લિવર સિરૉસિસથી પીડાઈ રહ્યા છે Big B, જાણો આ બીમારી વિશે બધું જ

News18 Gujarati
Updated: October 18, 2019, 3:43 PM IST
લિવર સિરૉસિસથી પીડાઈ રહ્યા છે Big B, જાણો આ બીમારી વિશે બધું જ
અમિતાભ બચ્ચનને લિવર સિરૉસિસ છે. (ફાઇલ તસવીર)

લિવર સિરૉસિસ એક એવી બીમારી છે જેમાં લિવરના સેલ નષ્ટ થવા લાગે છે

  • Share this:
બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર ચાલી રહ્યા છે. તેમને થોડાક દિવસ પહેલા તબિયત ખરાબ થવાના કારણે નાનાવટી હૉસ્પિટલમાં (Nanavati Hospital) દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેઓ લિવરથી સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા છે. અમિતાભ બચ્ચનને લિવર સિરૉસિસની બીમારી છે. જાણકારો મુજબ, બિગ બીનું લિવર માત્ર 25 ટકા જ કામ કરી રહ્યું છે. લિવર સિરૉસિસ એક એવી બીમારી છે જેમાં લિવરના સેલ નષ્ટ થવા લાગે છે. આવો જાણીએ શું હોય છે લિવર સિરૉસિસના લક્ષણ...

medicinenet વેબસાઇટ મુજબ, લિવર સિરૉસિસની પાછળ અનેક કારણ જવાબદાર હોય છે. તેમાં આલ્કોહોલ, હેપેટાઇટિસ બી અને સી (hepatitis B) આ ઉપરાંતના પણ અનેક કારણ હોય છે. આ બીમારીના કારણે શરીરમાં અશક્તિ લાગે છે. ભૂખ ઓછી લાગે છે, ત્વચાનો રંગ હળવો પીળો પડવા લાગે છે, પીળિયો થઈ જાય છે. ખરજવા, સ્થૂળતા અને ત્વચાનો રંગ વાદળી (bruising) પણ પડી શકે છે.

લિવર બાયોપ્સી (liver biopsy) દ્વારા જ સિરૉસિસ વિશે જાણી શકાય છે. તેને દર્દીના અગાઉના સ્વાસ્થ્ય પરીક્ષણ, બ્લડ ટેસ્ટના આધારે કન્ફર્મ માનવામાં આવે છે.

સિરૉસિસના કારણે થાય છે આ સમસ્યાઓ

લિવર સિરૉસિસના કારણે પેટમાં, હિપમાં, જાંઘોમાં, પગમાં અને એડીમાં સોજાની સમસ્યા સામે આવે છે.

તેની સાથે જ તેમાં varicesની સમસ્યા પણ સામે આવે છે. તેમાં નસોમાં સોજો આવી જાય છે જેના કારણે લોહીનો સંચાર પણ પ્રભાવિત થાય છે.શું હોય છે સિરૉસિસ?

લિવરમાં ગડબડના કારણે સિરૉસિસની બીમારી થાય છે. તેમાં લિવર સેલ્સ નષ્ટ થઈ જાય છે ત્યારબાદ બૉડીમાં સોજાની સમસ્યા આવે છે. તેમાં લિવર કામ કરવાનું બંધ કરી દે છે. મૂળે, જ્યારે આ બીમારીમાં લિવરની કોશિકાઓ નષ્ટ થવા લાગે છે તો લિવર જાતે જ ઠીક થવાનો પ્રયાસ કરે છે. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. આ કારણે જે નવા ટિશ્યૂ બને છે તેની પર અનેક ઈજાઓના નિશા હોય છે. તે ક્ષતિગ્રસ્ત થઈ ચૂકેલા ટિશ્યૂ પોતાને નવા ટિશ્યૂથી બદલી દે છે, જેના કારણે સમસ્યા વધુ જાય છે.

આ પણ વાંચો, અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, 3 દિવસથી હૉસ્પિટલમાં દાખલ
First published: October 18, 2019, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading