એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરમાં શું તફાવત છે? આ કારણે થઈ રહી છે વિશ્વમાં પ્રચલિત

એક્યુપ્રેશર

દરરોજ 5-7 મિનિટ તાળીઓ પાડો. હાથમાં પણ એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે જે આરોગ્યને ફાયદા કરે છે.

 • Share this:

  એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર શબ્દ આપણે ક્યારેકને ક્યારેક તો સાંભળ્યા હશે. આ બંનેનો ઉપયોગ તબીબી જગતમાં ખૂબ વ્યાપક થાય છે. જોકે, આ બંને વચ્ચે શું તફાવત છે? બંનેના પ્રયોગની પદ્ધતિ અને ઉપચાર કેટલો અલગ છે? તે અંગે મોટા ભાગના લોકોને ખબર નથી.


  હેલ્થસાઇટના મત મુજબ, આ બંને પદ્ધતિઓ પરંપરાગત ચીની ચિકિત્સા પદ્ધતિમાંથી આવી છે. જ્યાં તેનો ઉપયોગ લગભગ 6000 વર્ષોથી થતો આવ્યો છે. હવે તો આ પદ્ધતિ આખા વિશ્વમાં પ્રચલિત થઈ ગઈ છે.


  એક્યુપંક્ચર અને એક્યુપ્રેશર દ્વારા ઘણા રોગોની સારવાર કરવામાં આવે છે. ઉપચારની આ પદ્ધતિઓ વધુ સમય લે છે પરંતુ તેની આડઅસર થતી નથી તેવું નિષ્ણાતો માને છે. તો ચાલો જાણીએ આ બંને તબીબી પદ્ધતિઓ વિશે.


  એક્યુપંક્ચર એટલે શું?


  એક્યુ શબ્દ ચીની ભાષાનો છે. જેનો મતલબ પોઇન્ટ થાય છે. આપણા શરીરમાં કુલ 365 એનર્જી પોઇન્ટ હોય છે. આ પોઇન્ટ પર ઝીણી સોઈથી પંક્ચર કરી સારવાર કરવામાં આવે છે. જેથી તેને એક્યુપંક્ચર કહેવાય છે. WHOએ પણ આ પદ્ધતિને અસરકારક માની છે. આ પદ્ધતિથી સારવાર કરવા લાયસન્સ હોવું જરૂરી છે.


  Ask The Doctor: કોરોનાગ્રસ્ત બાળકની સંભાળ લેતી વખતે માતાએ પોતાનું રક્ષણ કઈ રીતે કરવું?

  એક્યુપ્રેશર એટલે શું?


  એક્યુપ્રેશરમાં અંગૂઠા અને આંગળીઓની મદદથી શરીરમાં ખાસ પોઇન્ટને દબાવવામાં આવે છે. ચેતા અથવા નસની સમસ્યા હોય તો પછી એક્યુપ્રેશર ફાયદાકારક બની શકે છે. એક્યુપ્રેશરમાં દરેક પોઇન્ટને બે-ત્રણ મિનિટ સુધી દબાવવું પડે છે. જે તમે જાતે શીખી શકો છો. સામાન્ય રીતે તેની અસર પાંચથી છ સેશનમાં દેખાય છે. 15 થી 20 મુલાકાતમાં સંપૂર્ણ રાહત મળે છે.


  અમદાવાદમાં હિટ એન્ડ રન: બેફામ કાર રસ્તા પર સૂતા શ્રમજીવીઓ પર ફરી વળી, મહિલાનું મોત


  કઈ કઈ વસ્તુઓમાં ફાયદાકારક?


  માથાનો જૂનો દુઃખાવો, પીઠનો દુ:ખાવો, ગળાનો દુ:ખાવો, સંધિવા, ઉબકા, અનિદ્રા, પિરિયડ પેઈન, આધાશીશી વગેરેની સારવાર આ બંને પદ્ધતિઓથી કરી શકાય છે. આ સિવાય તમે તમારી ઇમોશન ડિસઓર્ડર એટલે કે ચિંતા, હતાશા વગેરેની પણ સારવાર કરી શકો છો. જો કે, આ પદ્ધતિ અમલામ મુકતા પહેલાં તબીબની સલાહ લો.


  ખાસ ટિપ્સ: આવું તમે જાતે પણ કરી શકો


  આપણા શરીરના કુલ 365 પોઇન્ટ્સમાંથી કેટલાક પોઇન્ટ એવા છે, જે ખૂબ અસરકારક છે અને અનેક પ્રકારના રોગોમાં રાહત આપે છે.


  - દરરોજ 10-15 મિનિટ માટે માટીમાં ઉઘાડા પગે ચાલો. આવું કરવાથી પગના તળિયામાં આવેલા પોઇન્ટ દબાસે અને રક્ત પરિભ્રમણ વધશે.


  - અઠવાડિયામાં 2 વખત 5-10 મિનિટ માથાની માલિશ કરો. પાર્કિન્સન, ડિપ્રેશનથી મેમરી લોસ જેવી સમસ્યાઓમાં રાહત થશે.


  - કાનની બુટની રોજ પાંચ મિનિટ સુધી માલિશ કરો. જેનાથી યાદશક્તિ તેજ થશે.
  - નહાવા જાવ ત્યારે પગના તળિયાને 4- 5 મિનિટ સુધી બ્રશથી ઘસો.


  - દરરોજ બ્રશ અથવા આંગળીઓથી જીભને ઘસો. અહીં હૃદય, કિડનીના પોઇન્ટ હોય છે.


  - દરરોજ 5-7 મિનિટ તાળીઓ પાડો. હાથમાં પણ એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે જે આરોગ્યને ફાયદા કરે છે.
  First published: