Home /News /lifestyle /વેકેશન @ અમદાવાદ: અહીંયા માત્ર 30 રૂ.માં ઘોડાગાડીમાં બેસવાની મજા માણજો, આ છે સૌથી સારી 10 ફરવા લાયક જગ્યાઓ
વેકેશન @ અમદાવાદ: અહીંયા માત્ર 30 રૂ.માં ઘોડાગાડીમાં બેસવાની મજા માણજો, આ છે સૌથી સારી 10 ફરવા લાયક જગ્યાઓ
ફરવા માટે અનેક જગ્યાઓ છે.
Travel Tips: બાળકોના વેકેશનમાં હંમેશા પેરેન્ટ્સ ક્યાંકને ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરતા હોય છે. આમ આજે અમે તમને અમદાવાદની એવી મસ્ત 10 જગ્યાઓ જણાવી છે જ્યાં તમે ફરી-ફરી શકો છો અને સાથે ખરીદીની મજા પણ માણી શકો છો.
Travel tips: બાળકોને પરિક્ષા પૂરી થઇ રહી છે ત્યારે અનેક લોકો વેકેશનમાં ફરવાનું પ્લાનિંગ કરતા હોય છે. વેકેશનમાં ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. તો આજે અમે તમને અમદાવાદની એવી 10 જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમને ફરવાની બહુ જ મજા આવશે. આ જગ્યાઓ પર તમે આરામથી એક દિવસ પસાર કરી શકો છો. ખાસ કરીને અનેક લોકોને મનમાં પ્રશ્ન થતો હોય છે કે અમદાવાદમાં કઇ જગ્યાએ ફરવુ? આમ, તમે પણ આવું વિચારી રહ્યા છો તો નજર કરી લો આ 10 જગ્યાઓ પર જ્યાં તમને બહુ જ મજા આવશે.
અમદાવાદ હેરીટેજ વોક
આ એક એવી જગ્યા છે જ્યાં તમને ફરવાની સાથે-સાથે અમદાવાદનો ઇતિહાસ, બાંધકામ અને પોળ વિસ્તારની મજા લઇ શકો છો. આ સાથે જ તમે ગાંધીરોડનું પુસ્તક બજાર, જૂનું શેરબજાર, ભદ્રકાળીનું મંદિર પણ જોઇ શકો છો.
તમે અમદાવાદમાં રહો છો અને તમે અડાલજની વાવ જોઇ નથી તો સમજી લો કે તમે કશું જ જોયુ નથી. અડાલજની વાવની કોતરણી જોઇને તમારું મન ખુશ થઇ જશે. આ કોતરણી કામ એટલુ ઉમદા છે કે જે જોતાની સાથે તમે પણ વાહ બોલી ઉઠશો.
રિવરફ્રન્ટ
અમદાવાદની એક મસ્ત જગ્યા એટલે રિવરફ્રન્ટ..અહીંયા તમે તમારા પાર્ટનર સાથે એકલા પણ જઇ શકો છો અને સાથે તમારા ફેમિલીને પણ લઇ જઇ શકો છો. રિવરફ્રન્ટમાં તમે બોટિંગ, સ્પિડ બોટ તેમજ બીજી અનેક રાઇડ્સનો આનંદ લઇ શકો છો. આ સાથે જ ફ્લાવર પાર્ક પણ જોઇ શકો છો.
કાંકરિયા લેક
બોસ..કાંકરિયા તો તમારે જોવુ જ પડે..કાંકરિયામાં તમે સાંજના સમયે જાવો છો તો બહુ જ મજા આવે છે. નગીના વાડીમાં થતા ડાન્સિંગ ફુવારાનો પણ તમે આનંદ લઇ શકો છો. આ સાથે જ તમે રાઇડ્સમાં પણ બેસી શકો છો.
આ એક એવી જગ્યા છે જ્યાં તમે ફરવાની સાથે-સાથે ખરીદી કરવાની મજા પણ લઇ શકો છો. અહીંયા તમે ચણીયા ચોળી, કૂર્તી, દુપટ્ટા તેમજ ધોડાગાડીમાં બેસવાનો આનંદ લઇ શકો છો.
ઇસ્કોન મંદિર
અમદાવાદનું ઇસ્કોન મંદિર ખાસ જોવા જેવું છે. આ મંદિરમાં જતાની સાથે જ તમારું માઇન્ડ રિલેક્સ થઇ જાય છે. આ સાથે જ અહીંયા તમે ખીચડીનો પ્રસાદ પણ લઇ શકો છો.
વિન્ટેજ કાર મ્યૂઝિમય
સરદાર પટેલ રિંગ રોડ પર દાસ્તાન સર્કલ નજીક વિન્ટેજ કાર મ્યૂઝિયમ આવેલું છે. અહીંયા તમને જૂની કારનું જોરદાર કલેક્શન જોવા મળશે.
શાહિબાગનું સ્વામિનારાયણ મંદિર
સ્વામિનારાયણ મંદિર તમે અમદાવાદમાં અચુક જોજો. આ બહુ મસ્ત અને જૂનું મંદિર છે. અનેક લોકોને અહીંયા જોરદાર શ્રદ્ધા છે.
વૈષ્ણોદેવી મંદિર
અમદાવાદમાં વૈષ્ણોદેવી મંદિર પણ મસ્ત છે. અહીંયા તમે સરળતાથી જઇ શકો છો. આ મંદિરમાં એક નાની ગુફા છે જેમાંથી તમારે જવુ પડે છે.
માણેક ચોકની ખાણી-પીણી બજાર
આ બધી જગ્યાએ તમે ફરી લીધુ અને તમને સ્ટ્રીટ ફૂડ ખાવાની ઇચ્છા થઇ છે તો તમે માણેકચોક પહોંચી જાવો. માણેક ચોકમાં ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. માણેકચોકમાં ખાસ કરીને પાઇનેપલ સેન્ડવિચ, ઘુઘરા સેન્ડવિચની ખાસ મજા માણજો.