Home /News /lifestyle /નવરાત્રી પછી ચહેરા પરથી આ રીતે દૂર કરો ચોંટેલી ધૂળ, ફેસ ગ્લો કરશે અને નહીં થાય કોઇ સાઇડ ઇફેક્ટ

નવરાત્રી પછી ચહેરા પરથી આ રીતે દૂર કરો ચોંટેલી ધૂળ, ફેસ ગ્લો કરશે અને નહીં થાય કોઇ સાઇડ ઇફેક્ટ

આ રીતે નવરાત્રી પછી ચહેરાને ક્લિક કરો

after navratri skin care tips: આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આમ, જો વાત કરીએ તો નવરાત્રી પૂરી થયા પછી સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવું પડે છે. જો તમે સ્કિનની કાળજી નવરાત્રી પછી રાખતા નથી તો તમારી સ્કિન પર કાળાશ થવા લાગે છે અને સ્કિન ડેમેજ પણ વધારે થાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીમાં ગરબા રમ્યા પછી શરીર થાકી જાય છે અને સ્કિનને પણ ધૂળ-માટીને કારણે અનેક નુકસાન થાય છે. ધૂળ-માટીને કારણે સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આમ, નવરાત્રી પછી સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. જો તમે નવરાત્રી પછી તમારી સ્કિનની કેર કરતા નથી તો સ્કિન ડેમેજ થવા લાગે છે અને સાથે કાળી પણ પડવા લાગે છે. આમ, જો તમે નવરાત્રીમાં નવ દિવસ મન ભરીને ગરબા રમ્યા છો તો આ રીતે સ્કિનની કેર કરો. આ રીતે સ્કિનની કેર કરશો તો સ્કિન મસ્ત ગ્લો કરશે અને ધૂળ-માટીથી ખરાબ થયેલી સ્કિન પણ એકદમ ક્લિન થઇ જશે.

    આ પણ વાંચો: હથેળીમાં છાલા પડે તો તરત અજમાવો આ ઘરેલું ઉપાયો

    ફેશિયલ કરાવો


    નવરાત્રી પૂરી થઇ જાય પછી બેથી ત્રણ દિવસની અંદર તમે ફેસ પર ફેશિયલ કરાવો. ફેશિયલ કરાવવાથી સ્કિન ક્લિન થઇ જાય છે અને સાથે મસ્ત ગ્લો કરે છે. ફેશિયલ કરાવવાથી તમારી ડેડ સ્કિન પણ રિમૂવ થઇ જાય છે. ફેશિયલ કરાવવાથી તમારી સ્કિન પણ ટાઇટ થાય છે.

    ક્લિન અપ કરાવો


    તમે તમારી સ્કિન પર ક્લિન અપ પણ કરાવી શકો છો. ક્લિન અપ કરાવવાથી સ્કિન પર જામી ગયેલી ધૂળ-માટી દૂર થઇ જાય છે અને સાથે ફેસ એકદમ ક્લિન થઇ જાય છે. જો તમે ફેશિયલ કરાવતા નથી તો ક્લિન અપ તમારા માટે સૌથી બેસ્ટ છે. ક્લિન અપમાં તમારો સમય પણ ઓછો બગડે છે. ક્લિન અપ કરાવ્યા પછી તમે સ્ટીમ અચુક લેજો જેથી કરીને ચહેરો વધારે ચોખ્ખો થઇ જાય.

    આ પણ વાંચો: નેચરલી સ્પર્મ કાઉન્ટ વધારવા ખાઓ આ બીજ

    સ્ક્રબ કરો


    તમે તમારા ચહેરા પર સ્ક્રબ કરીને પણ ક્લિન કરી શકો છો. સ્ક્રબ કરવાથી સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ જો તમારા ફેસ પર ખીલ બહુ થાય છે તો તમારે સ્ક્રબ કરવું જોઇએ નહીં. સ્ક્રબ કરવાથી ખીલ વધારે થાય છે અને સાથે ઇન્ફેક્શન થવાનું જોખમ પણ વધી જાય છે. આ માટે તમે ફેશિયલ કરાવો પરંતુ સ્ક્રબ કરશો નહીં. સ્ક્રબ કરવાથી તમારી સ્કિનને નુકસાન થાય છે.


    મુલ્તાની માટી લગાવો


    તમને સલુનનો ખર્ચો મોંધો પડે છે તો તમે ઘરે મુલ્તાની માટી લગાવો. આ માટે મુલ્તાની માટી લો અને એમાં જરૂર મુજબ ગુલાબજળ એડ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવી દો અને 10 મિનિટ રહીને ફેસ  ક્લિન કરી દો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle, Navratri 2022, Skin Care Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन