માતા પિતાથી છુપાઇને દીકરી કરતી હતી એવું કામ! સામે આવી હકીકત તો પરિવારના હોંશ ઉડી ગયા

એડિસન સિન્સની ફાઇલ તસવીર

નાના શહેરમાં ઉછરેલી છોકરીની આવી તસવીરો જોવી માતાપિતા માટે આઘાતથી ઓછી નહોતી.

 • Share this:
  દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાની ઈચ્છા મુજબ કારકિર્દી પસંદ કરી શકતા નથી, કારણ કે તેમના ઘરમાં તેની મંજૂરી આપવામાં આવતી નથી. અમેરિકાના ટેક્સાસમાં રહેતા એડિસન સિન્સનું (Addison Sins) પણ એવું જ હતું. જ્યારે તેણે પોતાના પરિવારની કલ્પના સિવાય એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Adult Film Industry) પગ મૂક્યો ત્યારે પરિવારને તેના વિશે ખબર પણ ન હતી.

  તેનો પરિવાર ઘણો ધાર્મિક હતો

  19 વર્ષીય એડિસન, જે ધાર્મિક સમુદાય અને પરિવાર સાથે સંકળાયેલી હતી. તે પોતાના પરિવારથી અલગ રહેવા લાગી અને પોતાના માટે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી પસંદ કરી. તેણે આ વસ્તુ ત્રણ-ચાર મહિના સુધી પરિવાર સાથે છુપાવી પણ રાખી. પરંતુ એક દિવસ અચાનક સત્ય બધાની સામે આવી ગયું અને એડિસન માટે મુશ્કેલીઓ વધી. દીકરીનું સત્ય તેના માતાપિતા પચાવી શકતા જ ન હતા.

  એડિસન સિન્સની તસવીર


  ન્યૂડ કવર ફોટાવાળું મેગેઝિન ઘરે મંગાવી લીધુ

  હકીકતમાં, જ્યારે એડિસને એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે આ વાત પરિવારથી 3-4 મહિના સુધી છુપાવી રાખી હતી. એકવાર ભૂલથી, એડિસને તેના ઘરના સરનામે તેના નગ્ન પોઝનું મેગેઝિન મંગાવ્યું. આ તેનું પ્રથમ કવર પિક્ચર હતું. જ્યારે આ મેગેઝિન એડિસનની માતાના હાથમાં આવ્યું ત્યારે વસ્તુઓ વધુ ખરાબ થઈ. તેણે તેની પુત્રીની ન્યૂડ તસવીર કવર પર છપાયેલી જોઈ અને સમગ્ર સત્ય પરિવારની સામે આવ્યું. નાના શહેરમાં ઉછરેલી છોકરીની આવી તસવીરો જોવી માતાપિતા માટે આઘાતથી ઓછી નહોતી.

  એડિસન સિન્સની તસવીર


  તેને પહેલા મોબાઇલ રાખવાની પણ છૂટ ન હતી

  મિરરના અહેવાલ પ્રમાણે, એડિસન જે પરિવારમાંથી આવે છે તે ખૂબ જ ધાર્મિક છે. હંમેશા ચર્ચમાં જવું અને દરરોજ રાત્રિભોજન માટે મળવું એ તેના ઘરનો નિયમ હતો. તેણીને તેનો ફોન રાખવાની, મેક-અપ કરવાની અને તેના મિત્રો સાથે બહાર જવાની પણ મંજૂરી નહોતી. કિશોરાવસ્થામાં, એડિસને મિત્રો સાથે ડ્રિન્ક્સ માટે બહાર જઈને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવાનું વિચાર્યું. થોડા દિવસો માટે, તેના પરિવાર અને સમાજને તેની કારકિર્દી વિશે જાણકારી ન હતી, પરંતુ પાછળથી જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે સંબંધીઓએ ગપસપ કરવાનું શરૂ કર્યું અને તેને ચર્ચમાંથી પણ હાંકી કાઢવામાં આવી. હાલમાં એડિસનના ઇન્સ્ટાગ્રામ પર 42 હજાર ફોલોઅર્સ છે. તે OnlyFans પર મોડેલિંગ દ્વારા લાખો રૂપિયા કમાય છે.
  Published by:Kaushal Pancholi
  First published: