આખા ગુજરાતમાં (Gujarat) હાલ વરસાદી માહોલ બન્યો છે. આ વરસતા વરસાદમાં ટેસ્ટી ભજીયા ખાવા કોને ન ગમે? જો ભજીયા (Bhajiya) સ્વાસ્થ્ય સુધારનાર હોય તો સોનામાં સુંગધ ભળી જાય છે. તો આજે આપણે જોઇશું અળવીનાં પાનનાં ભજીયા. અળવીનાં પાનને કેટલાટ પત્તરવેલીયા તરીકે પણ ઓળખે છે. આયુર્વેદ પ્રમાણે તેમાં રહેલી ચીકાશ તથા મીઠો રસ અને પાચનમાં લાગતા સમય અને શક્તિ વગેરેને ધ્યાનમાં રાખી કફ વધારનાર, વધુ પ્રમાણમાં ખવાય તો વાયુ વધારનાર અને પિત્તને શાંત કરવાના ગુણ ધરાવે છે.