Home /News /lifestyle /Alia વિમાન બેસે ત્યારે ભૂલ્યા વગર ફેસ પર લગાવે છે આ વસ્તુ, જાણો બ્યૂટી સિક્રેટ્સ

Alia વિમાન બેસે ત્યારે ભૂલ્યા વગર ફેસ પર લગાવે છે આ વસ્તુ, જાણો બ્યૂટી સિક્રેટ્સ

આલિયા સ્કિનની કેર વધારે કરે છે.

Alia bhatt skin care secrets: આલિયા ભટ્ટની સ્કિન એકદમ સોફ્ટ અને ગ્લોઇંગ છે. આલિયા સ્કિનની અનેક રીતે કેર કરે છે. સ્કિન કેરમાં આલિયા જરા પણ પાછી પડતી નથી. આમ, તમે પણ આલિયાની જેમ સ્કિન કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ ફોલો કરો.  

Alia bhatt skin care secrets: આલિયા ભટ્ટની ઉંમરની અસર એની સ્કિન પર જરા પણ દેખાતી નથી. આલિયા હવે તો મોમ બની ગઇ છે તો પણ એની નાજુકતા અને સોફ્ટનેસ સ્કિન પર જોવા મળે છે. તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે બોલિવૂડ અભિનેત્રીઓ પણ અનેક ઘરેલું ઉપાયો અજમાવતી હોય છે. આ ઘરેલું ઉયો તમારી સ્કિનને કોઇ નુકસાન પહોંચાડતુ નથી અને સાથે તમારી સ્કિનને સોફ્ટ કરવાનું કામ કરે છે. તો જાણો તમે પણ આલિયા ભટ્ટના આ સ્કિન કેર સિક્રેટ વિશે.

આ પણ વાંચો:બે દિવસમાં મોં પરના કાળા ડાઘા દૂર કરવાનો ઉપાય

મોઇસ્યુરાઇઝર


આલિયા ભટ્ટ એ વાતનો સ્વિકાર કરે છે કે એને ફ્લાઇટ્સમાં સૌથી વધારે સમય વિતાવવો પડે છે જેના કારણે સ્કિન વધારે ડ્રાય થઇ જાય છે. આ માટે આલિયા મોઇસ્યુરાઇઝરનો ઉપયોગ કરે છે. આ સાથે જ દિવસ દરમિયાન વધારે પાણી પીવે છે, જેના કારણે શરીર અંદરથી હાઇડ્રેટ રહે છે જેના કારણે ત્વચા સોફ્ટ થાય છે. આલિયાની ગ્લોઇંગ સ્કિનની પાછળ નિયાસિનામાઇડ સીરમનો ઉપયોગ કરે છે, જેના કારણે પ્રદુષણ, ફાઇન લાઇન્સ અને ડિહાઇડ્રેશનથી સ્કિનને બચાવે છે અને સાથે ચહેરા પરનું એકસ્ટ્રા ઓઇલથી છૂટકારો અપાવે છે.

આ પણ વાંચો:વેક્સ કરાવ્યા પછી ફોલ્લીઓ થાય છે?

રોલર


સ્કિન કેર રૂટિનમાં આલિયા ફેસ રોલરનો ઉપયોગ કરે છે. આલિયા આમ તો વાઇબ્રેટિંગ ગોલ્ડ રોલરનો ઉપયોગ કરે છે, પરંતુ તમને નોર્મલ રોલરનો ઉપયોગ કરી શકો છો. આ રોલર તમારે ચહેરા પર ઉપરથી નીચે સુધી ફેરવવાનું હોય છે. આનાથી સ્કિન પર મસાજ થાય છે.

આઇ ક્રીમ


આલિયા જ્યારે લાંબા શૂટિંગમાં વ્યસ્ત હોય ત્યારે એ સવારમાં વહેલા ઉઠીને કામ કરવુ પડે છે અને મોડા સુધી જાગવાનું હોય છે જેના કારણે આંખોની આસપાસ કાળા ડાઘા પડી જાય છે. આઇ ક્રીમની મદદથી આલિયા આ ટાઇપના ડાર્ક સર્કલ્સને દૂર કરે છે. આ સાથે જ આલિયા જ્યારે કેમેરાની સામે વર્ક કરે છે ત્યારે આઇ ક્રિમ જરૂર લગાવે છે.



આમ, દરેક વ્યક્તિએ પોતાની સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવુ જોઇએ. તમે પણ આલિયાની જેમ મસ્ત સ્કિન થાય એવું ઇચ્છો છો તો આ રીતે સ્કિન કેર કરવાનું શરૂ કરી દો, જેનાથી તમને અનેક ઘણો ફાયદો થશે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Alia Bhatt, Life Style News, Skin Care Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો