Home /News /lifestyle /

Post COVID Problem: કોરોનામાંથી સાજા થયા બાદ શું તમને પણ થઈ રહી છે વાળ ખરવા સહિતની આ સમસ્યાઓ? જાણો

Post COVID Problem: કોરોનામાંથી સાજા થયા બાદ શું તમને પણ થઈ રહી છે વાળ ખરવા સહિતની આ સમસ્યાઓ? જાણો

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus In India)ની બીજી લહેર નિયંત્રિત થઈ ગઈ છે. પોસ્ટ કોવિડ (Post Covid Complications) ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોવિડમાંથી સાજા થયા બાદ પણ અનેક લોકો વિભિન્ન સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

વધુ જુઓ ...
મુંબઈ:  મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus In India)ની બીજી લહેર નિયંત્રિત થઈ ગઈ છે. પોસ્ટ કોવિડ (Post Covid Complications) ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોવિડમાંથી સાજા થયા બાદ પણ અનેક લોકો વિભિન્ન સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના લોકોને બેચેની અને થાકની સમસ્યા થઈ રહી છે. આવો જ એક પ્રકારનો કેસ ભાંડુપમાંથી સામે આવ્યો છે. ભાંડુપની 50 વર્ષીય પ્રભાવતિ નિલ્વેએ જણાવ્યું કે તે સવારે 6.30 વાગ્યે ઉઠે છે અને સવારે ઉઠવા માટે તેમણે ખૂબ જ તાકત લગાવી પડે છે. સવારે ઓછામાં ઓછી 2 કલાક સુધી તાકત લગાવ્યા બાદ તે ઉઠી શકે છે. નિલ્વેને જાન્યુઆરીમાં કોરોના (cororna) થયો હતો, તેમણે જણાવ્યું કે “નબળાઈને કારણે તેનો સ્વભાવ ચિડીયો થઈ જાય છે.”

નિલ્વેએ જણાવ્યું કે, કોરોનામાંથી સાજી થઈ તેને 8 મહિના થવા આવ્યા છે, પરંતુ અત્યાર સુધી તેને આ પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે. કોવિડમાંથી સાજા થયા બાદ પણ શા માટે આ પ્રકારની સમસ્યા થઈ રહી છે, તે એક સવાલ બની ગયો છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર કોરોના થયો તેના 5 દિવસ બાદ નિલ્વેને ચેમ્બૂરની એક હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવી હતી. ડૉકટર્સે જણાવ્યું કે, તેમના ફેંફસા સુધી કોરોનાનું સંક્રમણ થયું હતું. ઈલાજ દરમિયાન સ્ટેરોઈડ્સ, એન્ટીબાયોટિક્સ અને રેમડેસિવીર (Remdesivir) આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ બાદ તેમની તબિયાતમાં સુધારો થયો પરંતુ તેમનું સુગર લેવલ અને બીપી ખૂબ જ અધિક હતું. મે મહિનામાં તેમને નબળાઈ અને શ્વાસ લેવાની તકલીફમાં વધારો થઈ ગયો અને ચાર દિવસ માટે એક સ્થાનિક નર્સિંગ હોમમાં દાખલ કરવા પડ્યા.

કસરતની સાથે સાથે પોષકતત્વયુક્ત ભોજન લેવાની સલાહ

રિપોર્ટ્સ અનુસાર નિલ્વેએ જણાવ્યું કે, ‘મારા ફેમિલી ડોકટરે મને જણાવ્યું કે, મારામાં જે પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે, તે પોસ્ટ કોવિડના લક્ષણો છે. મારો સ્વભાવ ચિડીયો થઈ ગયો છે. ક્યારેક ક્યારેક કોઈની સાથે વાતચીત કરવી તે મારા માટે ખૂબ જ અઘરો ટાસ્ક બની જાય છે તથા વાળ પણ ખરી રહ્યા છે.’ નિલ્વેની સારવાર કરનાર ડૉ. કીર્તિ સબનીસ અનુસાર લગભગ 30% દર્દીઓમાં નબળાઈ જોવા મળી, નહાવામાં, ભોજન બનાવવામાં અને ચાલવા દરમિયાન સમસ્યા જોવા મળી. કેટલાક કેસમાં આ પ્રકારના લક્ષણો મહીનાઓ સુધી જોવા મળે છે.

સબનીસે જણાવ્યું કે, તેમણે એક દંપતીનો ઈલાજ કર્યો, તેમને જુલાઈમાં કોરોના થયો હતો. પતિની તબિયત સુધરી ગઈ હતી, પરંતુ પત્નીને ઈલાજ દરમિયાન સ્ટેરોઈડ આપવામાં આવ્યું હતું. આ કારણોસર તેમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થવા લાગી. સામાન્ય રીતે સ્ટેરોઈડ આપ્યા બાદ, દર્દીઓમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમારે કસરતની સાથે કાર્બોહાઈડ્રેટયુક્ત ડાયટનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો: ચા, કોફી, દૂધ કે સફરજનના સેવનનો યોગ્ય સમય કયો છે? અહીં જાણો શું કહે છે નિષ્ણાત

પોસ્ટ કોવિડ ઓપીડીમાં પહેલી વાર પહોંચ્યા બાદ દર્દીઓએ સૌથી પહેલા બ્લડ ટેસ્ટ કરાવવો પડે છે. ફેંફસામાં સંક્રમણ થયું છે કે નહીં તે જાણવા માટે એક્સ રે, પીએફટી અને હાઈ રિઝોલ્યુશન સીટી સ્કેન કરવામાં આવે છે. પોસ્ટ કોવિડ ક્લીનિક દર્દીઓને શ્વસન એક્સરસાઈઝની સાથે પોષકતત્વ યુક્ત ભોજન કરવાની સલાહ આપે છે, જેનાથી દર્દીઓના ફેંફસા યોગ્ય રીતે કામ કરે છે. ફોર્ટિસ હોસ્પિટલના ક્રિટિકલ કેયર સ્પેશિયાલિસ્ટ અને મહારાષ્ટ્રના કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. રાહુલ પંડિતે જણાવ્યું કે, “પોસ્ટ કોવિડ કેરમાં એક વ્યક્તિને મેરાથોન માટે તૈયાર કરવા જેવું છે.”
Published by:kuldipsinh barot
First published:

Tags: Corona Crisis, Coronavirus in India, Covid, Post Covid Symptoms

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन