આ 5 સરળ ઉપાય અપનાવથી હ્રદયને થશે ભરપૂર ફાયદો, બીમારીઓ રહશે ઘણી દૂર
આ 5 સરળ ઉપાય અપનાવથી હ્રદયને થશે ભરપૂર ફાયદો, બીમારીઓ રહશે ઘણી દૂર
આ 5 સરળ ઉપાય અપનાવથી હ્રદયને થશે ભરપૂર ફાયદો
Healthy Heart: તમારી દિનચર્યામાં નાના-નાના ફેરફાર કરીને તમે હૃદયને સારું રાખી શકો છો અને ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો. દરેક વ્યક્તિએ કેટલીક એવી ટિપ્સ જાણવી જ જોઈએ, જે હૃદય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દેશમાં હૃદયરોગના (heart disease) કેસ ઝડપથી વધી રહ્યા છે. મોટી સંખ્યામાં યુવાનો પણ આ રોગોનો શિકાર બની રહ્યા છે. આ રોગોના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જો તમારી લાઇફસ્ટાઇલ અને ખાવાની આદતોમાં સુધારો કરવામાં આવે તો હૃદયની તંદુરસ્તી ઘણી હદ સુધી સુધારી શકાય છે. આ માટે તમારે કોઈ અલગ પ્રયાસ કરવાની જરૂર નથી, પરંતુ કેટલાક નાના ફેરફારો કરવા પડશે. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો. આ આદતોથી અનેક ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટશે.
આહારમાં આરોગ્યપ્રદ ખોરાકનો સમાવેશ કરો
માય હેલ્થ ફાઈન્ડરના રિપોર્ટ અનુસાર આપણા શરીરના તમામ અંગો ખાવા-પીવાથી પ્રભાવિત થાય છે. રોગોથી બચવા માટે તમામ લોકોએ પોષક તત્વોથી ભરપૂર આહાર (Healthy diet) લેવો જોઈએ. આ માટે તમે તમારા આહારમાં મોસમી ફળો, લીલા શાકભાજી, કઠોળ, દૂધ અને તાજા જ્યુસનો સમાવેશ કરી શકો છો. તેનાથી તમારા શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળશે અને શરીરમાં લોહીનો પ્રવાહ જળવાઈ રહેશે. હૃદય સ્વસ્થ રહેશે અને રોગોનું જોખમ ઓછું થશે.
સ્ક્રીનની સામે લાંબા સમય સુધી કામ કરવું હૃદય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શારીરિક પ્રવૃત્તિ (Physical Activity) વિના તમે સ્વસ્થ રહી શકતા નથી. તેથી, દરરોજ થોડી મિનિટો માટે ફિઝિકલ એક્ટિવિટી કરવાનો પ્રયાસ કરો. દરરોજ ચાલવું હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમારી ફિટનેસ પણ જળવાઈ રહે છે.
સ્મોકીંગ અને આલ્કોહોલથી રહો દૂર
ધૂમ્રપાન (Smoking) હૃદય માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો તરત જ ધૂમ્રપાન છોડી દો. આ સિવાય આલ્કોહોલનું (Alchohol) સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તે અનેક રોગોનું કારણ બની શકે છે. ધુમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવાથી સ્વસ્થ જીવન જીવી શકાય છે.
કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરો
હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોને હૃદય રોગનું જોખમ સૌથી વધુ હોય છે. તેથી જો તમે આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તેને નિયંત્રણમાં રાખો. આ માટે, તમે ડૉક્ટરનો સંપર્ક કરીને દવાઓ લઈ શકો છો અને તમે કેટલાક ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો. જો તમારું બ્લડ પ્રેશર જળવાઈ રહેશે તો હૃદય સ્વસ્થ રહેશે.
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં મોટાભાગના લોકો અંગત કે વ્યાવસાયિક જીવનમાં તણાવનો સામનો કરી રહ્યા છે. તેની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડે છે. વધુ પડતો સ્ટ્રેસ લેવો હૃદય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી તણાવને નિયંત્રિત કરવાનું શીખો અને જો તે વધુ ગંભીર બની રહ્યું હોય તો તરત જ નિષ્ણાતનો સંપર્ક કરો.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર