Home /News /lifestyle /ખરતા વાળને તરત અટકાવે છે એલોવેરા જેલ, આ વસ્તુ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને હેરમાં લગાવો
ખરતા વાળને તરત અટકાવે છે એલોવેરા જેલ, આ વસ્તુ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને હેરમાં લગાવો
એલોવેરા હેર માટે બેસ્ટ છે.
Hair care tips: આજનાં આ સમયમાં અનેક લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. વાળ ખરવાને કારણે ઘણી વાર અનેક લોકોને ટાલ પડવા લાગે છે. આમ, જો તમે આ રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરો છો તો વાળ ખરતા બંધ થાય છે અને સાથે સિલ્કી થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ભાગદોડ ભરી જીંદગીમાં અનેક લોકોના વાળ ખરતા હોય છે. આ સાથે જ વાળને લગતી અનેક સમસ્યાઓથી લોકો કંટાળી જતા હોય છે. સતત હેર ફોલ થવાને કારણે અનેક લોકોને ટાલ પણ પડતી હોય છે. વાળની સમસ્યાઓને દૂર કરવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે આ બધી જ કેમિકલ પ્રોડક્ટ્સથી વાળને લાંબા ગાળે નુકસાન થાય છે. હેર ફોલિકલ્સની સમસ્યાના અનેક કારણો હોઇ શકે છે. ઝડપથી ખરતા વાળ માટે એલોવેરા સૌથી બેસ્ટ મેડિસિન છે. તો જાણો કેવી રીતે ઉપયોગ કરશો.
એલોવેરા એન્ટી ઓક્સિડન્ટ્સ તત્વોથી ભરપૂર હોય છે જે તમારા વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ સિવાય એલોવેરા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર હોય છે જે સ્કેલ્પને સાફ કરીને ખરતા વાળને રોકે છે. આ સાથે જ વાળની નબળાઇ દૂર કરે છે.
આ રીતે એલોવેરાથી ખરતા વાળ રોકો
નારિયેળ દૂધમાં એલોવેરા મિક્સ કરો
નારિયેળ દૂધમાં એલોવેરા મિક્સ કરીને વાળમાં લગાવવાથી હેર કન્ડીંશનિંગ થાય છે. આ સ્કેલ્પ અને વાળને પોષણ આપે છે. આ સાથે જ અંદરથી પોષિક કરવાનું કામ કરે છે.
આ માટે એક બાઉલમાં 4 મોટી ચમચી એલોવેરા જેલ, ચાર ચમચી નારિયેળનુ દૂધ અને એક મોટી ચમચી નારિયેળ તેલ મિક્સ કરી લો. હવે આ તેલને બરાબર મિક્સ કરી લો. પછી આ મિશ્રણને વાળમાં લગાવો અને અડધો કલાક માટે રહેવા દો. પછી હેર વોશ કરી લો. આમ કરવાથી વાળ ખરતા બંધ થાય છે અને સાથે સિલ્કી થાય છે.
એલોવેરામાં ડુંગળીનો રસ મિક્સ કરો
વાળ માટે તમે એલોવેરામાં ડુંગળીનો રસ મિક્સ કરીને લગાવો છો તો મસ્ત રિઝલ્ટ મળે છે. આ મિશ્રણને વાળને ખરતા રોકે છે. આ માટે તમે 3 થી 4 મોટી ચમચી ડુંગળીનો રસ લો અને એમાં એલોવેરા જેલ મિક્સ કરી લો. પછી આ મિશ્રણને વાળમાં લગાવો અને એક કલાક માટે રહેવા દો. પછી હેર વોશ કરી લો. આમ કરવાથી વાળની અનેક સમસ્યાઓ દૂર થઇ જશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર