Home /News /lifestyle /Alia Bhatt Lifestyle : આલિયા ભટ્ટ હેલ્થ ટીપ્સ, ત્રણ મહિનામાં ઉતાર્યું 16 કિલો વજન, જાણો શું છે ફિટનેસ મંત્ર
Alia Bhatt Lifestyle : આલિયા ભટ્ટ હેલ્થ ટીપ્સ, ત્રણ મહિનામાં ઉતાર્યું 16 કિલો વજન, જાણો શું છે ફિટનેસ મંત્ર
કેટલાક વર્ષોમાં આલિયાના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો છે.
Alia Bhatt Weight Loss: જો તમે પણ ઝડપથી વજન ઘટાડવા અને પરફેક્ટ ફિગર મેળવવા માંગતા હોવ તો આલિયા ભટ્ટનો ફિટનેસ મંત્ર (Alia Bhatt Fitness Mantra) તમને ઘણી મદદ કરી શકે છે. આલિયા ભટ્ટની લાઇફસ્ટાઇલથી ( Alia Bhatt Lifestyle ) ઘણા પ્રભાવિત છે.
Alia Bhatt Weight Loss : બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) એક્ટિંગ સાથે પોતાની સુંદરતા તેમજ લાઇફ સ્ટાઇલ ( alia bhatt lifestyle ) મામલે પણ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આલિયાના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો છે. આલિયા ભટ્ટ બ્યૂટી ટીપ્સ ( alia bhatt beauty tips ) પણ ઘણી ચર્ચામાં રહે છે. બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા એકદમ ગોલુમોલુ દેખાતી હતી, પરંતુ હિરોઈન બનવા માટે તેણે ઘણું વજન (Weight Loss) ઘટાડ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટે કુલ 3 મહિનામાં તેનું 16 કિલો વજન ઘટાડ્યું અને બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી. આલિયા ફિગર (Alia Figure) મેળવવા માટે આજકાલની છોકરીઓ ફોલો કરે છે, આલિયાના ફિટનેસ મેન્ટેઈન (alia fitness) કરવા માટે કેવા પ્રકારના ફૂડ અને કેવી કસરત કરે છે.
આવો છે આલિયાનો ફિટનેસ મંત્ર
આલિયા ભટ્ટની ચમકતી ત્વચા, ડિમ્પલ અને પરફેક્ટ ફિગરએ કરોડો લોકોને તેના દિવાના બનાવી દીધા છે. આલિયા ભટ્ટ પોતાને શેપમાં રાખવા માટે જીમમાં જઈને ઘણો પરસેવો પાડે છે. ત્યાં તે યોગા પણ કરે છે. આલિયા હંમેશા તેના વર્કઆઉટમાં ફેરફાર કરે છે જેથી તે તેના વર્કઆઉટથી કંટાળી ન જાય. આલિયા ક્યારેક સ્વિમિંગ રાખે છે તો ક્યારેક જિમ. આ સિવાય આલિયા દરરોજ રનિંગ, સ્વિમિંગ, કિકબોક્સિંગ તેમજ સર્કિટ ટ્રેનિંગ અને યોગા કરે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા અઠવાડિયામાં 3 થી 4 દિવસ જિમ જાય છે, જ્યાં તે માત્ર 30-40 મિનિટ કાર્ડિયો વર્કઆઉટ કરે છે. સખત વર્કઆઉટ રૂટિન સિવાય, આલિયા સંતુલિત આહારને પણ અનુસરે છે. તે પેકેજ્ડ ફૂડ અને જંક ફૂડને તેના આહારથી દૂર રાખે છે. આલિયા ચોક્કસપણે તેના આહારમાં નારિયેળ પાણી, તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરે છે.
ગંગૂબાઇ કાઠિયાવાડી મુંબઇની એક ચર્ચિત કોઠાવાળી છે. જેને માત્ર 500 રૂપિયા માટે તેનાં પતિએ વેંચી દીધી હતી.
લાઇફ સ્ટાઇલ અંગેની વધુ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો
આ ફિલ્મમાં ગંગૂબાઇએ જીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે. કે કેવી રીતે નાની ઉંમરમાં તેનાં લગ્ન કરી દેવામાં આવ્યાં અને કેવી રીતે તેનાં પતિએ તેને કોઠા પર બેસાડી દીધી. આ કિરદાર પર સંજય લિલા ભણસાલી ઘણાં સમયથી ફિલ્મ બનાવવાં ઇચ્છતો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર