એમેઝોન હાઇડ્રોપાવર પ્લાન્ટ ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં આપે છે નોંધપાત્ર ફાળો: અભ્યાસ

  • Share this:
ડેવલપર્સે એમેઝોન બેસિનમાં ઘણા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ્સનું નિર્માણ કર્યુ છે, જેથી નદીઓમાંથી કથિત રૂપે ગ્રીન એનર્જીનો લાભ મેળવી શકાય. જ્યારે જળવાયુ સંશોધક ડેલસન બર્ટાસોલી બ્રાઝીલમાં બેલો મોન્ટે હાઇડ્રોપાવર પ્લાન્ટમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને માપવા ગયા તો તેમણે પહેલી વસ્તુ નોંધી તે પરપોટા હતા. ડેવલપર્સે એમેઝોનના બેસિનમાં ઘણા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટનું નિર્માણ કર્યુ છે, જેથી નદીઓના પરીસરમાંથી ઉત્પન્ન થતી ગ્રીન ઊર્જાનો લાભ મેળવી શકાય.

પરંતુ હવે ક્લાઇમેટ સંશોધકો માને છે કે હાઇડ્રોપાવર પર્યાવરણ માટે એટલો સારો નથી જેટલો પહેલા માનવામાં આવતો હતો. જોકે કોઇ જીવાશ્મ ઇંધણ બાળવામાં નથી આવતું, પરંતુ જળાશય લાખો ટન મીથેન અને કાર્બન ડોક્સાઇડ છોડે છે. કારણ કે વનસ્પતિ પાણીની નીચે કોહવાઇ જાય છે.

જિંગૂ નદીના કિનારે બેલો મોન્ટે જેવા રન ઓફ રિવર ડેમ જેમાં નાના જળાશય અને ચેલન જે નદીઓના પ્રવાહને ઓછો કરે છે તે સમસ્યાઓનું સમાધાન કરવા માટે હતા. પરંતુ શુક્રવારે એક અભ્યાસમાં સામે આવ્યું કે, તેમ થયું નથી.

બર્ટાસોલીની ટીમે બેલો માન્ટેના સંચાલનના પહેલા બે વર્ષો દરમિયાન મીથેન અને કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનો અભ્યાસ કર્યો અને પરીણામોની સરખામણી જળાશયો ભર્યા પહેલાના સ્તરો સાથે કરી, જેમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ત્રણ ગણો વધારો થયાનું સામે આવ્યું હતું.

સાઓ પાઉલો યુનિવર્સિટીમાં જીઓલોજી અને ક્લાઇમેટ પ્રોફેસરે AFPને જણાવ્યું કે, એક વખત જો તમારી પાસે સૂકી જમીનનું પૂર આવે છે તો પછી જૈવિક પદાર્થો જે જમીનમાં ફસાઇ ગયા છે તે ખરાબ થવા લાગે છે. આ છોડના જળાશયોમાં તેણે જોયેલા પરપોટાઓનો સ્ત્રોત હતો. વધુમાં તેણે જણાવ્યું કે, એક પ્રાકૃતિક નદીના સ્થાને આપણી પાસે હવે એક રિએક્ટર છે જે મીથેનનું ઉત્પાદન કરે છે.

જેમ કે સહાયક લેખક અને ક્લાઇમેટ સંશોધક હેનરિક સવાકુચીએ જણાવ્યું કે, આ નાના જળાશયો પણ ખૂબ મોટા છે. આંશિક ડેમવાળી નદી પર મૃત વૃક્ષો ગ્રીન ચેનલોની વચ્ચે ઊભા છે.

સવાકુચીના ભાઇ અને સાઓ પાઉલો યુનિર્સિટીના પ્રોફેસર એન્ડ્રે સવાકુચી કે જેણે આ અભ્યાસમાં પણ ભાગ લીધો હતો, તેણે જણાવ્યું કે, આ વિશ્લેષણમાં આ ક્ષેત્રમાં હાઇડ્રોપાવર પ્લાન્ટના નિર્માણ અંગે વિચાર કરવા માટે બે મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

એએફપીને તેણે કહ્યું કે, તેમાંથી એક છે આ વિસ્તારમાં વિશિષ્ટ જળચર જાતિઓ પર સ્થાનિક પર્યાવરણીય પ્રભાવ અને બીજો છે. નદીના કિનારે રહેતા સ્વદેશી સમુદાયો માટે સામાજિક પ્રભાવ.

ઇતિહાસ

સ્વદેશી અને પર્યાવરણ સમૂહોએ 1990ના દશકમાં બેલો મોંટેના નિર્માણના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. પરંતુ 2011માં આરઓઆર પ્લાન્ટના રૂપમાં ફરી પુનઃજીવિત થતા પહેલા તેને છોડી દેવામાં આવ્યો.

પર્યાવરણ પ્રેમીઓએ જંગલને થનારા નુકસાનનો વિરોધ કર્યો, કારણ કે સાઇટ માટે તે વિસ્તારને સાફ કરવાનો હતો. જ્યારે સ્વદેશી સમૂહોએ પૂરવાળી જમીનના નુકસાનનો વિરોધ કર્યો અને પ્રાકૃતિક નદીના પ્રવાહને પુનઃનિર્દેશિત અથવા છીનવી લીધો હતો.

એન્ડ્રે સાવાકુચીનો તર્ક છે કે ઊર્જાની વધી રહેલી જરૂરિયાતો વચ્ચે પણ એમેઝોનને સાચવી રાખવું જોઇએ, ન કે કોઇ પ્રકારના હાઇડ્રોપાવર પ્લાન્ટથી પ્રાકૃતિક સાયકલમાં અડચણ પેદા કરવી જોઇએ. તેણે વધુમાં કહ્યું કે, તે નદીની જીવાદોરી છે, જ્યારે હાઇડ્રોપાવર પ્લાન્ટ તેની જીવાદોરી નથી.

લેખકોએ પોતાના અભ્યાસમાં નિષ્કર્સ કાઢ્યો કે જો બ્રાઝીલ એમેઝોનમાં આરઓઆર બંધ બનાવવાનું ચાલું રાખે છે તો ઓછામાં ઓછી પૂરવાળી વનસ્પતિઓને બચાવવી જરૂરી છે, નહીં તો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન વધી શકે છે.

વર્ષ 2019માં એન્વાયરમેન્ટ ડિફેન્સ ફંડે અભ્યાસમાં જાણ્યું કે, વિશ્વના અમુક હાઇડ્રોપાવર પ્લાન્ટ કાર્બન સિંક છે. જેનો અર્થ છે કે, તેઓ પાણીમાં રહેતા જીવો દ્વારા વિઘટન દ્વારા વધુ કાર્બન લે છે, જ્યારે અન્ય શુદ્ધ ઉત્સર્જક છે.

બર્ટાસોલીએ કહ્યું કે, અહીં કોઇ કલ્પના નથી. ખાસ કરીને તેવા દેશો માટે પોતાની ઊર્જા જરૂરીયાતો માટે હાઇડ્રોપાવરને એક સારા જવાબ તરીકે જુએ છે.
Published by:kuldipsinh barot
First published: