Home /News /lifestyle /

Fitness: ભાગ્યશ્રી 53 વર્ષની ઉંમરે પણ કલાકો સુધી કરે છે કસરત, જુઓ પતિ સાથે તેનો વર્કઆઉટ વીડિયો

Fitness: ભાગ્યશ્રી 53 વર્ષની ઉંમરે પણ કલાકો સુધી કરે છે કસરત, જુઓ પતિ સાથે તેનો વર્કઆઉટ વીડિયો

ભાગ્યશ્રી 53 વર્ષની ઉંમરે પણ કલાકો સુધી કરે છે કસરત, જુઓ વિડીયો

હાલમાં જ ભાગ્યશ્રીએ તેના પતિ સાથેનો વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં, તેણે લખ્યું છે, જેનો અર્થ છે, પાર્ટનર જે એકબીજાને સાથ આપે છે, તે જીવનની સીડી સાથે ચઢે છે. ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

    ઉંમરને પાછળ છોડવાની બાબતમાં બોલિવૂડ (Bollywoood) ની ઘણી અભિનેત્રીઓનું નામ આવે છે. જેમાં ભાગ્યશ્રી (Bhagyashree) નું ખાસ નામ છે. 53 વર્ષની ઉંમરે તે એટલી ફિટ છે કે તે ફિટનેસમાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીને ટક્કર આપી શકે છે. ભાગ્યશ્રી નિયમિતપણે તેના વર્કઆઉટના વીડિયો (Bhagyashree Workout Video) સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ સિવાય તે પોતાના જીવન સાથે જોડાયેલી એક્ટિવિટી પણ શેર કરતી રહે છે. આજે અમે તમને ભાગ્યશ્રીનો વર્કઆઉટ વીડિયો બતાવીએ છીએ

    હાલમાં જ ભાગ્યશ્રીએ તેના પતિ સાથેનો વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં, તેણે લખ્યું છે, જેનો અર્થ છે, પાર્ટનર જે એકબીજાને સાથ આપે છે, તે જીવનની સીડી સાથે ચઢે છે. ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે તેના શૂટ સાથે જોડાયેલા ફોટો અને વીડિયો ક્લિપ્સ ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ વીડિયો સાથે બેકગ્રાઉન્ડમાં ભાગ્યશ્રીનો અવાજ સાંભળી શકાય છે. આમાં ભાગ્યશ્રી કહી રહી છે કે, 'જીવનમાં સંતુલન બનાવવા માટે, અમને હંમેશા એકબીજાના સપોર્ટની જરૂર હોય છે અને તમે જોઈ શકો છો કે મને હંમેશા પતિનો સપોર્ટ મળે છે'.

    આ પણ વાંચો: Health tips: જો તમારામાં પણ રાત્રે જોવા મળે છે આ લક્ષણ, તો આ ગંભીર બિમારીનો આપે છે સંકેત





    અન્ય એક વીડિયોમાં ભાગ્યશ્રીએ રોઈંગ મશીન પર વર્કઆઉટ કરતી એક ટૂંકી ક્લિપ શેર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, 'એક વર્કઆઉટ જે તમને રજાઓમાં મદદ કરશે. તેનાથી કેલરી પણ ઝડપથી બર્ન થશે. રોઇંગ મશીન પર માત્ર 20 મિનિટ વર્કઆઉટ કરીને, તમે શરીરના 85% સ્નાયુઓનો ઉપયોગ કરી શકો છો.




    કાંડાના વર્કઆઉટ (Wrist Workout) નો વીડિયો શેર કરતા ભાગ્યશ્રીએ લખ્યું, 'આપણે લખતા, ખાતા, રમતા અને કામ કરતાં દરેક વખતે આપણે આપણા કાંડાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેને મજબૂત અને ફ્લેક્સિબલ બનાવવા પર ધ્યાન આપતા નથી. આ કારણે થોડા સમય પછી સમસ્યાઓ શરૂ થાય છે, તેથી આ તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. વીડિયોમાં શેર કરવામાં આવેલા વર્કઆઉટ દ્વારા ભાગ્યશ્રી પોતાના ફેન્સને કહી રહી છે કે કેવી રીતે કાંડાને યોગ્ય રાખવું.

    આ પણ વાંચો: Roasted Garlic Health Benefits: શેકેલું લસણ પુરુષો માટે વરદાન, દરરોજ 2 કળીઓ ચાવવાથી થાય છે 6 ફાયદા





    આ વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે અભિનેત્રી ભાગ્યશ્રી ન માત્ર સ્વસ્થ અને ફિટ રહેવા માંગે છે, પરંતુ તે મેળવીને તેને જાળવી રાખવાના તમામ પ્રયાસો પણ કરે છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Fitness, Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन