ACનો નવો વિકલ્પ બનશે રેડીએન્ટ કુલિંગ, કોરોનાનું જોખમ ટળશે, ઉર્જાનો ઉપયોગ ઘટી શકે

ACનો નવો વિકલ્પ બનશે રેડીએન્ટ કુલિંગ, કોરોનાનું જોખમ ટળશે, ઉર્જાનો ઉપયોગ ઘટી શકે
પ્રતિકાત્મક તસવીર

યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયાના સંશોધકોની ટીમે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા 60 શહેરોમાં એર કંડીશનરની જરૂરિયાત અંગે અભ્યાસ કર્યો હતો.

 • Share this:
  એર કંડીશનરના સ્થાને ઠંડી પેનલનો ઉપયોગ મહામારીનો ફેલાવો અટકાવવામાં મદદરૂપ નીવડી શકે તેવું તાજેતરમાં થયેલા અભ્યાસમાં ફલિત થયું હતું યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયાના સંશોધકોની ટીમે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા 60 શહેરોમાં એર કંડીશનરની જરૂરિયાત અંગે અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ કુલિંગ મેથડ સાથે એનર્જીના ખર્ચની સરખામણી ઠંડી પેનલ અમે કુદરતી વેન્ટીલેશન સાથે કરી હતી.

  આ અભ્યાસ બાદ કોવિડ 10ની એપ્લાઇડ એનર્જી આવૃત્તિમાં પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ફલિત થયું કે, મકાનો આરામદાયક છે અને ઓરડાઓ રિફ્રેશ થાય છે તે માટે વૈકલ્પિક સોલ્યુશન 45 ટકા સુધી ઉર્જાની બચત કરી શકે છે.  યુબીસી ખાતે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એન્ડ લેન્ડસ્કેપ આર્કિટેક્ચર પ્રોફેસર એડમ રાયસેન્કે જણાવ્યું હતું કે, ઘણી જાહેર આરોગ્ય માર્ગદર્શિકાઓમાં કોવિડ -19 અને અન્ય રોગોના ફેલાવાના જોખમને ઘટાડવા માટે ઇમારતોમાં બહારની તાજી હવાનો પ્રવાહ વધારવાની ભલામણ થઈ છે. આ ભલામણ બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રી બોડીને પણ કરવામાં આવી છે.

  તેમને વધુમાં જણાવ્યું હતું કે, જો આપણે તાજા હવાના દરમાં વધારો કરવા માટે પરંપરાગત એચવીએસી સિસ્ટમ્સ પર આધાર રાખવાનું ચાલુ રાખીએ તો આપનો ઉર્જા વપરાશ બમણો થઈ જશે.

  નવી રેડિયન્ટ કુલિંગ સિસ્ટમના કારણે લોકો બહાર ગરમી હોય તો પણ બારી ખુલ્લી રાખી શકે છે. પૂરતું થર્મલ કન્ફર્ટ લેવલ જાળવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા જાળવી શકે છે. જેનાથી બીમારીઓ સામે લડત પણ મળે છે અને પર્યાવરણને નુકશાન પણ થતું નથી.

  સંશોધકોની ટુકડીએ સિંગાપોરના ગરમ અને ભેજવાળા વાતાવરણમાં કુલિંગ સિસ્ટમનું નિદર્શન કર્યું હતું. તેઓએ એક સાર્વજનિક મંડપ બનાવ્યો હતો. જેમાં કન્ડેન્સેશન-અટકાવતા પટલ સાથે ચિલ્ડ ક્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી માનવ શરીરની આજુબાજુના હવાના તાપમાનમાં ફેરફાર કર્યા વિના આરામદાયક અને ઠંડકનો અનુભવ થાય છે. આ પ્રયોગ જ્યાં ઉનાળાના તાપમાનનો પારો 35 35 ડિગ્રી સેલ્સિયસ રહે છે તેવા ટોરોન્ટો, બેઇજિંગ, મિયામી, મુંબઇ, ન્યુ યોર્ક અને પેરિસમાં કરવામાં આવશે.

  રાયસેન્કે વધુમાં જણાવ્યું હતું કે, ચિલ્ડ પેનલ સિસ્ટમ દાયકાઓથી અસ્તિત્વમાં છે. સંશોધન ટીમ દ્વારા વિશેષ પટલ ઉમેરવાથી તે આબોહવામાં અત્યાર સુધી ચાલ્યા આવતા એચવીએસી સિસ્ટમનો વ્યવસાયિક ધોરણે વ્યવહારુ વિકલ્પ બનાવવામાં ચાવીરૂપ બની શકે છે.
  Published by:News18 Gujarati
  First published:April 23, 2021, 16:39 pm

  ટૉપ ન્યૂઝ