Home /News /lifestyle /

દરરોજ નથી મળતો કસરત કરવાનો સમય? તો જરૂર અપનાવો આ 3 એક્ટિવિટી, બોડી રહેશે ફીટ

દરરોજ નથી મળતો કસરત કરવાનો સમય? તો જરૂર અપનાવો આ 3 એક્ટિવિટી, બોડી રહેશે ફીટ

દરરોજ ચાલવાનાં ફાયદા

Health Tips: જો તમે ઓફિસમાં કામ કરો છો તો દર કલાકે 2 મિનિટ વોક જરૂર કરો. સતત વધુ સમય સુધી બેસી રહેવાથી તમારો વજન અને બીમારી વધી શકે છે. તમે સીડીઓ ચઢીને 300 થી 400 કેલરી બર્ન કરી શકો છો. જો તમે મિનિટો માટે 60 પગથિયાં ચઢો છો, તો પછી તમે પગ અને હિપ્સની ચરબી બર્ન કરી શકો છો. કેલરી બર્ન કરીને સ્નાયુઓ મજબૂત બને છે

વધુ જુઓ ...
    જો તમે કોઇ દિવસે અથવા તો દરરોજ કસરત (Exercise) કરવા માટે સમય કાઢી શકતા નથી તો તમે અમુક એક્સરસાઇઝ તમારા રૂટિનમાં સામેલ કરી શકો છો. એક્સરસાઇઝ સ્કિપ કરવાથી વેટ ફ્લક્ચ્યુએટ થાય છે. જો તમે કોઈ કારણસર વ્યાયામ કરી શકતા નથી, તો તમે દિનચર્યામાં કેટલીક સરળ કસરતો (Easy Exercise)નો સમાવેશ કરી શકો છો.

    દર કલાકે 2 મિનિટ માટે કરો વોક

    જે દિવસે તમે કસરત કરી શકતા નથી તે દિવસે તમે ચાલવાનું પણ છોડી દો છો. આમ કરવું યોગ્ય નથી. તમારે દરરોજ દર કલાકે ઓછોમાં ઓછું 2 મિનિટ સુધી વોક (Walking) કરવું જોઇએ. જો તમે ઓફિસમાં કામ કરો છો તો દર કલાકે 2 મિનિટ વોક જરૂર કરો. સતત વધુ સમય સુધી બેસી રહેવાથી તમારો વજન અને બીમારી વધી શકે છે.

    ચાલવાનાં ફાયદાઓ

    - ચાલતા રહેવાથી વજન નિયંત્રણમાં રહે છે સાથે જ ઓસ્ટીયોપોરોસીસ કે આર્થરાઈટીસ જેવી સમસ્યા થતી નથી.
    - થોડી થોડી વારે વોક કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
    - મગજ તેજ થાય છે અને શરીરની એનર્જી વધે છે.
    - ડિપ્રેશનની સમસ્યા દૂર કરવા માટે તમારે થોડા થોડા સમયે વોક કરવું જોઇએ.

    દોરડા કૂદવા

    જો તમે કસરત ન કરતા હોવ તો તમારે દોરડા કૂદવા જોઈએ. દોરડા કૂદવાથી તમે એક કલાકમાં લગભગ 400 કેલરી બર્ન કરી શકો છો. તમારે દર મિનિટે 100 સ્કીપ્સ કરવી પડશે, શરૂઆતમાં તે કરવા માટે તમને સમય લાગશે પરંતુ પ્રેક્ટિસ સાથે તમે દોરડા કૂદવા માટે સરળતાથી સક્ષમ બનશો. પોશ્ચરને બેસ્ટ બનાવવા માટે, કોરને મજબૂત કરવા, હૃદયરોગથી બચવા માટે દોરડા કૂદવા ફાયદાકારક માનવામાં આવે છે. તમારે શરૂઆતમાં એક મિનિટમાં 10 થી 20 સ્કીપ્સ કરવી જોઈએ, પછી સમય સાથે તેમની ગણતરીમાં વધારો કરવો જોઈએ.

    આ પણ વાંચો-જાણો, કેટલું સુરક્ષિત છે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ, શું કોઇ આડઅસરો થઇ શકે છે?

    દોરડા કૂદવાના ફાયદા

    - તમારે ઓછામાં ઓછા 20 મિનિટ માટે દોરડું કૂદવું જોઈએ, તે કેલરી બર્ન કરે છે.
    - દોરડા કૂદવાથી હાડકાં મજબૂત થાય છે અને ફોકસ વધે છે.
    - દોરડા કૂદવાથી લોકો હૃદયરોગ અને ડિપ્રેશનની સમસ્યાથી બચી શકે છે.
    - દોરડા કૂદવાથી ફેફસાં મજબૂત બને છે, જેનાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે.
    - જો તમે દોરડા કૂદશો તો તમારા શરીરનું રક્ત પરિભ્રમણ સારું થાય છે.

    સીડીઓનો ઉપયોગ કરો

    તમે સીડીઓ ચઢીને 300 થી 400 કેલરી બર્ન કરી શકો છો. જો તમે મિનિટો માટે 60 પગથિયાં ચઢો છો, તો પછી તમે પગ અને હિપ્સની ચરબી બર્ન કરી શકો છો. કેલરી બર્ન કરીને સ્નાયુઓ મજબૂત બને છે. સીડી ચડવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. વજન ઘટાડવા માટે આ શ્રેષ્ઠ કસરત છે.

    આ પણ વાંચો- વાળ ખરવાની તકલીફથી કંટાળી ગયા? પુરુષો અજમાવી શકે છે આ 6 અસરકારક Hair growth ટિપ્સ

    સીડી ચડવાના ફાયદા

    - જો તમે વજન કન્ટ્રોલમાં રાખવા માંગો છો તો તમારે લીફ્ટની જગ્યાએ હંમેશા સીડીનો ઉપયોગ કરવો જોઇએ.
    - સીડીઓ ચડવાથી કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.
    - સીડી ચડવાથી શરીરનું તાપમાન વધે છે જે અનિંદ્રાની સમસ્યા દૂર કરે છે.
    - બ્લડ પ્રેશન કન્ટ્રોલ કરવા માટે પણ સીડી ચડવી ફાયદાકારક છે, તમે બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરી શકો છો.

    સ્ટેમિના વધારશે આ એક્ટિવિટી

    સ્ટેમિના વધારવા માટે આ એક્ટિવિટી ખૂબ ફાયદાકારક છે. જો તમે કસરત ન કરો અને આ પ્રવૃત્તિઓને તમારા દૈનિક જીવનમાં સામેલ કરો છો તો પણ તમારા શરીરમાં ઘણો તફાવત જોઇ શકશો. પેટની ચરબી ઓગળવાની સાથે હાડકાઓ પણ મજબૂત બનશે. તો બીપીને કન્ટ્રોલ કરવા માટે પણ આ એક્ટિવિટી ખૂબ ફાયદાકારક છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Activities for Weight Loss, Lifestyle, Skipping, Workout, આરોગ્ય

    આગામી સમાચાર