આજે સોનું ખરીદતા પહેલાં ખાસ ધ્યાનમાં રાખો આ વાત!

News18 Gujarati
Updated: May 7, 2019, 12:36 PM IST
આજે સોનું ખરીદતા પહેલાં ખાસ ધ્યાનમાં રાખો આ વાત!

  • Share this:
Akshaya tritiya 2019: આજે સોનું ખરીદતા સમયે ધ્યાનમાં રાખો આ વાત, નહીં બનો છેતરપીંડીનો શિકાર!

સોનાની ખરીદી કરતા પહેલા યાદ રાખવાની ટિપ્સ 2019

અક્ષય તૃતીયા 2019: અક્ષય તૃતીયાના દિવસે સોનાના ઘરેણાં અને સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે, જેઓ સોનાની ખરીદી કરે છે તેઓના ઘરમાં હંમેશાં સુખ-સમૃદ્ધિ રહે છે અને માતા લક્ષ્મીના કૃપા બની રહે. તેથી, જો તમે આજના શુભ દિવસે સોનાની ખરીદી કરવા માટે વિચારી રહ્યા છો તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણી લો. જોથી તમે નહીં બનો છેતરપીંડીનો શિકાર!

સોનું ખરીદતી વખતે સૌથી પહેલા તેની શુદ્ધતાની ચોકસાઈ મહત્વપૂર્ણ છે. 24 કેરેટ સોનાને શુદ્ધ ગણવામાં આવે છે. પરંતુ તે ખૂબ જ નાજુક હોવાથી, સોનાના ઘરેણાં બનાવતી વખતે તેમાં અન્ય ધાતુ ઉમેરાય છે. પરંતુ જો કોઈ સોની તમને કહે કે તે તમને 24 કેરેટ ગોલ્ડ આપે છે, તો તેનો અર્થ એ છે કે તે તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે. સોનાના ઘરેણાં બનાવવા માટે મોટાભાગના સોની 22 કેરેટ અથવા 18 કેરેટ સોનાનો ઉપયોગ કરે છે.

- સોનાના અલંકારો માટે ખરીદી કરતી વખતે હોલમાર્ક પણ જુઓ. આ ચિહ્ન સોનાની શુદ્ધતાનું પ્રતિક છે. તમે તેના વિશે ઑનલાઇન અથવા સોનીને પૂછપરછ કરી શકો છો. જે દાગીના પર હોલમાર્કનું ચિહ્ન નથી તે ન ખરીદવું વધુ સારું રહેશે.

- અક્ષય તૃતીયા પર સોનાની ખરીદી ભવિષ્યમાં રોકાણ તરીકે કરવાનું આયોજન હોય તો સારું રહેશે કે તમે સોનાની લગડી અથવા સિક્કાની ખરીદી કરો. કારણ કે તેમાં અશુદ્ધિઓની માત્રા ઓછામાં ઓછી હોય છે. સાથે તેને વેચતી વખતે સોની વજનમાં કે તોલમાપમાં ચીટીંગ પણ નથી કરી શકતા.
First published: May 7, 2019, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading