Home /News /lifestyle /યૌન સંબંધ બાદ પાણીની ધારથી HIV સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય છે ?

યૌન સંબંધ બાદ પાણીની ધારથી HIV સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય છે ?

શું HIV અને એડ્સ બંને એક જ છે??

શું HIV અને એડ્સ બંને એક જ છે??

HIV એ એક એવો રોગ છે જેમાં પૂરતું ધ્યામ આપીએ તો તેને ફેલાતા બચાવી પણ શકાય છે. પરંતુ ઘણાને એ પ્રશ્ન પણ થતો હશે કે શું HIV અને એડ્સ બંને એક જ છે??  તો તેનો જવાબ છે, ના. HIV અને એડ્સ બંને એક જ  નથી. તે માટે સૌ પ્રથમ જાણી લો કે...

  એચ.આય.વી એટલે શું ?
Human Immunodeficiency Virus (HIV) વિષાણુ છે જેને કારણે એડ્સ થાય છે. જે માણસની રોગપ્રતિકારક પ્રણાલી પર આક્રમણ કરે છે. સમય જતા અને પ્રભાવી ઉપચાર સિવાય, એચ.આય.વી ધીરે-ધીરે માણસની રોગો સામે લડવાની શક્તિને ઓછી કરી દે છે.

વ્યક્તિ HIV થી સંક્રમિત કેવી રીતે થઈ શકે?
વ્યક્તિ જે HIV બાધિત છે જેના થકી બીજા વ્યક્તિમાં શરીરમાંના તરલ પદાર્થો પ્રવેશે. (લોહી, વીર્ય, યોનીના તરલ પદાર્થ અથવા સ્તનપાન દ્વારા બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે.) ચાર પ્રમુખ માર્ગો છે જેના થકી તે બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે:

  • અસુરક્ષિત સંભોગથી (નિરોધ ન વાપરતા સંભોગ), જેમાં ગુદા, યોની અને મૌખિક યૌન સંબંધ સમાવિષ્ટ સમાવિષ્ટ છે.

  • ઇન્જેકશન દ્વારા માદક દ્રવ્યો અથવા અન્ય પદાર્થો લેતી વખતે બીજાના ઉપકરણો (સોય, સીરીંજ, કપડા અને પાણી) વાપરવાથી.

  • માતાથી બાળકને જન્મ પહેલા, જન્મ વખતે અથવા સ્તનપાન કરાવતા.

  • -સંક્રમિત વ્યક્તિ દ્વારા અસંક્રમિત વ્યક્તિને લોહી આપતા.


યૌન સંબંધ બાદ પાણીની ધારથી એચ.આય.વી સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય છે ?
ના, યોની સાથે સંભોગમાં, યૌન સંબંધ પછી પાણીની ધાર એચ.આય.વીના સંક્રમણ માટે સુરક્ષા પ્રદાન કરતી નથી કારણ કે સંભવિત સંક્રમિત વીર્ય સ્ખલન બાદ તુરંત ઉઘડતી નળીમાં પ્રવેશી જાય છે. યૌન સંબંધ પછી પાણીની ધાર લોહી, વીર્ય અને યોનીના સ્ત્રાવના સંપર્કથી સુરક્ષા પ્રદાન કરતી નથી. આ સિવાય પાણીની ધારથી ગુદા દ્વારે થનારા સંબોગને સુરક્ષા પ્રદાન કરે છે એવા કોઇ પુરાવા નથી.
First published:

Tags: AIDS, Condom, Health care, Health Tips, Sex, એચઆઇવી