Home /News /lifestyle /

દરરોજ આ ટાઇમે ચહેરા પર લગાવો બદામનું દૂધ, નેચરલ ગ્લો આવશે અને કરચલીઓ છૂ થઇ જશે

દરરોજ આ ટાઇમે ચહેરા પર લગાવો બદામનું દૂધ, નેચરલ ગ્લો આવશે અને કરચલીઓ છૂ થઇ જશે

આ રીતે ફેસ પર લગાવો બદામનું દૂધ

benefits of almond milk: બદામનું દૂધ તમારી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. જો તમે આ પ્રોપર રીતે બદામનું દૂધ સ્કિન પર લગાવો છો તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ધૂળ, માટી અને વધતું જતુ પ્રદુષણ અનેક રીતે વ્યક્તિની હેલ્થ અને સ્કિન પર અસર કરે છે. જો કે દિવસને દિવસે પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે. આ બધી સમસ્યાઓને કારણે સ્કિન ડ્રાય થવા લાગે છે. આ વિશે અનેક લોકો ફરિયાદ કરતા હોય છે. પરંતુ આ બધી જ વસ્તુઓમાંથી રાહત મેળવવા માટે તમે કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તો તમારે હવે એ બંધ કરવાની જરૂર છે. આ પ્રોડક્ટ્સ તમને તરત રિઝલ્ટ તો આપી દે છે પરંતુ સમય જતા તમારી સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આ માટે જરૂરી છે કે તમે ઘરેલું ઉપાયોથી જ તમારી સ્કિનને કેર કરો. આ ઘરેલું ઉપાયો તમને રિઝલ્ટ આપવામાં 4 થી 5 દિવસ જેટલો સમય લગાવે છે પરંતુ એ તમારી સ્કિનને કોઇ રીતે નુકસાન કરતું નથી.

    આજે અમે તમને જણાવીશું બદામના દૂધ વિશે. બદામનું દૂધ સ્કિન અને હેલ્થની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. બદામનું દૂધ તમે ચહેરા પર લગાવો છો તો ખીલથી લઇને બીજી અનેક સમસ્યાઓ છૂ થઇ જાય છે. તો જાણો તમે પણ બદામનું દૂધ ચહેરા પર લગાવવાથી શું થાય છે ફાયદાઓ.

    આ પણ વાંચો: Jacqueline Fernandez નાં હોટ ફિગરનું આ છે રહસ્ય

    ડ્રાય સ્કિન માટે બેસ્ટ


    તમારી સ્કિન બહુ ડ્રાય છે તો તમારા માટે બદામનું દૂધ સૌથી બેસ્ટ છે. આ માટે તમે ઠંડા દૂધમાં બદામના ટુકડા કરીને નાંખો અને પછી આ દૂધને મિક્સરમાં ચન કરી લો. ત્યારબાદ આ દૂધ તમારા ચહેરા પર લગાવો અને 10 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી ડ્રાય સ્કિન દૂર થઇ જશે અને સાથે કોઇ ઇન્ફેક્શન પણ નહીં થાય.

    ત્વચા પર નિખાર લાવવા


    બદામનું દૂધ ત્વચા પર નિખાર લાવવાનું કામ કરે છે. આમાં લેક્ટિક એસિડનું પ્રમાણ હોય છે જે સ્કિનને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે. આ માટે તમે આખી રાત બદામનું દૂધ લગાવીને સૂઇ જાવો અને પછી સવારમાં ઉઠીને ફેસ ધોઇ નાંખો. આમ કરવાથી તમારા ફેસ પર નેચરલ ગ્લો આવશે.

    આ પણ વાંચો: પોપકોર્ન ખાવાથી ઉતરે છે વજન, જાણો બીજા ફાયદાઓ

    કરચલીઓ નહીં પડે


    ખોટી ખાણી-પીણીને કારણે અને વધારે પડતા બ્યુટી પ્રોડક્ટ્સને કારણે સ્કિન પર કરચલીઓ પડવા લાગે છે. કરચલીઓમાંથી તમે છૂટકારો મેળવવા ઇચ્છો છો તો બદામના દૂધથી તમારા ફેસ પર મસાજ કરો. આ દૂધ વધતી ઉંમરની અસર ચહેરા પર દેખાવા દેશે નહીં.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Dry skin, Fair Skin, Skin Care Tips, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन