Home /News /lifestyle /કાચ જેવો ચહેરો ચમકાવવા રાત્રે લગાવો આ ક્રીમ, અઠવાડિયામાં મળી જશે જોરદાર રિઝલ્ટ

કાચ જેવો ચહેરો ચમકાવવા રાત્રે લગાવો આ ક્રીમ, અઠવાડિયામાં મળી જશે જોરદાર રિઝલ્ટ

કોરિયન છોકરી જેવો ચહેરો આ રીતે કરો

Night care skin tips: દિવસ કરતા તમે રાત્રે સ્કિન કેર કરો છો તો તમારી સ્કિન પર તમને સૌથી બેસ્ટ રિઝલ્ટ મળે છે. રાત્રે ઊંઘતા પહેલા તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફેસ પરની કાળજી રાખો છો તો તમારી સ્કિનની પરની અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વધતા પ્રદુષણની સૌથી મોટી અસર સ્કિન પર થતી હોય છે. પ્રદુષણ અને ફાસ્ટ લાઇફ સ્ટાઇલને કારણે સ્કિન પર ડલનેસ અને બીજી અનેક સમસ્યાઓનો ખતરો વધી જાય છે. મોટાભાગની મહિલાઓ દિવસે સ્કિન કેર કરતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે રાત્રે કોઇ નાઇટ ક્રીમથી સ્કિન કેર કરો છો તો તમારી સ્કિનને લગતી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે. સ્કિન કેર એક્સપર્ટનું માનીએ તો સ્કિન કેર રૂટિનને ફોલો કરવું ખૂબ જરૂરી છે. જો તમને આખો દિવસ થાક લાગતો નથી તમે રાત્રે આ રીતે સ્કિનની કેર કરો. રાત્રે આ રીતે સ્કિનની કાળજી રાખશો તો તમારી અનેક સમસ્યાઓ દૂર થઇ જશે. તો જાણો રાત્રે કેવી રીતે રાખશો સ્કિનની કાળજી.

આ પણ વાંચો: ચાના કુચા ફેંકશો નહીં આ રીતે વાળમાં કરો ઉપયોગ

ક્લિન્ઝિંગ


રાત્રે સૌથી પહેલા ચહેરાને સાફ કરવા માટે ક્લિન્ઝિંગ કરો. આનાથી ચહેરા પર જામેલી આખા દિવસની ગંદકી દૂર થાય છે અને સાથે ધૂળ-માટી પણ નિકળી જાય છે. ક્લિન્ઝિંગ કરવાથી સ્કિનને એક પ્રકારનું પોષણ મળી રહે છે. ઓઇલ ક્લિન્ઝર ચહેરાને સાફ કરવાનું કામ કરે છે. ક્લિન્ઝિંગ ક્રીમ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.

ટ્રીટમેન્ટ


તમે પિંપલ્સ, ડાધા-ધબ્બા તેમજ કરચલી જેવા સ્કિન પ્રોબ્લેમ્સથી કંટાળી ગયા છો તો રાત્રીના સમયમાં ક્લિન્ઝિંગ પછી સીરમ લગાવવી જોઇએ. આ સ્કિન પ્રોબ્લેમ્સની એક ટ્રીટમેન્ટ છે. એક્ને, હાઇપરપિંગમેન્ટશન અને એન્જીંગ માટે અલગ-અલગ સીરમ આવે છે જેની સલાહ તમે તમારા એક્સપર્ટ પાસેથી લઇ શકો છો.

આ પણ વાંચો:ચા સાથે આ 4 ગ્લૂટેન ફ્રી નાસ્તો કરો

હાઇડ્રેશન


કાચ જેવો ચહેરો ચમકાવવા માટે સ્કિનને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે. આ માટે તમે રાત્રીના સમયે ટોનરનો ઉપયોગ કરો. ટોનર તમારા ચહેરા પર હાઇડ્રેશનનું કામ કરે છે. આનાથી ચહેરા પર રહેલું વધારાનું તેલ પણ કંટ્રોલમાં રહે છે.

મોઇશ્ચ્યુરાઇઝર


હાઇડ્રેશન મોઇશ્ચ્યુરાઇઝર કરવું ખૂબ જરૂરી છે. મોઇશ્ચ્યુરાઇઝર કરવાથી સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે. આ માટે તમે રાત્રે લાઇટ મોઇશ્ચ્યુરાઇઝરનો ઉપયોગ કરો. આ માટે તમે અઠવાડિયામાં એક વાર કોઇ પણ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.


ફેસ ક્લિન કરીને ઊંઘો


તમે જ્યારે પણ રાત્રે સૂઇ જાવો ત્યારે ખાસ કરીને ફેસને ક્લિન કરીને સૂઇ જાવો. આ માટે હંમેશા ચોખ્ખા પાણીથી ફેસ ધોઇને પછી સૂઇ જાવો.
First published:

Tags: Face, Life style, Skin care