Home /News /lifestyle /આધુનિકતાની આંધળી દોડ, દેશમાં અંદાજે 20 કરોડ સાયલેંટ કિલર

આધુનિકતાની આંધળી દોડ, દેશમાં અંદાજે 20 કરોડ સાયલેંટ કિલર

એક તરફ જમાના ની સાથે દોડવામાં લોકો મથી રહ્યા છે ત્યારે આધુનિકતા પશ્ચિમિકરણની આંધળી દોડમાં ગુજરાતીઓ એક સાયલેન્ટ કિલર બીમારીનો શિકાર થઇ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે દેશમાં 20 કરોડ લોકો સાયલેન્ટ કિલર હાયપર ટેંશન ના શિકાર છે જ્યારે 2030 સુધીમાં આ આંકડો 60 કરોડ ને પાર કરી જશે.

કહેવાય છે કે પ્રિવેંશન ઇઝ બેટર ધેન ક્યોર ત્યારે આજે દર ચોથા વ્યક્તિને માથાના દુખાવા, શ્વાશ ચઢવો ઊંઘ ના આવવાની ફરિયાદ છે. ત્યારે આ તમામ લક્ષણ હાયપર ટેનશન ના છે. આજે 17મી મેં ના દિવસે વિશ્વ આખું હાઇપર ટેનશન દિવસ મનાવે છે ત્યારે અમદાવાદ માં આખો મેં મહિનો હાઇપર ટેનશન મેં તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ડૉક્ટર્સની ટીમ દ્વારા અલગ અલગ જાહેર સ્થળો લોકોના બ્લડ પ્રેસર ચેક કરવામાં આવશે અને એક ડેટા તૈયાર કરવામાં આવશે. જો ડોક્ટર્સ નું માનીએ તો હાલ ગુજરાતમાં અંદાજે 25% લોકો હાઇપર ટેનશન ની સારવાર લઈ રહ્યા છે. જ્યારે મોટા ભાગ ના લોકોને હાયપર ટેનશન વિશે માહિતી નથી અને સારવાર નથી લેતા.

મેટાબોલિક ફિઝિશિયન ડાયાબેટલોજીસ્ટ ડો. મનીષ અગ્રવાલ જણાવે છે કે, વિશ્વભરમાં અલગ અલગ જગ્યાઓ પર લોકો ના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં એક ચોંકાવનારી માહિતી મળી રહી છે તે પ્રમાણે હવે હાઇપર ટેનશન માત્ર વૃદ્ધો ને નથી થતો પરંતુ 30 વર્ષ નો યુવાન પણ આજે હાઇપર ટેનશન થી પીડાઈ રહ્યો છે. જિંદગી ફાસ્ટ થઈ રહી છે ત્યારે અલગ અલગ પ્રકાર ના પ્રેસર અને ઝડપ ના કારણે લોકો કસરત ની ઉણપ, ખાણીપીણી માં ફેરફાર ના કારણે હાયપર ટેનશન તરફ ધકેલાય રહ્યા છે. આઉટડોર એક્ટિવિટી બંધ થવાના કારણે પણ દિવસે ને દિવસે યંગ જનરેશન આજે હાઇપર ટેનશન નો શિકાર થઇ રહ્યા છે.

ઇન્ડિયન હાઇપર ટેનશન સોસાયટી ના ડેટા પ્રમાણે અત્યારે 20 કરોડ લોકો હાઇપર ટેનશન ની સારવાર કરાવી રહ્યા છે. પણ દિવસે ને દિવસે ગ્રાફ વધી રહ્યો છે તે 2030 માં 60 કરોડ લોકો હાઇપર ટેનશન થી પીડાતા હશે.

સાઇલેન્ટ કિલર હાઇપર ટેનશન થી બચવા માટે રેગ્યુલર બ્લડ પ્રેસર ચેક કરાવવું જોઈએ સાથે સાથે રેગ્યુલર કસરત કરવી જોઈએ વ્યસનોથી દૂર રહેવું અને હેલ્થી ખોરાક ખાવો જોઈએ જેથી બીમારી થી બચી શકાય.

સ્ટોરી - હિમાંશુ વોરા
First published:

Tags: Country

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन