મીઠા મધનાં આ ઉપાયો તમારી સુંદરતા અને સ્વાસ્થ્ય વધારવામાં છે અકસીર

News18 Gujarati
Updated: March 5, 2020, 10:06 AM IST
મીઠા મધનાં આ ઉપાયો તમારી સુંદરતા અને સ્વાસ્થ્ય વધારવામાં છે અકસીર
વધુમાં ચહેરા પર મધ અને હળદરની પેસ્ટ પણ લગાવી શકો છો. વળી જે લોકોની ત્વચા ઓઇલી હોય છે કે પછી ઉનાળામાં ઓઇલી ત્વચાના કારણે ખીલ થતા હોય છે તેમને પણ આ મધ અને હળદરની પેસ્ટથી ત્વચાને નિખાર મળી રહેશે.

મધમાં સરસ સ્વાદ સાથે ઔષધીય ગુણો પણ હોય છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ : મધનો (honey)  મીઠો સ્વાદ તો તમે ચાખ્યો જ હશે. પરંતુ શું તમે તેના ચમત્કારી ફાયદાઓ અંગે જાણો છો? મધમાં સરસ સ્વાદ સાથે ઔષધીય ગુણો પણ હોય છે. મધનો ઉપયોગ આપણને સ્વાસ્થ્ય (Health) અને સુંદરતા (beauty) વધારવામાં મદદ કરીએ છીએ. મધ કુદરતી (natural) રીતે આપણને સારી ઉર્જા તો આપે જ છે પરંતુ તેની સાથે સ્વાદ પણ આપે છે. તો આજે આપણે મધનાં નાના નાન ઉપાયોથી થતા લાભો અંગે જાણીએ.

  1. જો કફની સમસ્ચા હોય તો એક ચમચી મધમાં લીંબુનો રસ તથા થોડું તેલ મેળવીને ખાવાથી ઘણો જ લાભ થાય છે.


  2. દૂધ અને મધ એકસાથે પીવાથી દિવસ દરમિયાન લાગેલો શરીરનો થાક ઉતરી જાય છે.

  3. શુગર ફ્રીની જગ્યાએ ડાયાબિટીસ લોકો ભોજનમાં મધનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કેમધ બ્લડ સુગરના લેવલને ઓછું કરે છે.

  4. શરીરમાં કોઇપણ જગ્યાએ ઘાવ પડ્યો હોય તો એન્ટીબાયોટિક ક્રીમની જેમા જ મધનો ઉપયોગ કરી શકાય છે. કારણકે મધ એક નેચરલ એન્ટીબાયોટિક પણ છે. રોજ ઘાવ ઉપર તેને લગાવવાથી ઘાવ ઝડપથી ભરાઈ જાય છે.
  5. જો શરીર પર ક્યાંક દાઝ્યા હોવ તો બળેલી જગ્યાએ મધ લગાવો. બળેલાના નિશાન પણ નહીં રહે.

  6. વજન ઓછું કરવા માટે પણ મધ એક અચૂક નુસખો છે. જ્યાં પણ શુગર ઉપયોગ કરો છો ત્યાં મધનો ઉપયોગ કરો. વજન ખૂબ જ ઝડપથી નિયંત્રણમાં આવી જશે.

  7. તણાવને દૂર કરવાનો બેસ્ટ ઓપ્શન છે. જ્યારે ખૂબ જ તણાવ લાગી રહ્યો હોય તો ચામાં એક ટીપુ મધ નાખીને પીવો.

  8. જો તમે આખા શરીરની ત્વચાને એકદમ સાફ કરવા માગતા હોવ તો ત્રણ ચમચી મધમાં બે ચમચી ઓલીવ ઓઈલ મેળવીને નહાવાના પાણીમાં મેળવો. તે તમારી સ્કિનને નેચરલી મોશ્ચુરાઈઝર કરી દેશે. સ્કિન ગ્લો (Skin glow) થવા લાગશે.


આ પણ વાંચો : એક જ સપ્તાહમાં ઉતારવું છે વજન? તો રોજ પીઓ આ હેલ્ધી ડ્રિંક

આ પણ વાંચો : વાળમાંથી ચમક જતી રહી છે? તો અજમાવી જુઓ આ Beauty Tips

 
First published: March 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading