એસિડિટીની દવાથી કૅન્સર થઈ શકે છે! ડ્રગ કન્ટ્રૉલર બૉર્ડે જાહેર કરી ચેતવણી

News18 Gujarati
Updated: September 26, 2019, 3:35 PM IST
એસિડિટીની દવાથી કૅન્સર થઈ શકે છે! ડ્રગ કન્ટ્રૉલર બૉર્ડે જાહેર કરી ચેતવણી
એસિડિટીની દવાથી કેન્સર થઈ શકે છે!

ડ્રગ કન્ટ્રૉલર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, Ranitidine દવામાં કેટલાક એવા કેમિકલ મળી આવ્યા છે, જેમાં કેન્સર થવાનો ખતરો હોય છે.

  • Share this:
જો તમે પણ એસિડિટીને દૂર કરવા માટે ફેમસ દવા રૅનિટિડાઈનનો ઉપયોગ કરી રહ્યા છો તો, તમારે ધ્યાન આપવાની જરૂરત છે. ડ્રગ કન્ટ્રૉલર ઑફ ઈન્ડિયાએ મંગળવારે ઍન્ટી-એસિડિટી દવા Ranitidine પર સાર્વજનિક સ્વાસ્થ્ય ચેતાવણી જાહેર કરી છે. ડ્રગ કન્ટ્રૉલર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, Ranitidine દવામાં કેટલાક એવા કેમિકલ મળી આવ્યા છે, જેમાં કૅન્સર થવાનો ખતરો હોય છે. તમને જણાવી દઈએ કે, Ranitidine દવાનો ઉપયોગ માત્ર એસિડિટી માટે જ નથી થતો, પરંતુ અન્ય બિમારીઓની સારવાર જેમ કે, આંતરડામાં પડતી ચાંદી, ગેસ્ટ્રોઈસોફેગલ ફ્લિક્સ બીમારી, ઈસોફેગિટિસમાં કરવામાં આવે છે. આ દવા માર્કેટમાં અલગ-અલગ ફૉર્મ્યૂલેશનમાં ટેબલેટ અને ઈન્જેક્શન રૂપે મળે છે.

જાહેર કરાઈ ચેતવણી - અંગ્રેજી બિઝનેસ સમાચાર પત્ર ઈકોનૉમિક ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર, સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાલય ડ્રગ્સ કન્ટ્રૉલર, વીજી સોમાનીએ દેશના તમામ રાજ્યોને Ranitidine દવાને લઈ ચેતવણી જાહેર કરી છે. રાજ્યોને આ મુદ્દે પગલા ભરવાનો આદેશ આપ્યો છે.

અમેરિકાની એફડીએએ સૌથી પહેલા આ દવામાં કૅન્સરના કારકો વિશેની માહિતી મેળવી હતી અને આ સંબંધિ એલર્ટ જાહેર કર્યું હતું.

- ભારતમાં આ દવાનું ઉત્પાદન કરતી કંપનીઓને તુરંત આ દવાનું ઉત્પાદન રોકવાનું કહેવામાં આવ્યું છે

- ડ્રગ કન્ટ્રૉલરના નિર્દેશ હેઠળ ડૉક્ટરને પણ સલાહ આપવામાં આવી છે કે, આ દવા દર્દીઓને લેવા માટે સલાહ ન આપે.

- હવે શું થશે - ભારતમાં દવાની ક્વોલિટી, સૅફ્ટી અને ક્ષમતા-ગુમવત્તાને નિયંત્રિત કરતી સંસ્થા ધ સૅન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રૉલ ઑર્ગેનાઈઝેશને Ranitidine સાથે જોડાયેલા આ મામલાને ઍક્સપર્ટ કમિટી પાસે મોકલી દીધો છે. આ કમિટી દેશભરમાં અલગ-અલગ બ્રાન્ડ્સના નામથી વેચાઈ રહેલી Ranitidine દવાની તપાસ કરશે.
First published: September 26, 2019, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading