Home /News /lifestyle /

Beauty Tips: એલોવેરા જેલથી કરો ફેશિયલ, પ્રાકૃતિક રૂપે વધશે સુંદરતા

Beauty Tips: એલોવેરા જેલથી કરો ફેશિયલ, પ્રાકૃતિક રૂપે વધશે સુંદરતા

ચહેરાની સુંદરતા વધારશે એલોવેરા

Aloe Vera Gel Facial Tips: એલોવેરા જેલ અને લીંબુનો રસ યોગ્ય રીતે મિક્સ કરી લો. આ મિશ્રણથી 5 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો અને ત્યાર બાદ કોટન પેડથી ચહેરો સાફ કરી લો.

    ત્વચા અને શરીર સ્વસ્થ રહે તે માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત શરીર માટે એલોવેરા જેલનું સેવન કરે છે. ત્વચાની સુંદરતા વધારવા માટે એલોવેરા જેલનો અનેક પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. શું તમે ક્યારેય પણ એલોવેરા જેલનો ફેશિયલ કરવા માટે ઉપયોગ કરો છો. જો તમને બહાર ફેશિયલ કરવાનું પસંદ નથી તો તમે એલોવેરા જેલથી ફેશિયલ કરી શકો છો (Can we do facial with aloe vera gel). એલોવેરા જેલથી ફેશિયલ કેવી રીતે કરવું તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    એલોવેરા જેલથી ફેશિયલ કેવી રીતે કરવું (Facial at Home with Aloe Vera )

    ક્લીન્ઝિંગ

    ફેશિયલ કરવા માટે સૌથી પહેલા ચહેરાનું ક્લીન્ઝિંગ કરવું જરૂરી છે. સૌથી પહેલા એલોવેરાના પાનમાંથી એલોવેરા જેલ કાઢી લો. ત્યારબાદ તેમાં 1 ચમચી લીંબુનો રસ ભેળવો. હવે એલોવેરા જેલ અને લીંબુનો રસ યોગ્ય રીતે મિક્સ કરી લો. આ મિશ્રણથી 5 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો અને ત્યાર બાદ કોટન પેડથી ચહેરો સાફ કરી લો.

    આ પણ વાંચો-કબજિયાતના કારણે કલાકો સુધી સંડાસમાં બેસી રહેવું પડે છે, તો ભૂલથી પણ ન ખાતા આ વસ્તુ

    સ્ક્રબિંગ

    ક્લીન્ઝિંગ બાદ ચહેરાનું સ્ક્રબિંગ કરવું ખૂબ જ જરૂરી છે. સ્ક્રબિંગથી ત્વચાની મૃત કોશિકાઓ સરળતાથી દૂર થઈ જાય છે જે, ત્વચાને પ્રાકૃતિક ચમક પ્રદાન કરે છે.

    સ્ક્રબિંગ કરવા માટે એક વાટકીમાં 2 ટીસ્પૂન એલોવેરા જેલ, 1 ટીસ્પૂન લીંબુનો રસ અને 1 ટીસ્પૂન ચોખાનો લોટ લો. આ બધી વસ્તુઓને યોગ્ય રીતે મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણથી ચહેરા પર સ્ક્રબિંગ કરો. 2 મિનિટ સુધી સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. ત્યારબાદ સાફ પાણીથી ચહેરો સાફ કરી લો. આ પ્રકારે સ્ક્રબ કરવાથી ત્વચા પરની સમસ્યાથી રાહત મળી શકે છે.

    મસાજ કરો

    સ્ક્રબિંગ કર્યા બાદ ચહેરા પર મસાજ કરો. 1 ચમચી એલોવેરા જેલ અને 1 ટીસ્પૂન મધ તેમાં ભેળવો. તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણથી ચહેરા પર 10 મિનિટ સુધી મસાજ કરો. મસાજ કરવાથી ચહેરા પર ગ્લો આવે છે. ફેશિયલ મસાજથી ત્વચામાં બ્લડ સરક્યુલેશનમાં સુધારો થાય છે અને ત્વચા સ્વસ્થ બને છે.

    આ પણ વાંચો-Varicose veins: શું આપનાં પગમાં પણ દેખાય છે લીલી-વાદળી નસોનાં ગુચડા, હોઇ શકે છે આ ગંભીર બીમારીનાં સંકેત

    ફેસપેક

    એલોવેરા ફેસપેક બનાવવાની રીત (How can I use aloe vera to glow my face?)

    1 ચમચી ચંદન પાઉડર, એલોવેરા જેલ અને ગુલાબ જળને યોગ્ય રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને યોગ્ય રીતે મિક્સ કરી લો અને ચહેરા પર લગાવી લો. 15 મિનિટ બાદ ચોખ્ખા પાણીથી ચહેરો સાફ કરી લો. એલોવેરા ફેસપેક લગાવવાથી ચહેરાની સુંદરતા વધી શકે છે અને આડઅસર થવાની સંભાવના રહેતી નથી.

    (નોંધ- અહીંયા જણાવેલ જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. જેનો પ્રયોગ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લઈ લેવી.)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aloe vera, Beauty Tips, Face pack, Facial

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन