Home /News /lifestyle /

Aloe Vera: વજન ઘટાડવાથી લઇને 200થી વધુ બીમારી સામે રક્ષણ આપે છે એલોવેરા શરબત

Aloe Vera: વજન ઘટાડવાથી લઇને 200થી વધુ બીમારી સામે રક્ષણ આપે છે એલોવેરા શરબત

એલોવેરાનો જ્યુસ પીવાથી મોટાભાગની બીમારીઓ દૂર થઈ જાય છે.

ઔષધિય ગુણો(Benefits of Aloe vera)ના કારણે લોકો તેનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરે છે. એલોવેરાના ઉપયોગ(Uses of Aloe vera)થી ત્વચા સંબંધિત સમસ્યાઓ, પેટ સંબંધિત બીમારીઓ, દાંતોની સમસ્યાઓ, માથાનો દુખાવો, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ તરીકે કાર્ય કરે છે.

વધુ જુઓ ...
  Aloe Vera:  એલોવેરા એક એવો છોડ છે જે તમને દરેક ઘરે મળી રહેશે. તેના અનેક ઔષધિય ગુણો(Benefits of Aloe vera)ના કારણે લોકો તેનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરે છે. એલોવેરાના ઉપયોગ(Uses of Aloe vera)થી ત્વચા સંબંધિત સમસ્યાઓ, પેટ સંબંધિત બીમારીઓ, દાંતોની સમસ્યાઓ, માથાનો દુખાવો, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ તરીકે કાર્ય કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એલોવેરા શરબત પેટ સંબંધિત 200થી વધુ બીમારીઓ દૂર કરે છે. તો આવો જાણીએ એલોવેરા શરબતના સેવન (Benefits of Aloe vera Sharbat)થી થતા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે.

  કબજીયાતથી મળશે છૂટકારો

  જો તમને કબજીયાતની સમસ્યા છે કે પેટ સંબંધિત કોઇ સમસ્યા છે તો તમે ખાલી પેટ એલોવેરાના શરબતનું સેવન કરી શકો છો. પાણીની સાથે શરબતનું સેવન કરવાથી પેટ સાફ થઇ જશે. આ સાથે જ શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કાઢી કબજીયાતમાં છૂટકારો અપાવશે.

  માથાના દુખાવામાં રાહત

  જો તમને અવારનવાર માથાનો દુખાવાનો થાય છે તો તમે એલોવેરાનો શરબત ખાલી પેટે પી શકો છો. તેનાથી તમારા માથાના દુખાવાથી સમસ્યાથી રાહત મળશે.

  આ પણ વાંચો: પાર્ટનર સાથે દિવાળીમાં ફરવા જવાનો છે વિચાર, ઓછા બજેટમાં પૂરી થઈ જશે આ ટ્રિપ

  શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢશે

  આપણી બદલાતી જીવનશૈલીમાં યોગ્ય ડાયટ અને પોષકતત્વો ન મળવાથી શરીરની અંદર અનેક ઝેરી તત્વો ઘર બનાવી લે છે. આ ઝેરી તત્વોથી માત્ર પેટ જ નહીં, પરંતુ સ્કીન સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. એલોવેરા શરીરને ડિટોક્સીફાઇ કરે છે અને આ ઝેરી તત્વોને શરીરમાંથી બહાર કાઢે છે.

  લોહીની ઉણપ પૂરી કરશે

  એલોવેરા શરબત ખાલી પેટ પીવાથી રેડ બ્લડ સેલ્સની સંખ્ય વધે છે. એવામાં જો શરીરમાં લોહીની ઉણપ છે તો આ શરબતનું સેવન રોજ ખાલી પેટ કરવું જોઇએ.

  દૂર થશે ભૂખ ન લાગવાની સમસ્યા

  જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા છે તો એલોવેરા શરબત તમારા માટે રામબાણ ઇલાજ છે. પેટ સાફ ન આવવાથી તમારી ભૂખ પર સીધી અસર થાય છે. જ્યારે તમારું પેટ સાફ થશે તો તમને ભૂખ પણ સરળતાથી લાગશે.

  આ પણ વાંચો: દિવસમાં ક્યા સમયે સૌથી વધારે એક્ટિવ રહે છે ડેન્ગ્યૂ મચ્છર? લક્ષણો જોવા મળે તો રહેજો સતર્ક

  વજન ઘટાડવા માટે એલોવેરા શરબત

  એલોવેરા શરબત એન્ટિ ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. એલોવેરામાં અન્ય ઘણા એક્ટિવ કમ્પોનેન્ટ રહેલા છે. જે બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. જે આપણી સિસ્ટમને અંદરથી સાફ કરે છે, જેનાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. એલોવેરા શરબત શરીરમાં મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. જે લોકોની પાચનપ્રક્રિયા યોગ્ય રીતે કામ કરતી નથી, તેમને હંમેશા કબજીયાત રહે છે અને તેથી તેમનું વજન વધવા લાગ છે. તેવામાં એલોવેરા દ્વારા ખોરાક સરળતાથી પચાવે છે અને પેટની બીમારીઓ દૂર થશે. જે તમારુ વજન ઓછું કરવામાં ફાયદાકારક સાબિત થશે.

  આંતરડાઓ રહેશે સુરક્ષિત

  એલોવેરા શરબત પીવાથી પેટની બિમારીઓ દૂર થઇ જાય છે. રોજીંદા એલોવેરા જ્યુસના સેવનથી પેટના તમામ બેક્ટેરીયા મરી જશે અને આંતરડાઓ સુરક્ષિત રહે છે. તેનાથી તમે ડાયરિયા અને પેટના કેન્સર જેવી બીમારીઓથી દૂર રહેશો.

  આ પણ વાંચો: શોધ: બ્રેનમાં એક ખાસ પ્રોટીનની કમીથી થઇ શકે છે મેદસ્વીતાની સમસ્યા

  એલોવેરા શરબત બનાવવાની રીત

  સામગ્રી

  એલોવેરાના પાન – 1

  લીંબુનો રસ – 2 મોટી ચમચી

  પીસેલો ગોળ – 1 ટી સ્પૂન

  મધ – સ્વાદ અનુસાર

  ઠંડુ પાણી – ¾ ગ્લાસ

  જીરૂ – ½ નાની ચમચી

  લાલ મરચુ – ½

  સંચળ – સ્વાદ અનુસાર

  ચાટ મસાલો – ½ નાની ચમચી

  રીત

  સૌ પ્રથમ એક એલોવેરાનું પાન લો અને ચમચી દ્વારા તેની જેલ કાઢી એક બાઉલમાં રાખી દો. હવે એક મિક્સરમાં લીંબુનો રસ, એલોવેરા જેલ અને મધ નાખો. આ સામગ્રીઓની પેસ્ટ બનાવી લો. હવે તેમાં પીસેલો ગોળ નાખી ગ્રાઇન્ડ કરો. ત્યાર બાદ ઠંડુ પાણી નાખીને ગ્રાઇન્ડ કરો.

  આ પણ વાંચો: લ્યો બોલો! હવે બેક્ટેરિયાથી થશે સ્કિન ઈન્ફેક્શનનો ઈલાજ, ઉંદરો પર થયું સફળ પરિક્ષણ

  હવે એક પેન લો અને તેમાં લાલ મરચું અને જીરૂ શેકી લો. ત્યાર બાદ જીરૂ અને મરચાને પીસી લો. એક ગ્લાસ લો અને તેમાં સંચળ, ચાટ મસાલો અને શેકેલું જીરૂ અને મરચાનો પાઉડર ઉમેરો. હવે એલોવેરાનું મિશ્રણ ગ્લાસમાં નાખી સારી રીતે મિક્સ કરો. તમારું શરબત તૈયાર છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Heath, Heath Tips, Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन