કચરો ઓછો કરવા માટે એરલાઇને કોફી કપ સાથે કર્યું કંઇક આવું

News18 Gujarati
Updated: December 6, 2019, 4:24 PM IST
કચરો ઓછો કરવા માટે એરલાઇને કોફી કપ સાથે કર્યું કંઇક આવું
પ્રતિકાત્મક તસવીર

કોફી પૂરી થયા પછી તેના કપને ખાવાની પણ એક અલગ મજા હોય છે.

  • Share this:
એર ન્યૂઝીલેન્ડે હાલમાં જ દર વર્ષે એરલાઇન્સ દ્વારા કરવામાં આવતા 8 મિલિયન ડિસ્પોજેબલ કપોથી ઉત્પન્ન થતા કચનાનો નિકાલ કરવા માટે વેનિલા સ્વાદના ખાદ્ય કપોમાં કોફી સર્વ કરવાની શરૂઆત કરી છે. એરલાઇન્સના એક ગ્રાહક બુધવારે જાહેર કરેલા પ્રચાર વીડિયોમાં કહ્યું કે આ ખાલી ગરમી જ નથી આપતો, હું તેને ત્યારે પણ ખાઇ શકું છું જ્યારે મારી કોફી પૂરી થઇ જાય!
બાયોડિગ્રેડેબલ કન્ટેનરોમાં કોફી

Efe ન્યૂઝ રિપોર્ટ મુજબ હોલ્મેટિયરે આશા વ્યક્ત કરી છે કે આ પહેલથી યાત્રીઓ અને ન્યૂઝીલેન્ડમાં રહેતા લોકો કચરા જેવી વસ્તુ પર પુનવિચાર કરશે. એરલાઇન જે પહેલા જ બાયોડિગ્રેડેબલ કન્ટેનરોમાં કોફી સર્વ કરતી હતી તેણે હવે ખાદ્ય ઉત્પાદનોનું બનાવતી ટ્વાઇસ સાથે આ મામલે પાર્ટનશીપ કરી છે.

ગત મંગળવારે આ એરલાઇન્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે અમે હવાઇ સફર દરમિયાન કચરો ઓછો કરવા માટે પ્રયાસશીલ છીએ. અમે બિસ્કીટ કોફી કપમાં કોફી સર્વ કરવા મામલે વિચાર કર્યો હતો. જેથી કોફી પૂર્ણ થયા પછી બિસ્કિટની મજા લઇ શકાય. તેમણે કહ્યું કે કોફી પૂરી થયા પછી તેના કપને ખાવાની પણ એક અલગ મજા હોય છે.  જો કે હાલ તો આવું એક જ એરલાઇન્સે શરૂ કર્યું છે. પણ આવનારા સમયમાં જો આ પ્રયોગ સફળ થયો તો અન્ય એરલાઇન્સ પણ તેનો ઉપયોગ કરી શકે છે. જો આવું થયું તો ખરેખરમાં એરલાઇન્સ દ્વારા ટી કપનો જે મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે તેને કંઇક અંશે દૂર કરી શકાશે.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर