Foods That make You Look Older: તમારું શરીર કઈ રીતે કામ કરે છે અને તમે શારીરિક રૂપે કેટલું સારું અનુભવો છો તે નિશંકપણે તમારી ઉંમર (Age) પર આધાર રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી ઉંમર એટલી ન હોય છતાં તમારું શરીર વધતી ઉંમરના લક્ષણ (How to stop early aging) દર્શાવી શકે છે. તમારું શરીર ધૂમ્રપાન, સૂર્યના સંપર્ક, પર્યાવરણીય જોખમ અને ડાયટ જેવી લાઇફસ્ટાલના કારણે વૃદ્ધ દેખાય છે. તેનો અર્થ છે કે, ઉંમર વધવાની પ્રક્રિયા ઉપર તમારું અમુક હદ સુધી નિયંત્રણ છે અને યોગ્ય ખોરાક, વ્યાયામ કરવાથી અને ધુમ્રપાન કે આલ્કોહોલ જેવી ખરાબ આદત છોડવાથી ઉંમર વધવાની ગતિને ધીમી કરી શકાય છે.
કયા ફૂડ ખાવાથી તમારા શરીરમાં ઉંમર વધવાની પ્રક્રિયા ઝડપી થઈ શકે છે? અહીં એવા જ ફૂડ્સનું લિસ્ટ આપવામાં આવ્યું છે જેનું સેવન આજથી ઓછું અથવા તો બંધ કરવું જોઈએ.
આ 8 ફૂડ આઇટમ્સ તમારા ચહેરા પર કરચલી લાવી શકે છે (These 8 Foods Can Bring Wrinkles on Face)
1. બટાટાની ચિપ્સ
જો તમને કંઈ ક્રન્ચી ખાવાની ઈચ્છા હોય તો હોલ ગ્રેન કેકર્સ અથવા તો કાપેલા શાકભાજી જેવા કે ઝુકીની સ્ટિક કે સેલરી અજમાવો – કેમ કે બટાકાની વેફર યુવાનો માટે નુક્શાનકારક છે. ટ્રાન્સ ફેટી એસિડનું સેવન શરીરની અંદર ઇન્ટરલ્યૂનિક 6ને ઉત્તેજિત કરે છે. ઇન્ટરલ્યૂનિક 6 સોજાનું એક માર્કર છે, જે ઉંમર વધવાની સાથે જોડાયેલું છે. તેના સિવાય તળેલ અને ડીપ ફ્રાઈ ડીશથી બચો.
2. માઇક્રોવેવ ડિનર
ફ્રોઝન મીલમાં સોડિયમની માત્રા બહુ વધારે હોય છે. સોડિયમ વોટર રિટેન્શન અને ‘પફીનેસ’ વહેલું વૃદ્ધત્વ લાવે છે. માટે ફ્રેશ ખાવા પર ધ્યાન આપો.
3. એનર્જી ડ્રિન્ક્સ
એનર્જી ડ્રિન્કમાં વધારે માત્રામાં શુગર અને તે ઘણું એસિડિત હોય છે, જે દાંતને નુક્સાન પહોંચાડે છે અને તેના પર દાગ લાગવાની શક્યતા વધતી જાય છે જે તમારી સ્માઈલ ઓછી કરી દે છે. આ ઉપરાંત, તેની હાઈ કેફીન અને સોડિયમ સામગ્રી ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે. ખાસ કરીને જ્યારે તમે પાણીની બદલે તેને પીઓ છો.
4. બેક્ડ કુકિઝ
કુકીઝ અને અન્ય મિઠાઈ મોટાભાગે એક્સ્ટ્રા શુગર અને ફેટથી ભરી હોય છે, જેના વજન વધી શકે છે અને દાંતના સ્વાસ્થ્યને નુક્શાન થઈ શકે છે. શુગર એક અનહેલ્ધી માઇક્રોબાયોમને વધારે છે.
પ્રોસેસ્ડ મીટમાં વપરાતા પ્રિઝર્વેટિવ્સ શરીરમાં ફ્રી રેડિકલનું કારણ બની શકે છે. ફ્રી રેડિકલ તમારા કોષો અને ડીએનએના ઓક્સિડેશન તરફ દોરી જાય છે, અને તેઓ કેન્સર કરે તેટલું નુકસાન પહોંચાડે છે.
6. બેકન
જો તમે તમારા યુવાન દેખાવને જાળવી રાખવા માગતા હો, તો તમે તેને ટેમ્પેહ બેકન માટે સ્વેપ કરવાનું વિચારી શકો છો. નાઈટ્રેટ્સ, જે માંસ માટે જરૂરી એક પ્રિઝર્વેટિવ છે, તે વય સંબંધિત બીમારીઓથી વધતા મૃત્યુ સાથે જોડાયેલું છે, જેમ અલ્ઝાઈમર અને પાર્કિન્સન સામેલ છે.
બેગલ્સ, ઓટમીલ, પ્રેટજેલ, પાસ્તા જેવા ખાદ્યપદાર્થો ત્વચાની એજિંગ પ્રોસેસને વેગ આપે છે, જેનાથી ખીલ પણ થાય છે. તો કહેવાતા ‘હેલ્ધી' અનાજ, જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તે પણ કરચલીઓ પેદા કરતા ગ્લુકોઝથી ભરેલા થઈ શકે છે.
8. આલ્કોહોલ
ઓછી માત્રામાં તે તમને અથવા તમારી ત્વચાને કોઈ નુકસાન પહોંચાડતું નથી, પરંતુ તેને વધુ પ્રમાણમાં પીવાથી, ખાસ કરીને શુગરવાળી ડ્રિંક, ફ્રી રેડિકલનું કારણ બને છે. આલ્કોહોલ શરીરના વિટામિન Aને પણ છીનવી લે છે, એક એન્ટીઑકિસડન્ટ કે જે કોષોના નવીકરણ માટે જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર