ટેકા માટે તમારી હથેળીઓ તમારી પીઠ પર મૂકો.

- તમારા ખભા, ધડ, પગ અને પગ વચ્ચે સીધી રેખા મેળવવા પ્રયાસ કરો.

- તમારી છાતી સાથે તમારી દાઢીને સ્પર્શ કરાવવાનો પ્રયાસ કરો અને તમારી નજર તમારા પગ તરફ કેન્દ્રિત કરો.

- જો તમને ગરદનમાં કોઈ તણાવ જણાય તો આસનમાંથી બહાર આવી જાવ.

- ઊંડા શ્વાસોચ્છવાસ ચાલુ રાખો અને આસનમાં ૩૦-૬૦ સેકંડ માટે રહો.

આ પણ વાંચો-સિદ્ધાર્થની માતા અને શહનાઝ રડી રડીને થઇ અડધી, ઠાઠડી બાંધવાંમાં થઇ મુશ્કેલી જુઓ PHOTOS

આ પણ વાંચો-PHOTOS: સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ દર્શન માટે આવી શહનાઝ ગીલ, તેને જોઇ ફેન્સ રડી પડ્યાં

6. અર્ધ પિંચ મયુરાસન - ડોલ્ફીન પોઝ

રચના

- સૌથી પહેલા બંને ઘૂંટણો વચ્ચે અંતર રાખી ઘૂંટણ પર બેસો. કોણીઓ સુધી હાથ ભેગા કરીને આંગળીઓ પહોળી કરીને પાછળ પગ તરફ રહે તેમ હાથના પંજા જમીન પર રાખો.

- હાથને સહેજ વાળીને નાભિ તરફ કોણી રાખી તેના પર સમગ્ર શરીરનો ભાર ટેકવો અને પગને પાછળ હવામાં સીધા લંબાવો.

- આ સ્થિતિમાં રહ્યા બાદ છાતી અને મોઢાને આગળ તરફ નમાવો અને માથાને ઊંચું કરી લો.

- હવે શરીર લાકડીની માફક સીધું રહેશે, જે માત્ર બે હાથના પંજાની મદદથી હવામાં રહેશે.
Published by:Margi Pandya
First published:

Tags: Beauty Tips, Skincare, Yogasan, યોગ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन