Home /News /lifestyle /Health Special: ઘૂંટણની રોબોટિક્સ આર્થ્રોપ્લાસ્ટી અને ની-રિપ્લેસમેન્ટ અંગે આટલું જાણો
Health Special: ઘૂંટણની રોબોટિક્સ આર્થ્રોપ્લાસ્ટી અને ની-રિપ્લેસમેન્ટ અંગે આટલું જાણો
ઘૂંટણની સર્જરી વખતે આટલું ધ્યાન રાખો.
Total Knee Arthroplasty: આજકાલ દરેક ક્ષેત્રમાં રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે મેડિકલ ક્ષેત્રે પણ તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. હવે ઘૂંટણની ટોટલ આર્થ્રોપ્લાસ્ટી (total knee arthroplasty, TKA) માં પણ રોબોટિક્સમાં વ્યાપક સુધારા થઈ રહ્યાં છે.
નવી દિલ્હી: વધતી જતી ટેક્નોલોજી સાથે હવે દરેક ક્ષેત્રમાં ઘણાબધા ફેરફારો આવી ગયા છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીએ ખૂબ જ પ્રગતિ કરી છે અને આવી જ પ્રગતિનુ એક ઉદાહરણ એટલે રોબોટ. ઉલ્લેખનીય છે કે "રોબોટ" (Robot) પોલિશ શબ્દ "રોબોટા" પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ફરજિયાત મજૂરી. મશીન એક કરતા વધારે કાર્યો આપોઆપ અથવા ન્યૂનતમ બાહ્ય બળ થકી કરી શકે છે અને તે પ્રોગ્રામેબલ પણ હોય છે. આજકાલ દરેક ક્ષેત્રમાં રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે મેડિકલ ક્ષેત્રે પણ તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. હવે ઘૂંટણની ટોટલ આર્થ્રોપ્લાસ્ટી (total knee arthroplasty, TKA) માં પણ રોબોટિક્સમાં વ્યાપક સુધારા થઈ રહ્યાં છે.
યુનિ-કમ્પાર્ટમેન્ટલ ઘૂંટણની આર્થ્રોપ્લાસ્ટી (Uni-compartmental knee arthroplasty) એ સિંગલ-કમ્પાર્ટમેન્ટ ઑસ્ટિઓઆર્થરાઇટિસ (single-compartment osteoarthritis) ધરાવતા વિકૃતિ અથવા લીગામેન્ટની ખામીની ગેરહાજરી હોય તેવા દર્દીઓ માટે યોગ્ય છે. યુનિ-કમ્પાર્ટમેન્ટલ ઘૂંટણની આર્થ્રોપ્લાસ્ટી (યુકેએ) અને ઘૂંટણની ટોટલ આર્થ્રોપ્લાસ્ટી (ટીકેએ) બંનેમાં, હાડકાંની તૈયારી અને ઘટક કંપોનન્ટ અલાઈમેન્ટ છે જે આઉટલીયરને ઘટાડે છે અને ટાર્ગેટ ગોલના 2° અથવા 3° ની અંદર કંપોનન્ટ એલાઈમેન્ટની ટકાવારી વધારે છે.
કોરોનલ પ્લેનમાં 3° થી વધુની વર્સ અથવા વાલ્ગસ મેલલાઈનમેન્ટ કૃત્રિમ અંગ દ્વારા ભારના અસમાન વિતરણ તરફ દોરી જાય છે, જે અગાઉના રેડિયોગ્રાફિક લિસિસ તરફ લઈ જાય છે અને ત્યારબાદ એસેપ્ટિક ઢીલું થવાનું જોખમ રહે છે. રોબોટિક પ્રણાલીઓ આ તમામ કારણે જ વિકસાવવામાં આવી હતી. તેના કારણે ઇમ્પ્લાન્ટ સાઈઝીંગ, કમ્પોનન્ટ પોઝીશનીંગ અને હાડકાની તૈયારીમાં સચોટતા વધે જેથી આઉટલીયરના જોખમને વધુ ઘટાડી શકાય છે અને આશા છે કે ક્લિનિકલ પરિણામ સારા આવે અને લાંબા ગાળાના જોખમથી બચી શકાય.
રોબોટિક ડિઝાઇન:
સક્રિય
સર્જનથી સ્વતંત્ર કાર્ય કરે છે.
નિષ્ક્રિય
સંપૂર્ણ સતત અને પ્રત્યક્ષ સર્જન નિયંત્રણ કરે છે.
અર્ધસક્રિય
સર્જનના ઈન્વોલ્વમેન્ટની જરૂર છે પરંતુ આ માત્ર ફીડબેક આપવા માટે છે.