આજ કારણે આજના સમયે ગર્ભપાત પર ખુલીને વાત થાય તે જરૂરી છે

RedWomb
Updated: February 26, 2020, 3:26 PM IST
આજ કારણે આજના સમયે ગર્ભપાત પર ખુલીને વાત થાય તે જરૂરી છે
પ્રતિકાત્મક તસવીર

"હું માનતો હતો કે એક પુરુષ તરીકે ગર્ભપાત વિષે મારે કેમ જાણવું જોઇએ, પણ હું ખોટો હતો!"

  • RedWomb
  • Last Updated: February 26, 2020, 3:26 PM IST
  • Share this:
સેક્સ્યુઅલી એક્ટિવ લોકો તે વાત સ્વીકારે છે કે સેક્સ એક અદ્ધભૂત અનુભવ છે જે તમારા પ્રેમને વધારે છે. પણ જેમ કોઇ પણ સારી વસ્તુમાં કોઇ ખરાબી હોય છે તેમ આમાં પણ કેટલાક રિસ્ક છે. ભારતમાં ગર્ભપાતને લઇને અનેક ભ્રમણાઓ છે. એક સર્વેનું માનવું છે કે 80 ટકા ભારતીય મહિલાઓનું માનવું છે કે ભારતમાં ગર્ભપાત કરવો ગેરકાનૂની છે. ગર્ભપાત એક મેડિકલ પ્રક્રિયા છે જે અનઇચ્છનીય ગર્ભવ્યસ્થાને થતી રોકે છે. અને તે ભારતમાં સંપૂર્ણ પણે કાનૂની છો, પણ ખાલી 24 વીકની પ્રેગનેન્સ સુધી જ!

અનેક લોકોને માનવું છે કે ગર્ભપાત વિષે વાત કરવી કેમ જરૂરી છે. ઉત્તર પ્રદેશના 25 વર્ષીય માનુષનું કહેવું છે કે "મને ગર્ભપાત જેવી વસ્તુ વિષે ખબર જ નથી. મારું કહેવું છે કે હું એક પુરુષ છું, હું ગર્ભ ધારણ કરવાનો નથી. તો પછી મારે આને વિષે કેમ જાણવું જોઇએ." જો કે ગર્ભપાત વિષે તેની આ માન્યતા 2017માં ત્યારે બદલાઇ જ્યારે તેની ગર્લફ્રેન્ડ ભૂલથી ગર્ભવતી થઇ ગઇ. માનુષ તે સમયની તેની માનસિક સ્થિતિ વર્ણાવતા કહ્યું કે "મને ખબર નથી કે આ કેવી રીતે થયું. અમે કોન્ડોમ સિવાય સેક્સ કદી કર્યો જ નથી. અમે હંમેશા કોન્ડોમ વાપર્યો છે." આ એક સારી વાત છે કે આજના યંગ કપલ કોન્ડોમ જેવા ગર્ભનિરોધકો વિષે સારી રીતે જાણે છે અને તેનો મોટા પાયે ઉપયોગ પણ કરે છે. જો કે તેમ છતાં તે 100 ટકા ગર્ભનિરોધક તરીકે ઉપયોગી સાબિત નથી થતા. કોન્ડોમના પેક પર પણ લખ્યું છે 99 ટકા સંભાવના છે કે ગર્ભધારણ નહીં થાય. અને માનુષ અને તેની ગર્લફ્રેન્ડ સાથે કદાચ તે 1 ટકા વાળી દુર્ધટના થઇ ગઇ.

"જ્યારે તેને મને કહ્યું તેને માસિક નથી આવ્યો. મને સમજાતું નહતું કે હવે શું કરવું. ખૂબ જ માનસિક તાણ પછી હું તેની માટે પ્રેગનેન્સી ટેસ્ટ કીટ લઇ આવ્યો. અને અમને ખબર પડી કે તે પ્રેગનેન્ટ છે." આ જાણ્યા પછી શું કરવું કોની સાથે વાત કરવી તે સમજાતું નહતું. છેવટે તે બંને ગાયનોલોજીસ્ટ પાસે ગયા. "તેણે મારી પાર્ટનરને લગ્ન પહેલા સેક્સ કરવા મામલે ખૂબ લડી અને આ માટે અમે બંને જવાબદાર છીએ તેવું જણાવ્યું." તે પછી અમે એક બીજા ગાયનેક જોડે ગયા. જ્યાં અમે લગ્ન કર્યા છે તેવું ખોટું કહ્યું અને તે ડોક્ટરે ગર્ભપાત માટે હામી ભરી અને છેવટે અમે સફળતાપૂર્વક ગર્ભપાત કરાવી શક્યા.

પ્રતિકાત્મક તસવીર


જો કે આ લોકો એક માત્ર આવા કપલ્સ નથી. ભારતમાં આવા અનેક કપલ્સ છે જે આ રીતની મુશ્કેલી માંથી પસાર થાય છે. અનેક કારણો છે જેના કારણે લોકો ગર્ભપાત કરાવે છે. માંની સ્વાસ્થયને કારણે, નાણાંકીય સમસ્યાના કારણે, બળાત્કાર અને છેડતીના કિસ્સામાં ગર્ભપાત થાય છે અને તે સામાન્ય વાત છે. ગર્ભાવાસ્થા એક ભાવનાત્મક, શારિરીક અને માનસિક પ્રક્રિયા છે. અને તમે કોઇને આ માટે દબાણ ના કરી શકો. એક વાત સમજો કે ગર્ભાપાત કરવો તે તમારો માનવ અધિકાર છે. અને સમયસર ગર્ભપાત કરાવવાથી તમે અનેક જીવનને બગડતી બચાવી શકો છો.

ભારતમાં 21-40 ટકા ગર્ભવાસ્થા ગર્ભપાતમાં પરિણામે છે. જે દેશોમાં ગર્ભપાત કાનૂની નથી ત્યાં પણ મહિલાઓ ગેરકાનૂની રીતે ગર્ભપાત કરાવે છે. જે ખતરનાક પણ સાબિત થઇ શકે છે. કેટલીક વાર મહિલાઓ કંઇ પણ ન કરવા માટે અક્ષમ હોવાનું માનીને પોતાના જ પેટ પર પંચ મારી કે ઇજા પહોંચાડીને ગર્ભપાત કરવાનો પ્રયાસ પણ કરતી હોય છે. આવા કિસ્સા પણ કેટલીક વાર સામે આવે છે. જો કે આવું કરવાના ચક્કરમાં ઇન્ટરનલ બ્લિડિંગના કારણે તેમની મોત થવાની સંભાવના પણ છે. આ માટે જ ગર્ભપાત વિષે યોગ્ય જાણકારી હોવી જરૂરી છે. જો તમારા કોઇ મિત્રને ગર્ભપાત મામલે જાણકારી કે મદદની જરૂર હોય તો યાદ રાખો કે ગર્ભપાત લાયસન્સ પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા જ કરવામાં આવે છે. તે સંપૂર્ણપણે સલામત અને ભારતમાં પૂર્ણ રીતે કાનૂની છે. પણ હા, આ માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ. બસ આ માટે તમારે બીજા કોઇની પરવાનગીની જરૂર નથી. આ એક મેડિકલ પ્રક્રિયા છે. જે તમારું જીવન બચાવી શકે છે અને તમને અકારણે માનસિક તાણમાંથી મુક્ત કરી શકે છે. તો જો તમે સેક્યુઅલી એક્ટિવ હોવ અને તમે ગર્ભધારણ ના કરવા માંગતા હોવ તો સૌથી પહેલા શ્રેષ્ઠ વાત તે જ રહેશે કે તેમ ગર્ભનિરોધકનો હંમેશા ઉપયોગ કરો. તેમ છતાં જો તેવું કંઇ થાય છે તો 24 વીકનો ગર્ભ થાય તે પહેલા જો તમે ગર્ભપાત કરવવા માંગતા હોવ તો તમે કરાવી શકો છો. પણ સૌથી પહેલા સેફ સેક્સ પ્રેક્ટિસને પ્રાધાન્ય આપો. અને ગર્ભપાત પહેલા તે વિષે વિગતવાર જાણકારી મેળવો લો.
લેખક - અનાગા રેડવોમ્બમાં ઇન્ટરન છે.
First published: February 26, 2020, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading