ચૈત્રી નવરાત્રીનો આજે ચોથો દિવસ છે. નવરાત્રીમાં નવ દિવસના ઉપવાસ કરવામાં આવે છે. જો તમને વ્રતમાં સાબુદાણાની ખીચડી કે શિંગોડાના લોટની વાનગી પસંદ ન આવે તો તમે કંઈક નવી ફરાળી વાનગી ટ્રાય કરી શકો છો. તમે આ વ્રતમાં આલૂ-પનીર કોફતાની ફરાળી વાનગી બનાવી શકો છો. જે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે અને દરેક રેગ્યુલર ફરાળી વાનગી કરતા અલગ પણ છે. અહીંયા આલૂ-પનીર કોફતાની રેસિપી આપવામાં આવી છે.
છીણેલુ પનીર અને બાફેલા બટાકાને એકદમ મિક્સ કરી લો. મિક્સ કર્યા બાદ તમારા સ્વાદ અનુસાર સંચળ અને લાલ મરચું પાઉડર ઉમેરો. તેની સાથે લીલા મરચા, શિંગોડાનો લોટ અને માવો પણ ઉમેરો.
માવો અને મિલ્ક પાઉડર વગર પણ આલૂ-પનીર કોફતા બનાવી શકાય છે. દરેક વસ્તુ ઉમેર્યા બાદ તેને યોગ્ય રીતે મિક્સ કરીને કોથમીર ઉમેરો. જેનાથી આલૂ-પનીર કોફતા ખૂબ સ્વાદિષ્ટ બની શકે. તે બાદ કોફ્તાના બોલ બનાવી લો. હવે કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મુકો. જો તમે ઘીનો ઉપયોગ કરવા ન ઈચ્છતા હોય તો તમે સીંગતેલ પણ વાપરી શકો છો.
કોફ્તાના બોલ થોડાક દબાવીને તેમાં સૂકો મેવો ઉમેરો અથવા આ રીતે જ બોલને તળી લો. તમારા કોફતા તૈયાર છે. તમે કોઈપણ ફળની ચટની સાથે આ સ્વાદિષ્ટ રેસિપી સર્વ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર