રોજ એક ગ્લાસ આ પીણું પીવાથી વજન ઘટવાની સાથે અનેક દુખાવામાંથી મળશે મુક્તિ

News18 Gujarati
Updated: March 10, 2020, 3:31 PM IST
રોજ એક ગ્લાસ આ પીણું પીવાથી વજન ઘટવાની સાથે અનેક દુખાવામાંથી મળશે મુક્તિ
આ દુખાવા અને વધતા વજનથી છૂટકારો મળશે.

બદલાતી લાઇફસ્ટાઇલને કારણે લોકોને અનેક પ્રકારનાં દુખાવા (pain) થતા હોય છે, વજન વધતું રહે છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ : દોડતી ભાગતી લાઇફસ્ટાઇલને (Lifestyle) કારણે આપણે પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાનું ભૂલી જતા હોઇએ છીએ. જેના કારણે મોટાભાગનાં લોકોને અનેક પ્રકારનાં દુખાવા (pain) થતા હોય છે, વજન વધતું રહે છે. આ બધાથી છૂટકારો મેળવવા માટે લોકો વિવિધ પ્રકારની દવાઓ લેતા હોય છે. જે લાંબા ગાળે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. તેથી આજે આપણે એવું પીણું જોઇશું જેનાથી આ દુખાવા અને વધતા વજનથી છૂટકારો મળે છે. આદુ (ginger) અને હળદરનું (Turmeric) પીણું રોજ પીવાથી તમને આ બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો. તો જોઇએ તે બનાવવાની રીત (Process).

આદુ-હળદરનું (Turmeric ginger milk) પીણું બનાવવાની રીત
સામગ્રી

આદુંનો એક મોટો ટૂકડો
હળદર- 1 ટેબલસ્પૂન
તજ-1દૂધ- 1/2 કપ
મઘ- 1 ચમચી

બનાવવાની રીત

હળદર, આદુનું દૂધ


સૌ પ્રથમ આદુનો એક મોટો ટૂકડો, હળદર તેમજ તજ લઇને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ એક તપેલીમાં દૂધ ગરમ કરવા મુકો. થોડુ ગરમ થયા પછી તેમાં આ મિશ્રણને નાંખી દો. 5-7 મિનિટ તેને ઉકળવા દો. પછી ગેસ બંધ કરી દો, તો તૈયાર છે આદુ-હળદરનું દૂધ. આ ડ્રિંકમાં અનેક તત્વો રહેલા છે જે શરીરને અનેક બીમારીઓથી દૂર રાખે છે. આ સાથે આવું દૂધ રોજ પીવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.

આ પણ વાંચો : મહિલાઓનાં સ્વાસ્થ્ય માટે જરૂરી છે આ 7 આહાર
First published: March 10, 2020
વધુ વાંચો
अगली ख़बर