SBI, ICICI અને HDFCની બેંકિંગ એપનો ઉપયોગ કરો છો? તો થઈ જાઓ એલર્ટ

યૂજર્સને સલાહ આપવામાં આવી છે કે, તે થર્ડ પાર્ટી એપ, SMS અને મેલ દ્વારા મળતા અજામ્યા લિંકથી બચીને રહે.

મોબાઈલ અને ડિઝિટલ દુનિયામાં મુશ્કેલી કયા દરવાજેથી આવી શકે છે, તે કહેવું મુશ્કેલ છે...

  • Share this:
મોબાઈલ અને ડિઝિટલ દુનિયામાં મુશ્કેલી કયા દરવાજેથી આવી શકે છે, તે કહેવું મુશ્કેલ છે. ગ્લોબલ આઈટી સિક્યોરિટી કંપની ક્વિક હીલના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઈડ બેંકિંગ ટ્રોજનની ચપેટમાં લગભગ 232 મોબાઈલ એપ શામેલ છે, જેમાં HDFC, ICICI,IDBI,SBI સહિત કેટલીએ ભારતીય બેંકોને ખતરો છે.


શોધકર્તાઓ અનુસાર, 'Android.banker.A2f8a'નામનો આ કતરનાક ટ્રોજન ફેક ફ્લેસ પ્લેયર નામના એક થર્ડ પાર્ટી એપ દ્વારા એંડ્રોઈડ પોન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.


એકવાર મોબાઈલમાં પહોંચ્યા બાદ આ ટ્રોજન યૂજરના સ્માર્ટફોનમાં રહેલ એપ અને તેના સાથે જોડાયેલ જાણકારીઓને શોધવાનું કામ કરે છે, મુખ્યરૂપે આ ટ્રોજનના નિશાના પર બેંકિંગ અને ક્રિપ્ટોકરન્સી એપ છે.


એકવાર ટાર્ગેટ નિર્ધારીત કર્યા બાદ યૂજરને ફેક નોટિફિકેશન દ્વારા લોગીન અને પાસવર્ડ એન્ટર કરવાનો આદેશ આપવામાં આવે છે, જેના દ્વારા હેકર તમારા લોગીન સાથે જોડાયેલ જાણકારી સરળતાથી ચોરી શકે.


યૂજર્સને સલાહ આપવામાં આવી છે કે, તે થર્ડ પાર્ટી એપ, SMS અને મેલ દ્વારા મળતા અજામ્યા લિંકથી બચીને રહે.


યૂજર્સ માટે ક્વિક હીલની સલાહ છે કે, તે મોબાઈલમાં વિશ્વસનિય સિક્યોરિટી એપનો ઉપયોગ કરે, જે આ રીતના ફેક એપ અને વાયરસથી મોબાઈલને બચાવી શકે.
First published: