Home /News /lifestyle /વધતી રહી છે ઉંમર? તો ફોલો કરો આ 5 ટોપ સિક્રેટસ, સ્કિન ટાઇટ રહેશે અને વધતી AGE નહીં દેખાય  

વધતી રહી છે ઉંમર? તો ફોલો કરો આ 5 ટોપ સિક્રેટસ, સ્કિન ટાઇટ રહેશે અને વધતી AGE નહીં દેખાય  

દિવસમાં પૂરતી ઊંઘ લો.

Anti Ageing Skin Secrets: આજની આ ફાસ્ટ લાઇફમાં હેલ્થ અને સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. ખાન-પાન અને ફાસ્ટ લાઇફ સ્ટાઇલની સૌથી મોટી અસર સ્કિન અને હેલ્થ પર પડે છે. આમ દરેક લોકો એવું ઇચ્છતા હોય છે કે વધતી ઉંમરની અસર સ્કિન પર દેખાય નહીં. તમે પણ આવું વિચારી રહ્યા છો તો ખાસ ફોલો કરો આ ટોપ સિક્રેટસ.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કહેવાય છે કે ઉંમરની અસર દરેક લોકો પર દેખાય છે. પરંતુ જો તમે પ્રોપર રીતે કેર કરો છો તો વધતી ઉંમરને તમે તમારી સ્કિન પર છુપાવી પણ શકો છો. આ માટે જરૂર હોય છે રૂટિન સ્કિન કેરની. વધતી ઉંમરને તમે રોકી શકવાના નથી, પરંતુ તમે પ્રોપર સ્કિન કેર કરીને તમારી વઘતી ઉંમરની અસરને તો છુપાવી જ શકો છો. ઘણાં લોકોની સ્કિન જોતાની સાથે જ તમને વધતી ઉંમરનો અંદાજો આવી જાય છે. ઉંમર સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે જે તમારી સ્કિનને મેચ્યોર અને એજિંગનું કારણ હોય છે. તો જાણી લો તમે પણ એજિંગના આ પ્રભાવને ઓછુ કરવા માટે કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ.

    આ પણ વાંચો:આ રીતે અઠવાડિયામાં ખીલ અને કાળા ડાધા દૂર કરી દો

    જાણી લો આ સિક્રેટ્સ વિશે


    લાઇટ બંધ કરીને સૂઇ જાવો


    બને એમ વઘારે તમે નેચરલ લાઇટમાં રહેવાનું પસંદ કરો. જ્યારે તમે અનનેચરલ લાઇટમાં વધારે સમય પસાર કરો છો ત્યારે આ આપણી નેચરલ ઊંઘવાની-ઉઠવાની એક્ટિવ પક્રિયામાં વિધ્ન આવે છે. આ માટે જ્યારે ઊંઘવાનો સમય હોય ત્યારે ખાસ કરીને લાઇટ બંઘ કરો. આમ કરવાથી તમારી સ્કિન પર એજિંગની સમસ્યા થશે નહીં.

    ભરપૂર ઊંઘ લો


    જ્યારે તમે સૂઇ જાવો ત્યારે તમારું માઇટોકાંડ્રિયા બ્રેનમાંથી વિષક્ત પદાર્થોને નિકાળવાનું કામ કરે છે. એવામાં તમે પર્યાપ્ત ઊંઘ લેતા નથી તો તમારા માઇટોકાંડ્રિયા પર દબાવ પડશે અને માઇટોકાંડ્રિયા ડિસફંક્શનનો શિકાર બની શકો છો. જેની અસર સ્કિન પર પડી શકે છે.

    આ પણ વાંચો:હોઠને ગુલાબી કરવા આ રીતે ઇલાયચીનો ઉપયોગ કરો

    એક્સેસાઇઝ


    ડેઇલી રૂટિનમાં તમે એક્સેસાઇઝ કરવાની આદત પાડો. આજની આ લાઇફ સ્ટાઇલમાં એક્સેસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર ફુલ બોડી વર્કઆઉટ કરો છો તો એની અસર સ્વાસ્થ્ય પર પડે છે અને તમને ગુડ રિઝલ્ટ મળે છે. એક્સેસાઇઝ કરવાથી ચહેરાના મસલ્સ ટોન પણ મજબૂત થાય છે.


    ડાયટ પર ધ્યાન આપો


    તમે તમારા ડાયટમાં હેલ્ધી વસ્તુઓને એડ કરો. હેલ્ધી ખોરાક ખાવાથી હેલ્થ સારી રહે છે અને સાથે સ્કિનને પણ અનેક ઘણો ફાયદો થાય છે. પ્રોટીન, વિટામીન, મિનરલ્સ, જિંક વગેરે ખનીજની ભરપૂર ભોજન કરો. (નોંધ: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)









     
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Skin care, Sleeping

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन