બાળકોને હોમવર્ક કરાવતી વખતે આ 3 વાતનું ધ્યાન રાખવું જરૂરી

News18 Gujarati
Updated: October 12, 2019, 2:10 PM IST
બાળકોને હોમવર્ક કરાવતી વખતે આ 3 વાતનું ધ્યાન રાખવું જરૂરી
આપણે પણ તેમને રડતા જોઈને તેમની મદદ કરી નાખતા હોઈએ છે, જે આગળ જઈને તેમની કમજોરી બને છે. તેથી આમ કરવાનું બંધ કરી તેમને પોતાનું કામ જાતે જ અને યોગ્ય સમયે કરી નાખવા માટે સમજાવો.

આપણે પણ તેમને રડતા જોઈને તેમની મદદ કરી નાખતા હોઈએ છે, જે આગળ જઈને તેમની કમજોરી બને છે. તેથી આમ કરવાનું બંધ કરી તેમને પોતાનું કામ જાતે જ અને યોગ્ય સમયે કરી નાખવા માટે સમજાવો.

  • Share this:
જ્યારે બાળકોને હોમવર્ક કરાવતા હોવ, તે વખતે દરેક પેરેન્ટ્સે આ 3 વાતો નું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. જેનાથી તમારા બાળકો બનશે વધુ હોંશિયાર.. જાણી લો કઈ છે આ 3 વાતો તમનું ધ્યાન પેરેન્ટ્સે રાખવું જરૂરી છે....

બાળકોને હોમવર્ક કરાવતી વખતે આ 3 વાતનું ધ્યાન રાખવું જરૂરી

હોમવર્ક કરાવતી વખતે બાળકો પર રાખો નજર

જ્યારે પણ બાળક હોમવર્ક કરવા બેસે ત્યારે તેની પર નજર રાખો. ઘણી વખત બાળકો હોમવર્ક કરવા સ્ટડી ટેબલ પર બેસી તો જાય છે. પરંતુ તેમનું મગજ ખેલકૂદ કે અન્ય કોઈ ચીજોમાં જ રહેલું હોય છે. ક્યારેક તેઓ આ સમયે ગેમ રમવા પમ બેસી જતા હોય છે. તમે બાળકોની સાથે રહેશો તો તેઓ રમત નહીં કરે અને ન ઈચ્છતા હોવા છતાં તેમણે ભણવામાં મન લગાવવું જ પડશે. તેથી પોતે પણ એક પુસ્તક લઈને તેની સાથે બેસો જેથી એમને પણ એ વાતનો અનુભવ થાય કે ભણવું કેટલું અગત્યનું છે.

જાતે જ કરવા દો પોતાનું કામ
બાળકો દિવસભર તો રમતા જ હોય છે. અને રાત્રે રડવા લાગે છે કે તેમનો પ્રોજેક્ટ પૂરો નતી થયો. તે પૂરો કરવામાં મદદ કરો જેથી તેને સ્કૂલમાં ન ખીજાય. અને આપણે પણ તેમને રડતા જોઈને તેમની મદદ કરી નાખતા હોઈએ છે, જે આગળ જઈને તેમની કમજોરી બને છે. તેથી આમ કરવાનું બંધ કરી તેમને પોતાનું કામ જાતે જ અને યોગ્ય સમયે કરી નાખવા માટે સમજાવો.બાળકોની આસપાસ પણ ન રાખશો ગેજેટ્સ
બાળકોને ગેજેટ્સ ખૂબ જ પસંદ હોય છે. તેઓ જ્યાં જાય ત્યાં ગેજેટ્સ લઈને જાય છે. આ જ કામ બાળકો ભણતી વખતે પણ કરે છે. બાળકોને ભણતી વખતે કોઈ ખલેલ ન પહોંચે તે માટે પેરેન્ટ્સ બાળકોને વાંચવા માટે એકલા જ છોડી દે છે. આ જ વાતનો ફાયદો ઉઠાવીને આળકો ગેજેટ્સની મજા લે છે. તેથી કોશિશ કરો કે બાળકોની નજીક કોઈ પણ પ્રકાનના ગેજેટ્સ જેવા કે લેપટોપ, મોબાઈલ, વીડિયો ગેમ્સ વગેરે ન હોય.

તેથી હવેથી જ્યારે તમારું બાળક ભણવા કે હોમવર્ક કરવા બેસે ત્યારે તે આ 3 ભૂલો તો નથી કરી રહ્યા ને, તેનું અવશ્ય ધ્યાન રાખવું.  અને જો તેઓ આમ કરતા જણાય તો તેને શાંતિથી સમજાવીને કામ લો..

આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

#કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर