Home /News /lifestyle /સાવધાન! Johnson & Johnsonનું સનસ્ક્રીન લગાવવાથી થઈ શકે છે કેન્સર

સાવધાન! Johnson & Johnsonનું સનસ્ક્રીન લગાવવાથી થઈ શકે છે કેન્સર

Johnson & Johnsonની સનસ્ક્રીનની ઉપયોગ ન કરતાં, કંપનીએ કહ્યું- થઈ શકે છે કેન્સર

Johnson & Johnsonની સનસ્ક્રીનની ઉપયોગ ન કરતાં, કંપનીએ કહ્યું- થઈ શકે છે કેન્સર

    અમેરિકાની કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન (Johnson & Johnson)ની અમુક પ્રોડક્ટ્સમાં બેન્ઝીન જોવા મળ્યું છે. બેન્ઝીનથી શરીરમાં કેન્સર થવાનું જોખમ વધી જાય છે. આ માહિતી સામે આવતા જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ સનસ્ક્રીનને બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. સમાચાર એજન્સી એપી અનુસાર સનસ્ક્રીન પ્રોડક્ટ્સનું આંતરિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં ખૂબ જ ઓછી માત્રામાં બેન્ઝીન હોવાનું સામે આવ્યું છે.

    મહત્વનું છે કે, બજારમાંથી પરત મંગાવવામાં આવેલ પ્રોડક્ટ્સમાં તમામ કેન સાઈઝ, સન પ્રોટેક્શન ફેક્ટરના તમામ લેવલ અને એસપીએફ શામેલ છે. પ્રોડક્ટ્સના પરીક્ષણ દરમિયાન તેમાં બેન્ઝીન હોવાનું સામે આવ્યું હોવા છતાં, કંપનીએ પોતાનો બચાવ કરતા જણાવ્યું છે કે સનસ્ક્રીન બનાવતા સમયે બેન્ઝીનનો ઉપયોગ કરવામાં નથી આવતો.

    આ પ્રોડક્ટ્સ પરત કરવામાં આવશે

    આ સનસ્ક્રીન ઉત્પાદનોમાં અવીનો પ્રોટેક્ટ + રિફ્રેશ એરોસોલ સનસ્ક્રીન (Aveeno Protect + Refresh Aerosol Sunscreen) અને ચાર ન્યૂટ્રોજેના સનસ્ક્રીન વર્જન- બીચ ડિફેન્સ એરોસોલ સનસ્ક્રીન (Beach Defense Aerosol Sunscreen), કૂલડ્રાય સપોર્ટ એરોસોલ સનસ્ક્રીન (CoolDry Sport Aerosol Sunscreen), ઈનવિઝિબલ ડઈલી ડિફેન્સ એરોસોલ સનસ્ક્રીન (Invisible Daily Defense Aerosol Sunscreen) અને અલ્ટ્રાશીર એરોસોલ સનસ્ક્રીન (UltraSheer Aerosol Sunscreen)નો સમાવેશ થાય છે. આ તમામ સનસ્ક્રીન પ્રોડક્ટ્સને પરત કરવામાં આવશે.

    આ પણ વાંચો, જરૂરી સૂચના- આજે અને કાલે બંધ રહેશે SBIની સર્વિસિસ, બેંકે ટ્વીટ કરી આપી જાણકારી

    એજન્સીના રિપોર્ટ અનુસાર, આ તમામ પ્રોડક્ટ્સ સમગ્ર દેશમાં રિટેલર્સને આપવામાં આવી હતી. કંપનીએ જણાવ્યું છે કે પ્રોડક્ટ્સની તપાસ કંપની અને સ્વતંત્ર લેબોરેટરીમાં કરવામાં આવતા તેમાં બેન્ઝીન હોવાનું સામે આવ્યું છે. આ પ્રોડક્ટ્સમાં બેન્ઝીન હોવાનું સામે આવતા તાત્કાલિક સનસ્ક્રીનનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે લોકોએ આ પ્રોડક્ટ્સ ખરીદી છે, તેમને પૈસા પાછા આપી દેવામાં આવશે. જોક,એ ગ્રાહકોએ રિફંડ મેળવવા માટે કન્ઝ્યૂમર કેયરમાં ફોન કરવો પડશે.

    જ્હોન્સન એન્ડ જ્હોન્સનના પ્રવક્તાએ જણાવ્યું કે આ મામલે જ્યારે અમને સતર્ક કરવામાં આવ્યા, ત્યારે તાત્કાલિક કાચા માલ અને પ્રોડક્શન પ્રક્રિયાની તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ કંપનીએ પ્રોડક્ટ્સનું આંતરિક પરીક્ષણ પણ કર્યું છે.

    આ પણ વાંચો, Amazon સાથે રોજ 4 કલાક કામ કરો અને મહિને 60 હજાર રૂપિયાની કમાણી કરો

    બેન્ઝીન શું છે અને કેટલું ખતરનાક છે?

    બેન્ઝીન એક પ્રકારનું જ્વલનશીલ અને વ્યાપકરૂપે ઉપયોગ કરવામાં આવતું એક કેમિકલ છે. વારંવાર આ કેમિકલના સંપર્કમાં આવવાથી કેન્સર થવાનું જોખમ રહે છે.
    " isDesktop="true" id="1114745" >

    બેબી પાઉડર અંગે પણ સવાલ ઊભા થયા હતા

    અગાઉ જ્હોન્સન એન્ડ જ્હોન્સન (Johnson & Johnson)ના બેબી પાઉડરનો ઉપયોગ કરવાથી કેન્સર થાય છે, તેવા આરોપ લગાવાયા હતા. બ્રુકલીનની એક મહિલા અને તેના પતિએ કંપની પર આરોપ લગાવ્યો હતો કે જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીના બેબી પાઉડરનો ઉપયોગ કરવાથી કેન્સર થવાનું જોખમ રહે છે. આ મામલે ન્યૂયોર્ક સ્ટેટ જજે કંપની પર 120 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો હતો.
    First published:

    Tags: Cancer, Cancer Alert, Health Tips, Johnson & Johnson, Lifestyle, Sunscreen

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો