Happy Birthday Amitabh Bachchan: આજ રોજ બીગ બીનો બર્થ ડે ત્યારે અનેક ફેન્સ ખુશ થઇ ગયા છે. અમિતાભ બચ્ચચને ચાહનારો વર્ગ બહુ મોટો છે. પરંતુ શું તમે જાણો છો બચ્ચન સર એમની હેલ્થનું કેટલું ધ્યાન રાખે છે. તો આ ખાસ દિવસે જાણી લો એમનો ડાયટ પ્લાન.
મુંબઇ: આજ રોજ એટલે કે 11 ઓક્ટોબરના દિવસે સિનેમા જગતના પ્રખ્યાત અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસે છે. મહાનાયક અમિતાબ બચ્ચન 80 વર્ષના થઇ ગયા છે. છેલ્લા 50 વર્ષ કરતા પણ વધારે બિગ બી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારા બન્યા છે. આજના આ સમયમાં અનેક લોકોના દિલમાં બચ્ચન સર રાજ કરી રહ્યા છે. 70ના દશકમાં પડદા પર કમાલ કરનારા અમિતાભ બચ્ચનને આજે પણ બેક ટુ બેક ફિલ્મોની ઓફર મળી રહી છે. આ સિવાય કોન બનેગા કરોડપતિ 14ને પણ અમિતાભ હોસ્ટ કરી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે ફેન્સને હંમેશા મનમાં એ સવાલ એ થતો હોય છે કે અમિતાભ બચ્ચન એમના ફિટનેસનું ધ્યાન કેવી રીતે રાખે છે. તો જાણો આ વિશે તમે પણ..
અમિતાભ બચ્ચન અનેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. અહેવાલ અનુસાર બચ્ચન સર ટીબી અને લિવર સિરોસિસ જેવી બીમારીઓનો સામનો કર્યો છે. જો કે એમને પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે એમનું લિવર 75 ટકા ડેમેડ થઇ ગયુ છે. આ સિવાય અમિતાભ બચ્ચને બે વાર કોરોના સામે પણ જંગ જીતી ગયા છે. રિપોટ્સના જણાવ્યા અનુસાર બિગ બીને મયસ્થેનિયા ગ્રેવિસ ઓટો ઇમ્યૂન ડિસીઝ પણ છે. આવી હેલ્થની પરિસ્થિતિમાં પણ બચ્ચન સર બહુ એલર્ટ રહે છે.
પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે અમિતાભ બચ્ચન સિગારેટ અને શરાબથી દૂર રહે છે. આ સિવાય ઘણાં સમય પહેલાં જ અમિતાભ બચ્ચને નોન વેજ ખાવાનું છોડી દીધું છે. બચ્ચન વધારે પ્રમાણમાં સાદુ ખાવાનું પસંદ કરે છે. આ સાથે જ ક્યારે પણ તેઓ વર્ક આઉટ મિસ કરતા નથી. અમિતાભ બચ્ચન રોજ યોગ, પ્રાણાયમ કરે છે.
આટલું જ નહીં અમિતાભ બચ્ચન રોજ સવારમાં જીમ પણ કરે છે. બચ્ચન સર એમની બોડીમાં બ્લડ સર્કુલેશનને સારું રાખવા માટે બિગ બી રોજ મિનિટ વોક કરે છે. આ સિવાય કાર્ડિયો પર પણ ધ્યાન આપે છે.
અમિતાભ બચ્ચન એમના ડાયટમાં દેસી વસ્તુઓ લેવાનું વધારે પસંદ કરે છે. એમના બ્લોગમાં પણ એમને આ વાત જણાવી છે કે એમના દિવસની શરૂઆત વર્કઆઉટથી થાય છે. જીમ કર્યા પછી બચ્ચન સર ખજૂર, કેળા અને સફરજન થાય છે. તેઓ નાસ્તામાં દલીયા, ઇંડા ભુરજી, પ્રોટીન ડ્રિંક અને બદામ ખાય છે. ત્યારબાદ અમિતાભ બચ્ચન આંમળાનો જ્યૂસ, તુલસીના પાન અને નારિયેળ પાણી પીવે છે.
જો લંચની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન સાદું ખાવાનું પસંદ કરે છે, જેમાં દાળ, રોટી અને શાકનો સમાવેશ થાય છે. રાત્રે જમવામાં તેઓ હળવો સૂપ લેવાનું પસંદ કરતા હોય છે. બચ્ચન સર ચા, કોફી અને સોફ્ટ ડ્રિંકથી દૂર રહેવાનું પસંદ કરે છે. બિગ બીને ચાટ બહુ જ પસંદ છે. આ સિવાય તેઓ બંગાળી મીઠાઇ ખાવાના શોખીન છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર